બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Crop insurance scheme closed in 2020, what about farmers' trapped rupees? Why can't the government put pressure on insurance companies?

મહામંથન / પાક વીમા યોજના 2020માં બંધ, ખેડૂતોના ફસાયેલા રૂપિયાનું શું? વીમા કંપનીઓ ઉપર સરકાર દબાણ કેમ નથી બનાવી શક્તી?

Vishal Khamar

Last Updated: 10:03 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાક વીમા યોજનાં બંધ, ખેડૂતોનાં રૂપિયા ફસાયા છે. ત્યારે 4 વર્ષમાં 84 લાખ ખેડૂતોએ 53 હજાર કરોડનો વીમો લીધો હતો. પાક વીમામાં ખેડૂતોનાં ફસાયેલા રૂપિયાનું શું? કંપની બ્લેકલિસ્ટ થયા બાદ પણ સ્થિતિ કેમ ન સુધરી.

2016માં જયારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ થઈ ત્યારે તેનો ઉદ્દેશ વિપરીત સંજોગોમાં ખેડૂતને જયારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે ત્યારે તેને આર્થિક ટેકો કરવાનો હતો. યોજનાનો લાભ તો હતો પરંતુ સમય જતા યોજનાની શરતોએ ખેડૂતોમાં કચવાટની લાગણી ઉભી કરી. પાક વીમા યોજનાનો લાભ લેવા પ્રીમિયમ ભરવું ફરજિયાત હતું.
બ્લેકલીસ્ટ પણ કરી છતા ચાર વર્ષ બાદ સ્થિતિ વધુ વિપરીત થઈ
પરંતુ જે ખેડૂતના પાકને નુકસાન નથી થયું તે વીમાનું પ્રીમિયમ શા માટે ભરે એવો કચવાટ સતત થતો. અનેક ફરિયાદો થઈ, સરકારે કંપનીને બ્લેકલીસ્ટ પણ કરી છતા ચાર વર્ષ બાદ સ્થિતિ વધુ વિપરીત થઈ છે. જો આંકડાઓને સાચા માનીએ તો 4 વર્ષમાં 84 લાખ ખેડૂતોએ 53 હજાર કરોડનો વીમો લીધો છે જેમાંથી 25 લાખ ખેડૂતોને જ 5 હજાર કરોડનો ક્લેમ મળ્યો હોય તેવી સ્થિતિ છે. સરકાર અને વીમા કંપનીઓ એકબીજા ઉપર દોષારોપણ કરતી જોવા મળે છે અને વીમા કંપનીઓ પાસે તો વળતર ન ચુકવવાના તૈયાર કારણો મોટેભાગે હોય જ છે.. આવા સંજોગોમાં ખેડૂતોના ફસાયેલા રૂપિયા મળે તો કઈ રીતે મળે અને તેમની વ્યાજબી ફરિયાદ કોણ સાંભળશે.

  • પાક વીમા યોજનામાં ખેડૂતોના રૂપિયા ફસાયા
  • 2016માં શરૂ થયેલી યોજના 2020માં બંધ થઈ
  • વીમા કંપની અને સરકાર વચ્ચે લાખો ખેડૂતોના રૂપિયા અટવાયા

પાક વીમા યોજનામાં ખેડૂતોના રૂપિયા ફસાયા છે.  2016માં શરૂ થયેલી યોજના 2020માં બંધ થઈ. ત્યારે વીમા કંપની અને સરકાર વચ્ચે લાખો ખેડૂતોના રૂપિયા અટવાયા છે.  પાક વીમા યોજનામાં ફસાયેલા રૂપિયા મેળવવા ખેડૂતોની અનેક અરજી કરી.  અનેક જગ્યાએ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે.  ખેડૂતોની અનેક ફરિયાદ પણ સાંભળનાર કોઈ નથી.  વીમા કંપનીઓ ઉપર દબાણ વધારવાનો સરકારનો દાવો. 

  • પાક વીમા યોજના અંતર્ગત 4 વર્ષમાં 84 લાખ ખેડૂતોએ વીમો લીધો
  • 84 લાખમાંથી 25 લાખ ખેડૂતોનો જ ક્લેમ પાસ થયો
  • સરકાર અને વીમા કંપનીઓ વચ્ચે કાર્યવાહી ચાલી રહી છે

ખેડૂતોની રજૂઆત શું છે?
પાક વીમા યોજના અંતર્ગત 4 વર્ષમાં 84 લાખ ખેડૂતોએ વીમો લીધો છે.  84 લાખમાંથી 25 લાખ ખેડૂતોનો જ ક્લેમ પાસ થયો. સરકાર અને વીમા કંપનીઓ વચ્ચે કાર્યવાહી ચાલી રહી છે.  આ કાર્યવાહીમાં 58 લાખ ખેડૂતોના 48 હજાર કરોડ રૂપિયા અટવાયા છે. વીમા કંપનીઓએ પ્રીમિયમ વસૂલી લીધું પરંતુ વીમાની રકમ આપતી નથી.  

  • અણધાર્યા સંજોગોને કારણે પાકને નુકસાન થયું હોય ત્યારે આર્થિક ટેકો આપવો
  • ખેડૂતોની આવક સ્થિર રાખવી
  • ખેતી માટે આધુનિક અને નવીન ટેકનિક અપનાવવા પ્રોત્સાહન આપવું

પાક વીમા યોજનાનો ઉદ્દેશ શું હતો?
અણધાર્યા સંજોગોને કારણે પાકને નુકસાન થયું હોય ત્યારે આર્થિક ટેકો આપવો. તેમજ  ખેડૂતોની આવક સ્થિર રાખવી. ખેતી માટે આધુનિક અને નવીન ટેકનિક અપનાવવા પ્રોત્સાહન આપવું. કૃષિ ક્ષેત્રમાં ધિરાણનો પ્રવાહ જાળવી રાખવો. 

  • વિપરીત હવામાનની સ્થિતિમાં વાવણી રોકવી પડે
  • વિપરીત સંજોગોને કારણે ઉભા પાકને નુકસાન થાય
  • કાપણી પછીના બે અઠવાડિયા સુધીના સમયને આવરી લેવો

કેવા સંજોગોમાં મળતી હતી સહાય?
વિપરીત હવામાનની સ્થિતિમાં વાવણી રોકવી પડે. તેમજ વિપરીત સંજોગોને કારણે ઉભા પાકને નુકસાન થાય.  કાપણી પછીના બે અઠવાડિયા સુધીના સમયને આવરી લેવો. કરા પડવા, જમીન ખસવી, જળબંબાકાર જેવી સ્થિતિને કારણે નુકસાન થાય. 

ગુજરાતની સ્થિતિ-વર્ષ 2016-17 

નોંધાયેલા ખેડૂત 19 લાખ
વીમા હેઠળ જમીન 30 લાખ હેક્ટર
મળવાપાત્ર રકમ 12 હજાર કરોડ
ખેડૂતોનું પ્રીમિયમ 243 કરોડ
સરકારે ભરેલું પ્રીમિયમ 2274 કરોડ
દાવા આવ્યા 1267 કરોડ
ચૂકવ્યાનો દાવો 1267 કરોડ
લાભાર્થી ખેડૂત 6.80 લાખ

ગુજરાતની સ્થિતિ-વર્ષ 2017-18

નોંધાયેલા ખેડૂત 17 લાખ
વીમા હેઠળ જમીન 25 લાખ હેક્ટર
મળવાપાત્ર રકમ 11900 કરોડ
ખેડૂતોનું પ્રીમિયમ 385 કરોડ
સરકારે ભરેલું પ્રીમિયમ 3131 કરોડ
દાવા આવ્યા 1076 કરોડ
ચૂકવ્યાનો દાવો 1075 કરોડ
લાભાર્થી ખેડૂત 3.88 લાખ

ગુજરાતની સ્થિતિ-વર્ષ 2018-19

નોંધાયેલા ખેડૂત 21 લાખ
વીમા હેઠળ જમીન 26 લાખ હેક્ટર
મળવાપાત્ર રકમ 13676 કરોડ
ખેડૂતોનું પ્રીમિયમ 402 કરોડ
સરકારે ભરેલું પ્રીમિયમ 3141 કરોડ
દાવા આવ્યા 2778 કરોડ
ચૂકવ્યાનો દાવો 2777 કરોડ
લાભાર્થી ખેડૂત 13.84 લાખ
  • સરકારે 8 વીમા કંપનીઓને કામગીરી સોંપી હતી
  • અનેક કંપનીએ ખેડૂતોના રૂપિયા ન ચૂકવ્યાનો દાવો
  • સરકારે SBI જનરલ ઈન્શ્યોરન્સને બ્લેકલીસ્ટ કરી હતી 

પ્રીમિયમ મુદ્દે કંપની અને સરકારના દાવા
સરકારે 8 વીમા કંપનીઓને કામગીરી સોંપી હતી. અનેક કંપનીએ ખેડૂતોના રૂપિયા ન ચૂકવ્યાનો દાવો. સરકારે SBI જનરલ ઈન્શ્યોરન્સને બ્લેકલીસ્ટ કરી હતી.  SBIના અધિકારીએ કહ્યું કે કેન્દ્રએ પણ પ્રીમિયમનો બાકી હિસ્સો સબ્સિડી રૂપે આપવાનો હતો. SBIના અધિકારીએ કહ્યું કે સરકાર તરફથી આ મુદ્દે ફંડ નથી મળ્યું. સરવે ન કરવવા અંગે કંપનીએ દલીલ કરી કે તેમની પાસે માણસો નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ