બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / CSK vs RCB-IPL beat Bangalore Chennai Super Kings

IPL / CSK vs RCB: બેંગ્લોરને મ્હાત આપીને ચેન્નઈ સુપર'કિંગ્સ'

Published By: Mehul

Last Updated: 11:39 PM, 24 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શારજહામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવી ચેન્નઈ સુપર કિંગ્સ વિજેતા

  • CSK એ રોયલl ચેલેન્જર્સ બેંગ્લોરને આપી મહાત 
  • કોહલીની અર્ધી સદી ગઈ એળે. મેચ હાર્યું RCB
  • સેન્ડ સ્તરોમ ઉઠતા ટોસ 10 મિનીટ,મેચ 45 મિનીટ મોડા 

શારજહાંમાં રમાઈ રહેલી IPL ટુર્નામેન્ટ માં આજે ચેન્નઈ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો હતો. આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સે  દોઢ ઓવર બાકી રહેતા 6 વિકેટે આસાનીથી જીતી લીધો છે. RCBએ ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા માટે 157 રનનો લક્ષ્ય આપ્યો હતો. જે ચેન્નઈ એ 4 વિકેટ ગૂમાવી  જીતી લીધો હતો. ચેન્નઈ તરફથી ઋતુરાજ ગાયકવાડ અને ડુપ્લેસીસની આક્રમક શરૂઆત રહી હતી. ગાયકવાડે 38 અને ડુપ્લેસીસે 31 રન નોંધાવ્યા હતા. તો મોઈન અલીએ 23 જ્યારે અંબાતી રાયડુએ 32 રન નોંધાવી પેવેલિયનની વાટ પકડી હતી. 

RCB શરૂઆત આક્રમક,પછી બે-દમ 

બીજી તરફ,ટોસ હારીને બેટીંગમાં ઉતરેલા રોયલ ચેલેન્જર્સ બેંગલોરની શરૂઆત આક્રમક રહી. સુકાની કોહલી અને દેવદત્ત પડડી કલે આક્રમક અર્ધશતક  ફટકાર્યા  હતા.બંને ઓપનર્સે 111 રનની પાર્ટનરશિપ કરી હતી.  પણ બાદમાં કોઈ બેટધર લાંબી ઈનિંગ્સ ના  રમી શકતા RCB 156 માં સમેટાઇ ગયું હતું. 

30 મિનિટ મોડો થયો ટોસ 
શારજહાંમાં આજે csk વિરુદ્ધ rcb ની મેચ લગભગ 45 મિનિટ મોડી શરૂ થઇ હતી. ટોસમાં પણ 10 મિનિટ જેટલો વિલંબ થયો હતો. રણમાં ઊઠેલી આંધીની અસર વાતાવરણમાં ભારે વતરાઈ હતી. અહી તેને સેન્ડ સ્ટ્રોમ તરીકે ઓળખે છે. પરિણામે મેચ શરૂ થવામાં મોડું થયું હતું. rcbનો રકાસ અહીં IPL સિજન-2 માં પણ યથાવત રહ્યો છે. આ વચ્ચે ચર્ચા છે કે, IPL દરમિયાન જ  RCBનાં સુકાની તરીકે વિરાટ કોહલી પોતાનું પદ છોડી દે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

CSK IPL IPL2021 KOHLI LOST match RCB UAE dhoni won ipl cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ