બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Dalai Lama apologizes for kissing baby, I apologize if my words hurt anyone: The Dalai Lama

સ્પષ્ટતા / બાળકને ચુંબન કરવા મુદ્દે દલાઇ લામાએ માંગી માફી, કહ્યું 'મજાકિયા અંદાજમાં....'

Priyakant

Last Updated: 02:35 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દલાઈ લામાએ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે, જો તેમના શબ્દોથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો તે છોકરા અને તેના પરિવારની તેમજ વિશ્વભરના તેના મિત્રોની માફી માંગે છે

  • બાળકને ચુંબન કરવા મુદ્દે દલાઇ લામાએ માંગી માફી
  • મારા શબ્દોથી કોઈને દુઃખ પહોંચ્યું હોયતો હું માફી માંગુ છું: દલાઇ લામા 
  • દલાઇ લામા સગીર છોકરાને હોઠ પર ચુંબન કરતો વિડીયો થયો વાયરલ 

તિબેટના ધર્મગુરુ દલાઈ લામાના વાયરલ થયેલા વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો થયો છે. જે બાદ તેમણે નિવેદન જાહેર કરીને માફી માંગવી પડી હતી. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, 'એક વીડિયો ક્લિપ સર્ક્યુલેટ થઈ રહી છે, જેમાં દલાઈ લામાએ તાજેતરમાં એક છોકરાને મળ્યા બાદ તેને પૂછ્યું કે શું તે તેને ગળે લગાવી શકે છે.' દલાઈ લામાએ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે, 'જો તેમના શબ્દોથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો તે છોકરા અને તેના પરિવારની તેમજ વિશ્વભરના તેના મિત્રોની માફી માંગે છે. દલાઈ લામા જાહેરમાં અને કેમેરાની સામે તેઓ જે લોકોને મળે છે તેઓને ઘણીવાર રમૂજી રીતે ચીડવે છે. આ ઘટના બદલ તેમને ખેદ છે.

શું હતો વિવાદ ? 
વાયરલ વીડિયોમાં તિબેટના ધર્મગુરુ દલાઈ લામા એક સગીર છોકરાને હોઠ પર ચુંબન કરે છે અને પછી તેને તેની જીભ ચૂસવાનું કહે છે. આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે છે. કેટલાક તેમનો બચાવ કરી રહ્યા છે તો કેટલાક તેમનો વિરોધ કરી રહ્યા છે. વીડિયોમાં દલાઈ લામા સગીર છોકરાને પૂછતા સાંભળી શકાય છે, 'શું તમે મારી જીભ ચૂસી શકો છો.' એક યુઝરે કહ્યું, 'દુનિયાના સૌથી પ્રખ્યાત ધાર્મિક નેતાઓમાંના એક દલાઈ લામા અત્યારે ટ્રેન્ડ કરી રહ્યા છે કારણ કે તેમણે એક સગીર છોકરાને 'તેની જીભ ચૂસવા' કહ્યું હતું. આ સાબિત કરે છે કે આપણે અનૈતિકતાના નવા યુગમાં પ્રવેશ્યા છીએ. તે બધા પોતાને જાહેર કરી રહ્યા છે અને આ ખરેખર ખરાબ છે.

લોકોએ કરી ધરપકડની માંગ
અન્ય એક યુઝરે કહ્યું, 'દલાઈ લામાને આવું કરતા જોઈને હું સંપૂર્ણપણે આશ્ચર્યચકિત છું. ભૂતકાળમાં પણ તેમણે પોતાના નિવેદનો માટે માફી માંગવી પડી હતી. નાના છોકરાને 'મારી જીભ ચૂસવા' કહેવુ એ ઘૃણાજનક છે. અન્ય યુઝરે બાળ યૌન શોષણ માટે ધરપકડની માંગ કરી અને કહ્યું, 'હું શું જોઈ રહ્યો છું? શું આ દલાઈ લામા છે? બાળ જાતીય શોષણ માટે તેમની ધરપકડ કરવાની જરૂર છે. 

અન્ય એક યુઝરે કહ્યું, 'દલાઈ લામાનું જાહેરમાં કરવામાં આવેલ આ ખૂબ જ નિંદનીય વર્તન છે. આ જાતીય સતામણી અને છેડતીની શ્રેણીમાં આવવું જોઈએ. કોઈપણ બાળકને આવી સ્થિતિમાં ન મુકવું જોઈએ. આશા છે કે વહીવટીતંત્ર ધ્યાન આપશે. પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવો જોઈએ. આ પહેલીવાર નથી જ્યારે દલાઈ લામાને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા વર્ષો પહેલા તેમણે કહ્યું હતું કે, જો તેની અનુગામી સ્ત્રી હોય તો તે આકર્ષક હોવી જોઈએ. આ અંગે પણ વિવાદ ઉભો થયો છે. બાદમાં ધર્મગુરુએ માફી માંગવી પડી હતી.

દલાઈ લામાનો બચાવ કરનારા કેટલાક લોકો કહે છે કે, આ તિબેટીયન પ્રથા છે. જે કોઈને માન બતાવવા માટે કરવામાં આવે છે. જોકે જ્યારે આ સંબંધિત અહેવાલો જોયા તો જાણવા મળ્યું કે, રિવાજ મુજબ લોકો તેમની જીભ બતાવીને સ્વાગત કરે છે. આમાં જીભ ચૂસવા જેવી કોઈ વાત નથી. એક અહેવાલ મુજબ તિબેટમાં જીભ બતાવીને કોઈને માન આપવાનો રિવાજ છે. 9મી સદીથી અહીં આ પ્રથા ચાલી રહી છે. જ્યારે લાંબા દરમા નામનો રાજા રાજ કરતો હતો ત્યારથી આવું થઈ રહ્યું છે. તેની પાસે કાળા રંગની જીભ હતી. લોકોને આ રાજા બિલકુલ પસંદ ન હતો. તિબેટના લોકો માને છે કે, રાજાનો પુનર્જન્મ થયો છે. તેથી તે તેના આગલા જન્મમાં રાજા ન હતો તે સાબિત કરવા તે તેની જીભ બતાવે છે. જોકે આ અહેવાલમાં કે, અન્ય કોઈ અહેવાલમાં જીભ ચૂસવાની વાત લખાઈ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ