બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / date and time do not offer these things during shivji puja or on shivling

ધર્મ / શિવલિંગને શ્રાવણ માસમાં ક્યારેય ન અર્પણ કરવી જોઇએ આ ચીજ, કારણો જાણીને ચોંકી જશો

Bijal Vyas

Last Updated: 02:11 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ મહિનામાં મહાદેવને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ રીતથી તેમની ઉપાસના કરે છે. તો આવો જાણીએ કે, શ્રાવણ મહિનામાં શિવલિંગ પર શું અર્પણ ના કરવુ જોઇએ?

  • શ્રાવણ મહિનાનો દર એક દિવસ ખાસ માનવામાં આવે છે
  • શિવલિંગ પર તુલસી ચઢાવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે
  • મહાદેવની પૂજામાં હળદરનો ઉપયોગ કરવામાં આવતો નથી

Shivji puja:આજથી શ્રાવણ મહિનો શરૂ થયો છે. આ મહિનામાં લોકો સોમવારે વ્રત રાખે છે. આ વખતે શ્રાવણ મહિનો 59 દિવસનો એટલે કે બે મહિનાનો રહેશે. શ્રાવણ મહિનાનો દર એક દિવસ ખાસ માનવામાં આવે છે કારણ કે, આ મહિનામાં દરરોજ શિવલિંગની પૂજા થાય છે. 

શ્રાવણ મહિનામાં મહાદેવને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ રીતથી તેમની ઉપાસના કરે છે. તો આવો જાણીએ કે, શ્રાવણ મહિનામાં શિવલિંગ પર શું અર્પણ ના કરવુ જોઇએ? 

તુલસી
શિવલિંગ પર તુલસી ચઢાવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે કારણ કે પૌરાણિક માન્યતાઓ અનુસાર, શિવજી તુલસીના પતિ અસુર જલંધરનો વધ કર્યો હતો. 

આજે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે આ રીતે કરો ભોળાનાથની પૂજા, જાણો શુભ મુહૂર્ત  અને આરતી | Today, on the holy day of Mahashivaratri, worship Bholanath in  this way, know Shubh Muhurat and ...

કેતકી ફૂલ
શિવપુરાણ અનુસાર, બ્રહ્માજીના જૂઠાણામાં કેતકી ફૂલે તેમનો સાથ આપ્યો હતો. જેનાથી નારાજ થઇ શિવજીએ કેતકીના ફૂલને શ્રાપ આપતા કહ્યું, મારી પૂજામાં ક્યારેય કેતકીના ફૂલને અર્પણ કરવામાં આવશે નહીં. 

હળદર
મહાદેવની પૂજામાં હળદરનો ઉપયોગ કરવામાં આવતો નથી, કારણ કે હળદરને સ્ત્રીથી સંબંધિત માનવામાં આવે છે. 

તુટેલા ચોખા 
મહાદેવની પૂજામાં તૂટેલા ચોથા એટલે કે કણકી ચોખાનો ઉપયોગ કરવુ વર્જિત માનવામાં આવે છે. તેનાથી ભગવાન શિવની પૂજા સફળ થતી નથી. 

મહાશિવરાત્રીએ શિવજીને ચઢાવો આ ફુલ, અઢળક ધન સંપત્તિ અને અખંડ સૌભાગ્ય થશે  પ્રાપ્ત | mahashivratri 2022 puja vidhi offer these flowers to lord shiva

તલ 
શિવલિંગ પર તલ ચઢાવવા વર્જિત માનવામાં આવે છે. તેવામાં ભૂલીને ભગવાન શિવની પૂજામાં તલનો પ્રયોગ ના કરવો જોઇએ. 

શંખજલ
શિવજીને શંખચૂડનો વઘ કર્યો હતો, ક્યારેય પણ શંખથી શિવજીને જળ અર્પિત ના કરવુ જોઇએ. શંખચૂડના અત્યચારોથી દેવતા પરેશાન છે. 

DISCLAIMER: હિન્દી કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનો 4 જુલાઇ (આજ) થી શરૂ થશે, ગુજરાતમાં 17મીએ સોમવતી અમાસ અને 18 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ