બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Crop loss aid for farmers has been announced but when will it be available?

મહામંથન / મોટો સવાલ : ખેડૂતો માટે પાક નુકશાનીની સહાય તો જાહેર થઈ ગઈ પણ મળશે ક્યારે, 48 સિવાયના તાલુકાનું શું?

Vishal Khamar

Last Updated: 09:02 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેનાથી ખેતીનાં પાકને ભારે નુકશાન થવા પામ્યું છે. ત્યારે સરકાર દ્વારા આજે સહાયની જાહેરાત પણ કરી છે. કોંગ્રેસ દ્વારા આ સહાયને ભ્રામક ગણાવી રહ્યા છે.

ખેડૂતોને સહાય મળે એટલે સ્વભાવિકપણે ખેડૂતો ખુશ થવાના અને એ સમાચાર પણ સકારાત્મક હોવાના. પરંતુ સરકારનું કોઈપણ પગલું હોય એટલે તેમાં સવાલ પણ થવાના. કમોસમી વરસાદને કારણે ખેતી અને બાગાયતી પાકને જે નુકસાન થયું હતું તેમાં સરવે બાદ સરકારે સહાયની જાહેરાત કરી છે, સરકાર કહી રહી છે કે આ સહાય અત્યાર સુધીની સૌથી મોટી સહાય છે. સામે પક્ષે આ સહાયમાં વિરોધી તર્ક પણ છે.. સરકારનો દાવો છે કે 13 જિલ્લાના 48 તાલુકામાં સર્વે થયો છે ત્યારે બાકીના ગ્રામ્ય વિસ્તાર કે અન્ય વિસ્તારમાં નુકસાન થયું છે કે નહીં તેની શું ખાતરી? કોંગ્રેસનો દાવો છે કે આ સહાય ભ્રામક છે કારણ કે કાયદા પ્રમાણે તો ખેડૂતોને સવા લાખ રૂપિયાથી વધુ રકમ મળવાપાત્રા થાય છે.. આ પાછળ તેના પોતાના તર્ક પણ છે. હવે સવાલ એ છે કે સરકારની આ સહાયથી ખેડૂતોને રાહત કેટલી. અને આ સહાય અત્યાર સુધીની સૌથી મોટી સહાય કેમ કહેવાઈ.

  • કમોસમી વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું
  • રાજ્ય સરકારે ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી
  • સરકારે આ સહાયને અત્યાર સુધીની સૌથી મોટી સહાય ગણાવી

કમોસમી વરસાદથી ખેડૂતોને પારાવાપ નુકશાન થયુ છે. રાજ્ય સરકારે ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે. સરકારે આ સહાયને અત્યાર સુધીની સૌથી મોટી સહાય ગણાવી છે. શિયાળાની મૌસમમાં થયેલા વરસાદમાં નુકશાન ઉપર સહાય ચૂકવાશે. માવઠાથી થયેલા નુકસાનની સહાય માટે લાંબા સમયથી રજૂઆત થઈ રહી હતી. ત્યારે સરકારે સર્વે બાદ સહાયની જાહેરાત કરી છે.

સરકારના સરવેમાં કેટલું નુકસાન

સરકારના સરવેમાં કેટલું નુકસાન  
જિલ્લા 13
તાલુકા 48

ક્યા જિલ્લામાં થયું હતું નુકસાન?

રાજકોટ
જૂનાગઢ
બનાસકાંઠા
અરવલ્લી
તાપી
પાટણ
સાબરકાંઠા
સુરત
કચ્છ
અમરેલી
જામનગર
ભાવનગર
અમદાવાદ

સરકારની સહાયને સમજો

ખેતી અને વર્ષાયુ બાગાયતી પાક

SDRFના ધારાધોરણ મુજબ હેક્ટર દીઠ 13 હજાર 500ની સહાય મળશે.  13 હજાર 500 ઉપરાંત સરકારના ભંડોળમાંથી 9 હજાર 500 રૂપિયા મળશે. આ રીતે હેક્ટર દીઠ 23 હજાર રૂપિયાની સહાય મળશે.

બહુવર્ષાયુ બાગાયતી પાક

  • પ્રતિ હેક્ટર 18 હજાર રૂપિયાની સહાય
  • સરકારના ભંડોળમાંથી વધારાના 12 હજાર 600 રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય
  • આ રીતે 30 હજાર 600 રૂપિયાની સહાય મળશે

 નુકસાનીના માપદંડ શું?

  • ઓછામાં ઓછું 33% નુકસાન થયું હશે તો જ મળશે સહાય
  • ચુકવવાપાત્ર રકમ 4 હજારથી ઓછી હશે તો ન્યૂનતમ સહાય 4 હજાર સુધી મળશે

હેક્ટર દીઠ સહાયની મર્યાદા શું?

  • મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે 
  • સહાય અધૂરી અને અપૂરતી છે
  • ખેડૂતોને કાયદા મુજબ 1 લાખ 27 હજાર 200 રૂપિયા મળવાપાત્ર છે
  • SDRFના નિયમ મુજબ સહાય મળે ત્યાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પણ લાગુ પડે 

સહાય અંગે કોંગ્રેસે શું કહ્યું?
સહાય અધૂરી અને અપૂરતી છે. ખેડૂતોને કાયદા મુજબ 1 લાખ 27 હજાર 200 રૂપિયા મળવાપાત્ર છે. SDRFના નિયમ મુજબ સહાય મળે ત્યાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પણ લાગુ પડે છે. સરકાર પાસે બધી માહિતી છે તો ઓનલાઈન અરજી શા માટે? તાલુકા મથકે થયેલા વરસાદના આધારે સરવે થયો હતો. તાલુકાના ગામમાં વરસાદ હોય જયારે તાલુકા મથકે વરસાદ ન પણ હોય. અનેક ગામ એવા છે કે જ્યાં સરવે કરવામાં આવ્યો નથી. ઉનાળુ પાકના સરવે, સહાયની જાહેરાત ક્યારે થશે?
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ