બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / cyclone Biparjoy speed down says imd director mrityunjay mahapatra give upade

BIG NEWS / 6 કલાકથી ધીમું પડ્યું બિપોરજોય વાવાઝોડું, પણ રાહત મળશે કે નહીં? IMDના ડાયરેક્ટરે આપ્યા અપડેટ

Malay

Last Updated: 02:28 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyclone Biparjoy Update: બિપોરજોય વાવાઝોડાને લઈને IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું હાલમાં ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 280 કિમી દૂર છે. છેલ્લા છ કલાકમાં બિપોરજોય વાવાઝોડું ધીમુ પડ્યું છે.

 

  • બિપોરજોય વાવાઝોડાને લઈને મોટા સમાચાર
  • 6 કલાકમાં ધીમુ પડ્યું છે વાવાઝોડું
  • 'આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે'

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે ત્યારે વાવાઝોડા પહેલા રાજ્યના દરિયા કિનારા પાસે તેની મોટા પ્રમાણમાં અસર દેખાઈ રહી છે. બિપોરજોય વાવાઝોડું સતત ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ મુજબ વાવાઝોડું આવતીકાલે ગુરુવાર (15 જૂન)એ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે, જેના માટે વહીવટી તંત્ર એલર્ટ છે. વાવાઝોડાનું સૌથી વધુ સંકટ દરિયા કિનાર પર જોવા મળી રહી છે. જેના કારણે હજારો લોકોને સ્થળાંતરિત કરાયા છે. ચક્રવાત બિપોરજોયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્રએ સેનાની ત્રણેય પાંખ આર્મી, નેવી અને એરફોર્સની પણ મદદ લીધી છે. આ દરમિયાન વાવાઝોડા અંગે મોટી માહિતી સામે આવી છે.

છ કલાકમાં બિપોરજોય વાવાઝોડું ધીમુ પડ્યું
ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક (ડાયરેક્ટર જનરલ) મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે, છેલ્લા છ કલાકમાં બિપોરજોય વાવાઝોડું ધીમુ પડ્યું છે. બિપોરજોય વાવાઝોડું હાલમાં ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 280 કિમી દૂર છે. છેલ્લા 6 કલાકમાં વાવાઝોડાની ગતિ ધીમી પડી છે અને તે લગભગ સ્થિર છે. 

આવતીકાલે ટકરાશે બિપોરજોય વાવાઝોડું
મૃત્યુંજય  મહાપાત્રાએ જણાવ્યું કે, હાલની આગાહી મુજબ તે ભારે વાવાઝોડાના રૂપમાં 15મી જૂને સાંજે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા સાથે ટકરાશે. આ દરમિયાન પવનની ગતિ 125-135 કિમી પ્રતિ કલાકની રહેશે, જે 150 કિમી પણ હોઈ શકે છે. વાવાઝોડાની ઝડપ કચ્છમાં સૌથી વધારે રહી શકે છે. માછીમારોને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી 15મી તારીખ સુધી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આજે બુધવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડશે. ગુરુવારે પણ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં ભારે વરસાદ પડશે.

એક બાદ એક બંધ થઈ રહ્યા છે ગુજરાતનાં બીચ, હોર્ડિંગ્સ ઉતારી લેવાયા, ગુજરાતથી  આટલું દૂર છે વાવાઝોડું બિપોરજોય | All the districts of Gujarat have been  alerted due to ...

શુક્રવારે ઘટી જશે ઝડપ
વાવાઝોડાની અસર ગુરુવારે સૌથી વધુ રહેશે. બીજા દિવસે 16મીએ સવારે તેની ઝડપ ઘટીને 85 કિ.મી. સુધી પહોંચી જશે. વાવાઝોડું 17મીએ રાજસ્થાનમાં પ્રવેશ કરશે પરંતુ ત્યાં સુધીમાં તેની ઝડપ ઘણી ઓછી હશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ