Crossed Leg Sitting Posture Side Effects: આખો દિવસ નાસભાગની સાથે જ તમારા બેસવાની રીતની પણ સ્વાસ્થ્ય પર અસર પડે છે. બેસવાની ખોટી રીતે ઘણા હેલ્થ ઈશ્યુ ઉભી કરી શકે છે.
તમે પણ પગ ક્રોસ કરીને બેસો છો?
સ્પર્મ કાઉન્ટ પર થાય છે તેની અસર
જાણો પગ ક્રોસ કરીને બેસવાના નુકસાન
અમુક લોકોને પગને ક્રોસ કરીને બેસવાની આદત હોય છે. ઘર કે ઓફિસમાં ક્યાંય પણ પગ પર બીજો પગ ચડાવીને બેસવાની આદત હોય છે. મોટાભાગે મહિલાઓ આ રીતે વધારે બેસે છે.
અમુક લોકોને આ પોઝિશનમાં બેસવું કન્ફર્ટેબલ લાગે છે. પરંતુ પુરૂષોએ સતત આ પોઝિશનમાં ન બેસવું જોઈએ. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પોઝિશનમાં બેસવાથી બોડી પોશ્ચરથી લઈને હિપની સાઈઝ બગડી શકે છે.
રિપોર્ટ્સ અનુસાર પગને ક્રોસ કરીને બેસવાથી બીપી અસંતુલિત થઈ જાય છે. ત્યાં જ પુરૂષોમાં સ્પર્મ કાઉન્ટ પ્રભાવિત થાય છે. તેનાથી વ્યક્તિને આગળ જઈને મુશ્કેલી થાય છે. તેના ઉપરાંત પણ ઘણી સમસ્યાઓ થાય છે.
લોહી જામી જાય છે
એક પગની ઉપર બીજો પગ ચડાવીને બેસવાથી બ્લડ સર્કુલેશન ખરાબ થાય છે. એક પગ પર બીજો પગ રાખવાથી નીચેના વેસલ્સમાં લોહી રોકાઈ જાય છે. તે રોકાવાથી લોહી જામી જાય છે. તેનાથી નસોમાં બ્લોક થવાનો ખતરો રહે છે. તેનાથી રેસ્ટલેસ લેગ સિંડ્રોમ અને પગમાં દુખાવો પણ થાય છે.
બ્લડ પ્રેશર થવા લાગે છે હાઈ
આખો દિવસ ક્રોસ પગ કરીને બેસવાથી બ્લડ પ્રેશરને અસર થાય છે. તેનાથી બલ્ડ સર્કુલેશન રોકાઈ જાય છે. હાર્ટને બ્લડ ઝડપથી પંપ કરવું પડે છે. આ કારણે બ્લડ પ્રેશર હાઈ થવા લાગે છે. આજ કારણ છે કે ક્યારેય પણ બ્લડ પ્રેશર ચેક કરતી વખતે ડોક્ટર બે પગ જમીન પર મુકવાની સલાહ આપે છે. જેથી બ્લડ પ્રેશર સારી રીતે કાઉન્ટ કરી શકાય.
બગડે છે હિપની સાઈઝ
આખો દિવસ વધારે સમય સુધી ક્રોસ લેગ્સ રાખીને બેસવાથી હિપની એલાઈમેન્ટ બગડી જાય છે. તેના કારણે એક હિપ ઉપર અને બીજો નીચે થઈ જાય છે. તેનાથી તમારી પોઝિશન ખરાબ થઈ જાય છે. આ બોડીના બેલેન્સને પણ બગાડી શકે છે. આવી સ્થિતિથી બચવા માટે ભુલથી પણ ક્રોસ પોઝિશનમાં ન બેશો.
બગડે છે બોડી પોશ્ચર
પગને ક્રોસ કરીને બેસવાથી ગળા પર પણ અસર પડે છે. પેલ્વિસ અને લોઅર બેકના આડા થવાનો ખતરો રહે છે.
સ્પર્મ કાઉન્ટ પર પણ અસર
રિસર્ચ અનુસાર પગને ક્રોસ કરીને બેસવાથી પુરૂષોના સ્પર્મ કાઉન્ટમાં પણ અસર જોવા મળે છે. તેના કારણે ટેસ્ટિકલ્સનું તાપમાન સામાન્ય કરતા વધી જાય છે. તેના કારણે સ્પર્મ કાઉન્ટ અને ક્વોલિટી બન્ને ડાઉન થાય છે.