બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Dakho again in Gujarat Congress: Ex-MLA Gyasuddin Sheikh annoyed, Kharge, Rahul Gandhi, Priyanka Gandhi was tagged in tweet

એક સાંધો ત્યાં તેર તૂટે / ગુજરાત કોંગ્રેસમાં ફરી ડખો: પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખ નારાજ, ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીને ટ્વીટ ટેગ કરી કાઢી ભડાસ

Vishal Khamar

Last Updated: 12:11 AM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ બદલાતાની સાથે જ ધીમે ધીમે અંદરો અંદર ચાલી રહેલ વિખવાદને કાર્યકરો સોશિયલ મીડિયાનાં માધ્યમથી પોતાની ભડાશ કાઢી રહ્યા છે. ત્યારે કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય દ્વારા ટ્વિટ કરીને સીનીયર નેતાઓથી નારાજગી વ્યક્ત કરી છે.

  • ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટેની સ્થિતિ યથાવત 
  • કોંગ્રેસના સિનિયર નેતાઓથી પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખ નારાજ
  • પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ટ્વીટ નારાજગી દર્શાવી

 ગુજરાતમાં હાલ કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ યથાવત છે. ત્યારે કોંગ્રેસનાં સિનિયર નેતાઓથી પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ નારાજ હોવાનું સામે આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ટ્વીટ કરી નારાજગી દર્શાવી છે. ગુજરાતમાં કોંગ્રેસનાં ઈતિહાસની સૌથી ખરાબ હાર છે. ત્યારે હારનું કારણ શોધવાવાળી સત્ય શોધક સમિતિ પર ગ્યાસુદ્દીન શેખે સવાલો ઉઠાવ્યા છે. ગ્યાસુદ્દીન શેખ દ્વારા મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીને ટ્વિટમાં ટેગ કરીને માંગ કરી છે. જેમાં દિવસ-રાત મહેનત કરતા નેતાઓને મહત્વ આપવાની માંગ કરી છે.

પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દિલ્લી પહોંચ્યા
છેલ્લા કેટલાય સમયથી શુષ્ક અવસ્થામાં રહેલ ગુજરાત કોંગ્રેસમાં નવી 'શક્તિ'નો સંચાર થાય તેવા  એંધાણ વર્તાઈ રહ્યા છે. કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલે કમાન સંભાળ્યા બાદ નવાજૂનીના ભણકારા વાગી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં જુસ્સો ભરવા કવાયાત હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દિલ્લી પહોચ્યા છે.  અચાનક પ્રદેશ પ્રમુખ દિલ્લી રવાના થતા ગુજરાત કોંગ્રેસમાં નવી જૂનીના એંધાણના અણસાર મળી રહ્યા છે. બીજી બાજુ દિલ્લીમાં અગત્યની બેઠક હોવાથી શક્તિસિંહ ગોહિલ દિલ્હી ગયાનું જાણવા મળી રહ્યું છે.

યુથ કોંગ્રેસ પ્રમુખે આક્ષેપોનો વળતો જવાબ આપ્યો
એકબાજુ પ્રદેશ પ્રમુખને બદલીને ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવાનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસમાં અંદરો અંદર ચાલી રહેલ વિખવાદનાં કારણે રોજ મીડિયામાં એકબીજી પર કોંગ્રેસનાં નેતાઓ દ્વારા આક્ષેપબાજી કરવામાં આવી રહી છે. સત્ય શોધ સમિતીનાં રિપોર્ટ બાદ પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્વારા ટિકીટ વેચાણ કર્યાનાં આક્ષેપ બાદ આજે યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ દ્વારા રાજેશ ગોહિલનાંઆક્ષેપોનો વળતો જવાબ આપ્યો હતો. 

પ્રભારી અને પ્રમુખે વહીવટ કરીને ટિકિટ આપીઃ  પૂર્વ MLA રાજેશ ગોહિલ
કોંગ્રેસની સત્યશોધક સમિતિના રિપોર્ટ બાદ કોંગ્રેસના પૂર્વ MLA રાજેશ ગોહિલે કહ્યું કે, સત્યશોધક સમિતિનો રિપોર્ટ સાચો છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ટિકિટનું વેચાણ કર્યું છે. જેના કારણોસર સારા આગેવાનોની ટિકિટ કપાઈ હતી. તેમણે જણાવ્યું છે કે, 2022માં કોંગ્રેસનું ધોવાણ થયું તેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જવાબદાર છે. તમામ નેતાઓએ મોટામોટા વહીવટ કરી ટિકિટ આપી છે. તો રાજેશ ગોહિલે પ્રદેશ પ્રમુખ અને પ્રભારીને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ