બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / Defense Minister Rajnath Singh to go to J&K: Agitation rages in Rajouri after five jawans are martyred

કવાયત / રક્ષામંત્રી રાજનાથ સિંહ જશે J&K: પાંચ જવાનો શહીદ થતા રાજૌરીમાં હલચલ તેજ, ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા આર્મી કમાન્ડર

Priyakant

Last Updated: 10:06 AM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajnath Singh In Jammu and Kashmir News: પાંચ જવાનો શહીદ થયા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે સાથે જમ્મુ સેક્ટરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્ર શાસિત પ્રદેશની મુલાકાત લેશે

  • જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
  • સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે સાથે જશે J&K
  • સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં લશ્કરના એક આતંકવાદીને ઠાર કરાયો 

જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને બારામુલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે સાથે જમ્મુ સેક્ટરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્ર શાસિત પ્રદેશની મુલાકાત લેશે. નોંધનીય છે કે, નોર્ધન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પહેલેથી જ ગ્રાઉન્ડ ઝીરો પર હાજર છે, જ્યાં સેનાએ ફરીથી આતંકીઓને શોધી કાઢ્યા છે. તેમને ગ્રાઉન્ડ ઝીરો પર હાજર સૈન્ય અધિકારીઓ દ્વારા આતંકવાદ વિરોધી ઓપરેશનના તમામ પાસાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

એક આતંકવાદીને ઠાર
બારામુલ્લામાં આજે સવારે સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં લશ્કરના એક આતંકવાદીને ઠાર માર્યો હતો. બારામુલ્લાના SSP અમોદ અશોક નાગપુરેએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓની જાણ થઈ હતી. કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન અમારી તરફ ગોળીબાર કરવામાં આવ્યો હતો અને જવાબી ગોળીબારમાં લશ્કરનો એક આતંકવાદી માર્યો ગયો હતો. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ યારહોલ બાબાપોરા કુલગામનો રહેવાસી આબિદ વાની તરીકે થઈ છે. તેમણે કહ્યું કે, G20 સમિટને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળો સતર્ક છે અને અમે ખતરાને બેઅસર કરી રહ્યા છીએ. બારામુલ્લાના SSPએ કહ્યું કે G20 સમિટનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવશે.

ભારતીય સેનાએ રાજૌરી એન્કાઉન્ટર વિશે શું કહ્યું ? 
ભારતીય સેનાએ રાજૌરી એન્કાઉન્ટર વિશે જણાવ્યું હતું કે, સુરક્ષા દળો દ્વારા 1 આતંકવાદી માર્યો ગયો છે અને 1 વધુ ઘાયલ થવાની સંભાવના છે. અત્યાર સુધી કરાયેલી જપ્તીઓમાં 1 AK56, 4 મેગેઝીન, 56 રાઉન્ડ ગોળીઓ, મેગેઝીન સાથે 1x9mm પિસ્તોલ, 3 ગ્રેનેડનો સમાવેશ થાય છે. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ હજુ સુધી મળી શકી નથી. આર્મી ઓપરેશન ચાલુ છે. 

કાશ્મીર ઝોન પોલીસે શું કહ્યું ? 
આ તરફ કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટર બારામુલ્લાના કરહામા કુંજર વિસ્તારમાં શરૂ થયું હતું. રાજૌરીના કાંડી જંગલમાં હાલમાં આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને વિસ્તારોમાં ઓછામાં ઓછા 8 થી 9 આતંકીઓ ઘેરાયેલા છે.

ગઈકાલે 5 જવાનો થયા હતા શહીદ 
નોંધનીય છે કે, ગઈકાલે રાજૌરીમાં એન્કાઉન્ટર દરમિયાન આતંકીઓએ કરેલા વિસ્ફોટમાં આપણા 5 જવાનો શહીદ થયા હતા. સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે આ ઘટના વિશે જણાવતા કહ્યું કે, શનિવારે બપોરે 1.15 વાગ્યે આતંકવાદીઓને ટ્રેસ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા અને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો. પોતાને ઘેરાયેલા જોઈને આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આતંકી હુમલામાં બે જવાન ઘટનાસ્થળે જ શહીદ થયા હતા.ઘાયલ થયેલા વધુ ત્રણ સૈનિકોનું પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. બારામુલ્લા અને રાજૌરીમાં સેનાની સાથે CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો પણ આતંકવાદ વિરોધી ઓપરેશનમાં સામેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ