બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Crowd of devotees at Somnath temple on the first day of Shravan month

Shravan 2023 / શ્રાવણમાં સોમનાથ મંદિર દ્વારા વિશેષ વ્યવસ્થા: પોસ્ટમાં મારફતે મળશે પ્રસાદ, ઘરે બેઠા 21 રૂપિયામાં કરાવી શકાશે પૂજા

Malay

Last Updated: 10:36 AM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Girsomnath News: શ્રાવણના પ્રથમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં માનવ મહેરામણ ઉમટ્યું, લોકો શાંતિથી સોમનાથ દાદાના દર્શન કરી શકે તે માટે અનેક પ્રકારની સુવિધાઓ કરાઈ શરૂ.

  • પવિત્ર શ્રાવણ મહિનાની આજથી શરૂઆત
  • શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ
  • હર હર મહાદેવના નાદથી ગુજ્યું સોમનાથ મંદિર
  • ઘરે બેઠા 21 ₹માં કરાવી શકાશે સોમનાથ દાદાની બિલ્વપૂજા 

હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર અને શિવભક્તોમાં અતિપ્રિય એવો શ્રાવણ મહિનો આજથી (17 ઓગસ્ટ)થી શરૂ થયો છે. ત્યારે આજે વહેલી સવારથી જ શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. 'હર હર મહાદેવ' 'બમ બમ ભોલે'ના નાદથી શિવાલયો ગુંજી રહ્યા છે. શિવ મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. શ્રાવણ મહિના પ્રથમ દિવસે આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે પણ મહેરામણ ઉમટ્યું છે. રાજ્ય અને રાજ્ય બહારથી ભક્તો સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. ત્યારે શ્રાવણ માસમાં ભક્તો સોમનાથ દાદાના દર્શન શાંતિથી કરી શકે તે માટે અનેક પ્રકારની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાઈ અનેક સુવિધા
શ્રાવણ માસમાં લાખો ભક્તો સોમનાથ દાદાના દર્શનાર્થે આવતો હોય છે,  આ વખતે ગત વર્ષ કરતા પણ વધારે ભક્તો આવે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઘણી વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા રહેવા જમવાની સુવિધાઓથી લઈ દર્શન તેમજ પ્રસાદની વ્યવસ્થા, સિનિયર સિટીઝન અને દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓમાં વિશેષ વધારો કરવામાં આવ્યો છે

રૂ.21 વિશેષ બિલ્વ પૂજા સેવા
શ્રાવણ માસ દરમિયાન ભક્તો ઘરે બેઠા સોમનાથ દાદાની પૂજા કરાવી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા સુવિધા ઉભી કરાઈ છે. સોમનાથ મંદિરમાં ભક્તો ઘરે બેઠા રૂ.21માં ઓનલાઈન બિલ્વપૂજા નોંધાવી શકે છે. આ માટે એક ક્યૂઆર કોડ પણ બનાવાયો છે, જેને સ્કેન કરીને ભક્તો પોતાની પૂજા ઓનલાઈન નોંધાવી શકે છે. શ્રી સોમનાથ મહાદેવને બિલ્વપૂજા કર્યાના પુણ્યની સાથે સોમનાથ ટ્રસ્ટ ભક્તોએ નોંધાવેલા એડ્રેસ પર પ્રતિ બિલ્વ પૂજા માટે બીલીપત્ર, રૂદ્રાક્ષ અને ભસ્મ, પ્રસાદ સ્વરૂપે મોકલશે. 

હેલ્પ ડેસ્ક બનાવાયું
સોમનાથ મંદિરની બહાર સ્વાગત કક્ષ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યું છે, જે યાત્રીઓને કોઈપણ મદદ માર્ગદર્શન પૂરું પાડશે. મંદીરના પ્રવેશ અને નિકાસ માર્ગો પર હાઇ ક્વોલિટી ટેન્ટ લગાડવામાં આવ્યા છે. જેથી યાત્રીઓને તડકા કે વરસાદની સ્થિતિમાં કોઈ અગવડ ન પડે.  પ્રવેશ અને નિકાસ બન્ને રસ્તે શ્રધ્ધાળુઓને પીવાના પાણી માટે ફિલ્ટર પાણીના પરબ પણ ગોઠવવામાં આવ્યા છે. સાથે જ ટ્રસ્ટના અતિથિગૃહના રૂમોનું ઓનલાઇન બુકિંગ માત્ર સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ somnath.org પરથી જ થઈ શકશે. શ્રદ્ધાળુઓ પોતાના પ્રવાસ માટે એડવાન્સ બુકિંગ કરી શકે છે. 

ભક્તો ઘરે બેઠા મહાઆરતીનો ઉઠાવી શકશે લ્હાવો
શ્રાવણ માસ દરમિયાન ભક્તો સોશિયલ મીડિયાના માધ્યમથી નિયમિત દર્શન કરી શકે, ઉપરાંત મહાઆરતીનો લ્હાવો ઉઠાવી શકે તે માટે પણ ટ્રસ્ટ દ્વારા સિવિધા શરૂ કરાઈ છે. ભક્તો સોમનાથ મંદિરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી નિયમિત દર્શન અને આરતીનો લ્હાવો લઇ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ