બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:14 AM, 26 March 2023
ADVERTISEMENT
ટીવી એક્ટ્રેસ દલજીત કૌર અને નિખિલના લગ્ન બાદ બને હનીમૂન માટે સિંગાપુર ગયા છે. આ દરમિયાન બંને પતિ-પત્ની હનીમૂનની મોજ માણી રહ્યા છે. આ વેળાએ અભિનેત્રીએ બેડરૂમમાંથી પતિ નિખીલ સાથેની આરામદાયક પળોની તસ્વીર શેર કરી છે. દલજીત અને નિખિલ પટેલની બેડરૂમની તસ્વીર વાયરલ થતા ચાહકો ચોંકી ઉઠ્યા છે.

ADVERTISEMENT
દલજીત અને નિખિલ પટેલના બેડરૂમમાંથી શેર કરવામાં આવેલ રોમાન્સની આ તસવીર હાલ ઇન્ટરનેટ ઉપર ભારે ધૂમ મચાવી રહી છે. દંપતીની આ તસવીરને લોકો ખૂબ આવકાર આપી રહ્યા છે.

ADVERTISEMENT
મહત્વનું છે કે તસવીરમાં નવદંપતીએ પોતાના પગ પર બને એક સમાન ટેટુ દોરાવ્યા છે. ખાસ વાત એ છે કે કપલે તેના પગ પર દોરાવેલ ટેટુમાં બીજા લગ્નનો ઉલ્લેખ કરી અને ટેક ટુ લખ્યું છે. જે અંગેની તસવીર પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

ADVERTISEMENT
નોંધનીય છે કે દલજીત અને નિખિલના આ બીજા લગ્ન છે આ અગાઉ દલજીતે બિગ બોસમાં તેની સાથે કામ કરતા ફેમ સાનિલ ભનોટ સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ બંને વચ્ચે અણબનાવ બનતા છૂટાછેડા થયા હતા. જેને એક પુત્ર પણ છે અને હવે દલજીતે નિખિલ સાથે લગ્ન કરી લીધા છે. તો નિખિલના પણ આ બીજા લગ્ન છે તેના પણ અગાઉ એક પુત્ર છે.

ADVERTISEMENT
દલજીતનો પતિ નિખિલ યુકેમાં રહે છે અને એક ફાયનાન્સ કંપનીમાં કામ કરે છે. વધુમાં તે કામના કારણે સતત કેન્યાના નૈરોબીમાં રહે છે. લગ્ન બાદ દલજીત પણ તેના પતી સાથે વિદેશમાં શિફટ થયા તેવું જાણવા મળી રહ્યું છે,

સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.