બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / D K shivkumar political history, man of the karnataka, know everything about his career

રાજનીતિ / કોણ છે મેન ઑફ ધ કર્ણાટક DK શિવકુમાર? જ્યારે સંકટમાં હતી પાર્ટી ત્યારે બન્યા તારણહાર, 23ની ઉંમરે દેવગૌડાની આપી હતી ચેલેન્જ

Vaidehi

Last Updated: 01:55 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકનાં સૌથી અમીર ધારાસભ્ય, મેન ઓફ ધ કર્ણાટક તરીકે પ્રખ્યાત એવા ડીકે શિવકુમારે 23 વર્ષની નાની ઉંમરે રાજનીતિમાં સફળતાપૂર્વક પગ મૂક્યો હતો.

  • કર્ણાટકનાં સૌથી અમીર ધારાસભ્ય છે ડીકે શિવકુમાર
  • કોંગ્રેસનાં સંકટમોચક અને મેન ઓફ ધ કર્ણાટક તરીકે પ્રખ્યાત
  • 23 વર્ષની ઉંમરે દેવગૌડાને આપી હતી માત

વર્ષ 1985માં કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી હતી જેમાં 4 વખત MLA અને 2 વખત વિધાનસભામાં વિપક્ષ નેતા રહી ચૂકેલા એચ.ડી. દેવગૌડા સાથનૂર સીટથી ચૂંટણી લડી રહ્યાં હતાં. કોંગ્રેસનાં દેવગૌડાને 23 વર્ષનાં જુવાને ટક્કર આપી અને દેવગૌડા 15 હજાર વોટથી ચૂંટણી હારી ગયાં. આ યુવાન છોકરાનું નામ ડીકે શિવકુમાર હતું. આ વખતે કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસ 135 સીટોથી જીતી જેની પાછળનો શ્રેય પાર્ટીનાં સંકટમોચક એવા શિવકુમારને જાય છે. મેન ઓફ ધ કર્ણાટક તરીકે પ્રખ્યાત 60 વર્ષનાં ડીકે શિવકુમાર કિંગમેકર રહી ચૂક્યાં છે.

1989માં ચૂંટણી જીતી પછી ક્યારેય નથી હાર્યા
1989માં ડીકે શિવકુમાર સાથનૂરથી ચૂંટણી જીત્યાં અને બંગારપ્પાની સરકારમાં મંત્રી બન્યા. એ સમયે શિવકુમારની ઉંમર માત્ર 27 વર્ષની હતી. 1999માં તેમણે વિધાનસભાની ચૂંટણીમાં પૂર્વ PM દેવગૌડાનાં પુત્ર એચ.ડી કુમારસ્વામીને સાથનૂરથી હરાવ્યાં. શિવકુમાર સતત 4 વાર
1989,1994,1999 અને 2004માં સાથનૂરથી જીત્યા અને હંમેશા 40હજારથી વધારે વોટથી જીત્યાં. ત્યારબાદ 2008થી તેઓ કનકપુરાથી ચૂંટણી લડતાં હતાં અને ત્યાં પણ જીતતાં આવ્યાં છે.

ભ્રષ્ટાચારનાં આરોપમાં જેલ થઈ
13 મેનાં આવેલા રિઝલ્ટ બાદ ડીકે શિવકુમાર મીડિયાની સામે રડતાં રડતાં બોલ્યાં કે,' હું ભૂલી નહીં શકુ કે શ્રીમતી સોનિયા ગાંધી મને જેલમાં મળવા આવી હતી. BJPનાં લોકોએ મને જેલમાં નાખ્યો હતો. ત્યારે મેં પદ પર રહેવાનાં બદલે જેલમાં રહેવાનું પસંદ કર્યું.'મની લોન્ડેરિંગ અને ટેક્સ ચોરીનાં આરોપમાં 3 સપ્ટેમ્બર 2019નાં EDએ સતત 4 દિવસ સુધી પૂછપરછ બાદ શિવકુમારની ધરપકડ કરી હતી. આશરે તેઓ 4 મહિના જેલમાં રહ્યાં અને વિધાનસભા ચૂંટણી પહેલા બહાર આવ્યાં.

કર્ણાટકનાં સૌથી અમીર ધારાસભ્ય
ચૂંટણીપંચનાં રિપોર્ટ અનુસાર ડીકે શિવકુમારની કુલ સંપત્તિ 1413 કરોડ છે.  2018માં તેમની સંપત્તિ 840 કરોડ રૂપિયા હતી જે 2023માં વધીને 1413 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. તેમની પાસે 3.28 કરોડ રૂપિયાની જ્વેલેરી તો 4.20 કરોડ રૂપિયાનાં બોન્ડ અને પર્સનલ શેર છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ