બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / dadasaheb bhagat worked as a office boy in infosys become ceo of 2 company

Success Story / ઈન્ફોસિસમાં લોકોને ચા-પાણી આપવાનું કામ કરતાં યુવકે ઊભી કરી દીધી બે કંપનીઓ, કામ એવું કે ખુદ PMએ કર્યા હતા વખાણ

Arohi

Last Updated: 12:39 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Success Story: 31 વર્ષના દાદાસાહેબ ભગતે કોઈ વિચારી પણ ન શકે તેવું કામ કરી બતાવ્યું છે. એક ઓફિસમાં ચા-પાણી આપતો ઓફિસ બોય આજે બે-બે કંપનીનો માલિક છે.

  • 31 વર્ષના દાદાસાહેબ ભગતે કર્યો કમાલ 
  • ઓફિસમાં પહેલા આપતા હતા ચા-પાણી 
  • આજે છે બે કંપનીઓના માલિક 

ટેલેન્ટ દરેકની અંદર હોય છે. પરંતુ ધગસની સાથે કંઈક કરી બતાવવાની તાકાત દરેકમાં નથી હોતી. પરિસ્થિતિઓ ગમે તેવી હોય પરંતુ તમારો ધ્યેય નિશ્ચિત હોવો જોઈએ. આવું જ કંઈક કરી બતાવ્યું છે 31 વર્ષના દાદાસાહેબ ભગતે. તેઓ એક સમયે ઈન્ફોસિસમાં ઓફિસ બોયનું કામ કરતા હતા. ઓફિસ બોયની નોકરી કરતા તેમણે ક્યારેય પણ હાર નથી માની અને પોતાના સપના તરફ આગળ વધતા ગયા. આજે તે બે કંપનીઓના માલિક છે. ખુદ પ્રધાનમંત્રી પણ દાદાસાહેબ ભગતની મહેનતના વખાણ કરી ચુક્યા છે. 

 

કોણ છે દાદાસાહેબ ભગત  
દાદાસાહેબ ભગતનો જન્મ 1994માં મહારાષ્ટ્રના બીડમાં થયો હતો. દાદાસાહેલે હાઈ સ્કૂલનો અભ્યાસ કર્યા બાદ પુણેથી આઈટીઆઈનો કોર્સ પુરો કર્યો. તેમને ત્યારે નોકરીની ખૂબ જરૂર હતી. માટે તેમણે ઈન્ફોસિસના ગેસ્ટ હાઉસમાં સર્વિસ બોયની નોકરી કરી લીધી. 

ઈન્ફોસિસના ગેસ્ટ હાઉસમાં તેમનું કામ લોકોને રૂમ સર્વિસ, ચા-પાણી આપવાનું હોતું હતું. આ કામ માટે તેમની સેલેરી 9 હજાર રૂપિયા દર મહિને હતી. તે જાણતા હતા કે તે નોકરી તેમના માટે નથી. ઈન્ફોસિસમાં કામ વખતે તેમને સોફ્ટવેરના મહત્વ વિશે ખબર પડી. તેમણે નક્કી કરી લીધુ કે તે હવે તેને શીખશે. 

દિવસે નોકરી, રાત્રે અભ્યાસ 
દાદાસાહેબ ભગત દિવસમાં નોકરી કરતા હતા અને રાત્રે ગ્રાફિક્સ ડિઝાઈનિંગ અને એનીમેશનનો અભ્યાસ કરતા હતા. આ કોર્સને પુરો કર્યા બાદ તેમને મુંબઈમાં એક નોકરી મળી ગઈ. થોડા દિવસ ત્યાં નોકરી કર્યા બાદ તે હૈદરાબાદ આવી ગયા. તેમણે ત્યાં નોકરીની સાથે સાથે C++ અને Pythonનો કોર્સ કર્યો. નવી વસ્તુ વિશે જાણવા અને તેને શિખવાનો હંમેશા તેમણે પ્રયત્ન કર્યો હતો. 

ચા-પાણી પીવડાવતા પીવડાવતા ઉભી કરી દીધી કંપની 
ડિઝાઈન અને ગ્રાફિક્સ કંપનીની સાથે કામ કરતા તેમણે જોયું કે ફરી ઉપયોગ થતા ડિઝાઈન અને ટેમ્પલેટ્સની લાઈબ્રેરી પર કામ કરવું ખૂબ સારો વિકલ્પ છે. અહીંથી જ તેમણે સ્ટાર્ટઅપની શરૂઆત કરી. તેમણે ડિઝાઈન ટેમ્પલેટ્સને ઓનલાઈન વેચવાનું શરૂ કરી દીધુ. 

બિઝનેસ શરૂ જ કરવાનો હતો કે એક માર્ગ અકસ્માતના કારણે તેમને ઘણા મહિનાઓ સુધી બેડ રેસ્ટ કરવો પડ્યો. તેમણે આ સમયે પોતાના સ્ટાર્ટઅપની તૈયારીઓ કરી લીધી. વર્ષ 2015માં તેમણે પોતાની પહેલી કંપની Ninthmotion શરૂ કરી. થોડા જ સમયમાં તેમની સાથે 6,000 કસ્ટમર જોડાયા. 

દેશી કેનવાનો જન્મ 
દાદાસાહેબ અહીં જ ન રોકાયા, તેમણે ઓનલાઈન ગ્રાફિક્સ ડિઝાઈનિંગ પર સતત કામ કરવાનું ચાલું રાખ્યું. તેમણે ગ્રાફિક્સ ડિઝાઈનનું નવું સોફ્ટવેર ડિઝાઈન કરી દીધુ. જે કેનવા જેવું જ છે. હકીકતે લોકડાઉન વખતે તેમને ગામ છોડવું પડ્યું. ગામમાં ગૌશાળામાં તેમણે પોતાની અસ્થાયી ઓફિસ તૈયાર કરી. ખેતરમાં મિત્રોએ એનીમેશન અને ડિઝાઈનનું કામ શીખી લીધુ અને પછી તેમણે પોતાની કંપનીમાં તેમને નોકરી આપી. 

વર્ષ 2020માં તેમણે સરળ ડિઝાઈનિંગ સોફ્ટવેર તૈયાર કર્યું અને પોતાની બીજી કંપની DooGraphicsની શરૂઆત કરી. ક્યારેક 9000 રૂપિયાની નોકરી કરનાર દાદાસાહેબ આજે લાખોની કમાણી કરી રહ્યા છે.  26 સપ્ટેમ્બર 2020એ પીએમ મોદીએ પણ પોતાના કાર્યક્રમ મન કી બાતમાં દાદાસાહેબ ભગતના કામના વખાણ કર્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ