ગુજરાતના દરિયાના કાંઠા વિસ્તારમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. દ્વારકા, પોરબંદર, ગીરસોમનાથ, કચ્છ સહિતના જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.
સંભવિત બિપરજોય વાવાઝોડાને લઇ મહત્વના સમાચાર
બિપરજોય વાવાઝોડું પોરબંદરથી સમુદ્રમાં 420 કિ.મી. દૂર
દ્વારકાથી સમુદ્રમાં 460 કી.મી. દૂર છે બિપરજોય વાવાઝોડું
અરબી સમુદ્રમાંથી ઉદભવેલું બિપોરજોય નામનું વાવાઝોડું સતત તેની દિશા બદલી રહ્યું છે. અત્યાર સુધી ગુજરાત પર ખાસ અસર નહીં જોવા મળે તેવી આગાહી હતી જો કે વાવાઝોડું પોતાની દિશા બદલતા હવે ગુજરાત પર તેનો સૌથી વધુ ખતરો છે. હાલ ગુજરાતના દરિયાના કાંઠા વિસ્તારમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. દ્વારકા, પોરબંદર, ગીરસોમનાથ, કચ્છ સહિતના જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બિપરજોય વાવાઝોડાની અસર દરિયામાં જોવા મળી છે. હાલ તમામ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. 15 જૂને દરિયા કાંઠાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની કરવામાં આવી છે. જેને વહીવટી તંત્ર સજ્જ થઇ ગયું છે. તમામ જિલ્લા અધિકારીઓને સૂચના આપી દેવાઇ છે.
બિપરજોય વાવાઝોડું 15 જૂનના રોજ સૌરાષ્ટ્રને ક્રોસ કરશે
સંભવિત બિપોરજોય વાવાઝોડાને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે કે, આ વાવાઝોડું પોરબંદરના સમુદ્રથી 420 કિ.મી દૂર છે અને દ્વારકાના સમુદ્રથી 4601 કી.મી દૂર છે તેમજ નલિયાના સમુદ્રથી 550 કી.મી. દૂર બિપરજોય વાવાઝોડુ છે અને 15 જૂનના રોજ સૌરાષ્ટ્રને ક્રોસ કરશે.
પોરબંદરથી 420 કિલોમીટર દૂર બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી માત્ર 420 કિલોમીટર દૂર અને દ્વારકાથી 530 કિમી દૂર છે. બંદરો પર હાલ ભયજનક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બિપોરજોયને લઈને ગુજરાતના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ છે. આ વાવાઝોડું ધીમે-ધીમે નજીક આવી રહ્યું છે. ગઇકાલે રાતે એન.ડી.આર.એફની ટીમ પોરબંદર પહોચી ગઈ છે.
કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે વાવાઝોડું
IMDની વેબસાઈટ મુજબ, વાવાઝોડું માંડવીથી પણ પસાર થઈ શકે છે. વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાંચીની વચ્ચેથી પસાર થાય તેવી શક્યતા છે. આ વચ્ચે હવે કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોમાં તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. જખૌ પોર્ટ ખાતે માછીમારી બોટોને સલામત સ્થળે ખસેડાઈ છે. જખૌ પોર્ટ ખાતે પવનની ગતિમાં વધારો થયો છે.