બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Crop pattern will change in Gujarat

ગાંધીનગર / શું હવે ગુજરાતમાં પાક પેટર્ન બદલાશે! કેન્દ્રીય કૃષિ મંત્રાલય પાસે રાજ્ય સરકારે માગ્યું માર્ગદર્શન

Vishal Khamar

Last Updated: 05:40 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા બે વર્ષથી કમોસમી વરસાદનાં કારણે ધાન્ય પાકોને નુકશાન થઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીય કૃષિ મંત્રાલય પાસે માર્ગદર્શન માંગ્યું છે.

  • કમોસમી વરસાદના કારણે પાક પેટર્ન બદલવા વિચારણા
  • રાજ્ય સરકારે કેન્દ્રીય કૃષિ મંત્રાલય પાસે માગ્યું માર્ગદર્શન
  • પાકની પેટર્ન, વિવિધ સહાય યોજનામાં પણ બદલાવ કરવો જરૂરી

 રાજ્યમાં કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોને ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીય કૃષિ મંત્રાલય પાસે માર્ગદર્શન માંગ્યું છે.  જેમાં પાકની પેટર્ન, વિવિધ સહાય યોજનામાં પણ બદલાવ કરવો જરૂરી છે. ત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રાલયનાં માર્ગદર્શન બાદ ક્યારે ક્યો પાક લેવો તેની ભલામણ કરી શકે છે. આ બાબતે પૂર્વ સિનિયર અધિકારીઓ અને કૃષિ નિષ્ણાંતો આ અંગે વિચારણા કરી રહ્યા છે.  કમિટીનો રિપોર્ટ સરકારને આપ્યા બાદ બદલાવ અંગે સરકાર નિર્ણય કરી શકે છે. 

પાક પેટર્ન બદલવાની વિચારણા કેમ ? 
પાક પેટર્ન બદલવા વિચારણા કેમ કરવામાં આવી તે મુદ્દાઓ જોઈએ તો છેલ્લા કેટલાય સમયથી પર્યાવરણીય ફેરફાર જોવા મળ્યા છે. પર્યાવરણીય ફેરફારની સીધી અસર કૃષિ પાક પર પડી રહી છે. ગરમી અને ઠંડીની માત્રા વધી છે અને સાથે સાથે કમોસમી વરસાદ પણ પડે છે. ધાન્ય, કઠોળ, તેલીબિયા અને બાગાયત પાકને અસર પડી રહી છે. કમોસમી વરસાદને કારણે બે વર્ષથી ધાન્યપાકને નુકશાન થઈ રહ્યું છે. પહેલા કરતા ઠંડી મોડી પડવાથી ધાન્ય પાકની સાયકલ ખોરવાઈ છે. આ સંજોગોમાં રાજ્યમાં હવે નવી પાક પેટર્ન વિચારવાની જરૂરીયાત ઉભી થઈ છે. નવી પાક પેટર્નમાં પરંપરાગત વાવેતરનાં સમયમાં ફેરફાર કરી શકાય. તેમજ નવી પાક પેટર્નમાં ધાન્યપાક અને કઠોળ પાકના સમયનાં વિકલ્પ વિચારી શકાય છે. નવી પાક પેટર્નમાં બાગાયતી પાકમાં બીજા વિકલ્પો પણ વિચારી શકાય છે. તેમજ નવી પાક પેટર્નમાં ચોમાસાના પાકમાં કેટલાક અલ્ટર વિકલ્પ પણ વિચારી શકાય છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ