બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / damoh the ancient statue of panchmukhi hanumanji was sitting under the kalpavriksha

ધર્મ / એકમાત્ર એવાં હનુમાનજી... જ્યાં મંદિરને નથી તાળા લાગતા, ના તો પૂજારી રાતવાસો કરતા, કારણ ચોંકાવનારું

Arohi

Last Updated: 03:21 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Panchmukhi Hanumanji: દમોહ જિલ્લાના પંચમુખી હનુમાનજી મંદરની ખાસ વાત એ છે કે મંદરના કપાટ પર ક્યારેય તાળુ નથી લગાવવામાં આવતું. તમે જે પણ સમયે જેટલા સમય સુધી પૂજા કરવા માંગો તમે કરી શકો છો.

  • દમોહમાં આવેલું છે પંચમુખી હનુમાનજીનું મંદિર 
  • મંદરના કપાટ પર ક્યાકેય નથી હોતુ તાળુ 
  • અહીં કલ્પવૃક્ષની નીચે બિરાજે છે હનુમાનજી 

મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં તમને મોટાભાગે હનુમાન મંદિર 450 વર્ષ પહેલાના મળશે. હકીકતે આ સમયે સંદેલ શાસકોએ અહીં રાજ કર્યું હતું. ચંદેલ શાસક પોતાના ઈષ્ટના રૂપમાં હનુમાનજી મહારાજને માને છે. જેના કારણે સાશકોએ જગ્યા જગ્યા પર હનુમાનજી મહારાજની મૂર્તિઓની સ્થાપના કરી. 

તેમાંથી અક મંદિર દમોહ જબલપુર માર્ગ પર તેજગઢ બ્લોકના હરઈમાં છે. કટંગી પુલિયા નામના સ્થાન પર કલ્પવૃક્ષની નીચે પંચમુખી હનુમાનની આ પ્રાચીન મૂર્તિ બિરાજમાન છે. જેમના દૂર દૂર સુધી માન્યતા છે. 

મંદિરના પટો પર નથી લાગતુ તાળુ 
મંદિરની ખાસ વાત એ છે કે મંદિરના પટો પર ક્યારેય પણ તાળુ નથી લાગતું. તમે જે પણ સમયે જેટલા સમય સુધી પુજા કરવા માંગો તમે કરી શકો છો. અહીં સવારની પૂજા બાદ તમને પૂજારી નહીં મળે. આ રસ્તાથી પસાર થતા યાત્રી પંચમુખી હનુમાન મહારાજના દરબારમાં પૂજા અર્ચના કરે છે. 

માનવામાં આવે છે કે લોકોની જે પણ મનોકામના હોય છે. તે લાલ કપડામાં નારિયેળને મંદિર પરિસરમાં બાંધી દેવાથી પુરી થાય છે. માનતા પુરી થયા બાદ તે નારિયેળને કપડાથી બહાર કાઢી તેને વધારી તેને હનુમાનજી મહારાજને ભોગ લગાવવામાં આવે છે. 

વર્ષોથી ચાલી આવે છે આ પ્રથા
ગામના વૃદ્ધોએ જણાવ્યું કે શરૂઆતથી જ એવું થઈ રહ્યું છે કે સવારે પંચમુખી હનુમાનજી મહારાજનું પૂજન અને શ્રણગાર બાદ પુજારી મંદિરમાં નથી રોકાતા અને આજ સુધી મંદિરમાં ક્યારેય તાળુ નથી લગાવવામાં આવ્યું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ