બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / CSK team player deepak chahar out of ipl entire seasion

IPL 2022 / CSKને જોરદાર ઝટકો: ટીમનો સ્ટાર પ્લેયર IPL2022ની સિઝનમાંથી બહાર, જાણો કેમ

Khyati

Last Updated: 04:03 PM, 12 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગ્લોરમાં યોજાયેલી મેગા ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડની જંગી બોલી લગાવીને ખરીદ્યો હતો. દીપકે તેની IPL કરિયરમાં અત્યાર સુધી 63 મેચમાં 59 વિકેટ લીધી છે.

  • ચેન્નાઈ સુપર કિંગ્સને વધુ એક મોટો આંચકો
  • ફાસ્ટ બોલર દીપક ચહરને પીઠમાં ઇજા  
  • IPLની આખી સિઝનમાંથી બહાર 

IPL 2022માં સતત ચાર મેચ હારનાર ચેન્નાઈ સુપર કિંગ્સને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ટીમનો ઓલરાઉન્ડર દીપક ચહર પીઠની ઈજાને કારણે આખી સિઝન માટે બહાર થઈ ગયો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણી દરમિયાન દીપકને પગમાં ઈજા થઈ હતી. તેના ક્વાડ્રિસેપ્સના સ્નાયુઓને ઈજા થઈ હતી. તે તેના પુનર્વસન માટે નેશનલ ક્રિકેટ એકેડમી ગયો હતો. પગની ઈજા સારી થઈ રહી હતી તેવામાં જ દીપકને પીઠમાં ઈજા થઈ.

CSKએ દીપકને 14 કરોડમાં ખરીદ્યો

દીપક ચહરને બેંગ્લોરમાં યોજાયેલી મેગા ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડની જંગી બોલી લગાવીને ખરીદ્યો હતો. દીપક છેલ્લી સિઝન સુધી ચેન્નાઈનો ભાગ હતો, પરંતુ ફ્રેન્ચાઇઝીએ તેને જાળવી રાખ્યો ન હતો. આ પછી, દીપકને ફરીથી મેગા ઓક્શનમાં મોટી બોલી લગાવીને ટીમ સાથે જોડવામાં આવ્યો હતો.

ચેન્નાઈનું બોલિંગ આક્રમણ નબળું 
દીપક ચહરની ગેરહાજરીમાં ચેન્નાઈનું બોલિંગ આક્રમણ ઘણું નબળું થઈ ગયું છે. દીપક નવા બોલથી વિકેટ લેવામાં માહિર હતો. તેની ગેરહાજરીમાં ટીમ પાવર-પ્લેમાં વિકેટ લઈ શકતી નથી. તેથી હરીફ ટીમ પર કોઇ દબાવ પણ નથી બની રહ્યો.

63 મેચમાં 59 વિકેટ લીધી હતી

દીપકે તેની IPL કરિયરમાં અત્યાર સુધી 63 મેચમાં 59 વિકેટ લીધી છે. તાજેતરમાં, તેણે બેટથી પણ અજાયબીઓ બતાવવાનું શરૂ કર્યું હતું. આ કારણે તે ઓલરાઉન્ડર તરીકે જોવામાં આવ્યો હતો. તેણે શ્રીલંકા વિરૂદ્ધ શ્રીલંકામાં સર્વશ્રેષ્ઠ અડધી સદી રમીને ભારતને જીત તરફ લઇ ગયો હતો આ પછી પણ તેણે કેટલાક પ્રસંગોએ ભારત માટે મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ