બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Cyclone Mocha storm formed over bengal heavy rain expected

Cyclone Mocha / જાણો કેટલું ખતરનાક હશે ચક્રવાત 'મોચા'! કેવી રીતે પડ્યું નામ, શું છે અર્થ? જાણો તમામ વિગત

Arohi

Last Updated: 09:54 AM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyclone Mocha: ભારત હવામાન વિભાગે ચેતાવણી આપી છે કે સોમવારે બંગાળની ખાડીની ઉપર બનેલું દબાણ ક્ષેત્રના બુધવાર સુધી ચક્રવાત બની શકે તેવી સંભાવના છે. તેનાથી ભારે વરસાદ અને વાવાઝોડુ આવવાની આશંકા છે.

  • હવામાન વિભાગે આપી ચેતાવણી 
  • બંગાળની ખાડીમાં આવે શકે છે વાવાઝોડુ 
  • બુધવાર સુધી લૉ-પ્રેશર બની શકે છે ચક્રવાત

પશ્ચિમ બંગાળ અને ઓડિશા, આ વર્ષે આવનાર પહેલા ચક્રવાત મોચા માટે તૈયારી કરી રહ્યા છે. ભારત હવામાન વિભાગે આવાનાર દિવસોમાં એક ક્ષેત્રમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ભવિષ્યવાણી કરી છે. 

ભારત હવામાન વિભાગની ચેતાવણી છે કે સોમવારે બંગાળની ખાડીની ઉપર બનેલા લૉ પ્રેશરના ક્ષેત્રના બુધવારે ચક્રવાતમાં ફેરાવવાની સંભાવના છે. મોચા નામ યમન દ્વારા એક લાલ સાગર બંદરગાહ શહેરના બાદ સુચવવામાં આવ્યું હતું. જેના વિશે કહેવાય છે કે તેણે 500 વર્ષથી પણ પહેલા દુનિયામાં કોપી રજૂ કરી હતી. 

70 કિમી પ્રતિ કલાકની હશે ઝડપ 
હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે વાવાઝાડુ શરૂઆતમાં 11 મે સુધી ઉત્તર-ઉત્તરપશ્ચિમથી મધ્ય બંગાળની ખાડીની તરફ વધશે અને પછી તેમની દિશા બદલાઈ જશે અને તે ઉત્તર પૂર્વોત્તરમાં બાંગ્લાદેશ-મ્યાંમાર તટ સુધી વધશે. 

તેને જોતા માછીમાક, જહાજો અને નાની હોડીને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં ન જવાનું કહેવામાં આવ્યું છે. અનુમાન અનુસાર આ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં 70 કિમી પ્રતિ કલાકની રફ્તારથી વરસાદ અને વાવાઝોડુ લાવી શકે છે. 

દક્ષિણી રાજ્યોમાં વરસાદ હોવાની સંભાવના 
હવામાન કાર્યાલયનું કહેવું છે કે જેવું વાવાઝોડુ મોચા આગળ વધશે. દક્ષિણી રાજ્યોમાં વરસાદ થવાની આશા છે અને અંડમાન અને નિકોબાર દ્વીપ સમુહમાં મંગળાવરે ખૂબ ભારે વરસાદ થવાની સંભાવના છે. 

ક્યારે આવે છે વાવાઝોડુ? 
ભારત હવામાન વિભાગ અનુસાર, 'ચક્રવાત' વાતાવરણમાં એક તીવ્ર વાવાઝોડુ હોય છે જેની ચારે બાજુ ફાસ પવન ફુકાઈ રહ્યો હોય છે. 'ચક્રવાત' શબ્દની ઉત્પત્તિ ગ્રીક શબ્દ સાઈક્લોસમાંથી થઈ છે. જેનો અર્થ છે સાંપનું કુંડલિત થવું. 

ચક્રવાત ત્યારે બને છે જ્યારે સમુદ્રના કારણે તાપમાન 26.5 ડિગ્રી સેલ્સિયસના ઉપર થઈ જાય છે અને સામાન્ય રીતે પોતાની સાથે વધારે હવાઓ અને ભારે વર્ષા લાવે છે જેના પરિણામસ્વરૂપ તટીય વિસ્તારમાં પુર સહિત મોટા પાયે વિનાશ થઈ શકે છે. 

ચક્રવાત મોચાના નામનો શું છે મતલબ? 
યમન દ્વારા આ ચક્રવાતનું નામ મોચા રાખવામાં આવ્યું છે. જે તેમણે લાલ સાગર પર સ્થિત એક બંદરગાહ શહેર પર સુચવ્યું હતું. કહેવાય છે કે આ શહેરે 500 વર્ષથી પહેલા દુનિયામાં કોફી રજૂ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ