બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / cricket karun nair replaces kl rahul in lucknow super giants team ipl 2023 know his ipl stats records

ક્રિકેટ / લખનઉ સુપર જાયન્ટ્સે ટ્રિપલ સેન્ચુરિયનને કર્યો ટીમમાં સામેલ, KL રાહુલ કરશે ભરપાઇ

Manisha Jogi

Last Updated: 09:00 AM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કે. એલ. રાહુલને ઈજા થવાને કારણે IPL મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. કે. એલ. રાહુલ ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાં નહીં રમી શકે.

  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ફીલ્ડિંગ કરતા સમયે ઈજા.
  • કે. એલ. રાહુલની જગ્યાએ રમશે આ ખેલાડી. 
  • બેઝ પ્રાઈસ પર આ પ્લેયરની ખરીદી.

IPL ફ્રેન્ચાઈઝી લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કે. એલ. રાહુલ (KL Rahul) નો વિકલ્પ મળી ગયો છે. કે. એલ. રાહુલને ઈજા થવાને કારણે તેમને મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. કે. એલ. રાહુલ ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાં નહીં રમી શકે છે. IPLની બાકી રહેલ મેચમાં ટ્રિપલ સેન્ચ્યુરિયન કરુણ નાયર (Karun Nair)ને ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે. રાહુલને જાંઘમાં ઈજા થવાને કારણે તેમને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ફીલ્ડિંગ કરતા સમયે ઈજા પહોંચી હતી. 

લખનઉ સુપર જાયન્ટ્સને પ્રેસ નોટ જાહેર કરીને કરુણ નાયરને ટીમમાં શામેલ કરવાની જાણકારી આપી છે. ગયા વર્ષે થયેલ IPL હરાજીમાં કોઈપણ ટીમે કરુણ નાયરની ખરીદી કરી ન હતી. તેમની બેઝ પ્રાઈસ 50 લાખ હતી. લખનઉ સુપર જાયન્ટ્સે આ બેઝ પ્રાઈસ પર કરુણ નાયરને ટીમમાં શામેલ કર્યા છે. 

કરુણ નાયર છઠ્ઠી ફ્રેન્ચાઈઝી તરફથી મેચ રમી રહ્યા છે
કરુણ નાયર અત્યાર સુઝી 5 ફ્રેન્ચાઈઝીનો હિસ્સો રહ્યા છે અને 76 IPL મેચ રમી છે, જેમાં 1,496 રન ફટકાર્યા છે. આ દરમિયાન 10 અડધી સદી પણ ફટકારી છે. ગયા વર્ષે કરુણ નાયર રાજસ્થાન રોયલ્સ તરફથી મેચ રમી રહ્યા હતા. ટેસ્ટ મેચમાં ઓપનર વિરેન્દ્ર સેહવાગ પછી ટ્રિપલ સદી ફટકારનાર બીજા નંબરના પ્લેયર છે. વર્ષ 2016માં ટેસ્ટ મેચમાં ત્રણ સદી ફટકારીને ચર્ચાનો વિષય બની ગયા હતા. 

કે. એલ. રાહુલની જાંઘની સર્જરી થશે
ટૂંક સમયમાં કે. એલ. રાહુલની જાંઘની સર્જરી થશે. લખનઉ સુપર જાયન્ટ્સ જણાવે છે કે, કે. એલ. રાહુલની તમામ સંભવિત મદદ કરવામાં આવશે. IPLની 43મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ફીલ્ડિંગ કરતા સમયે ઈજા પહોંચી હતી. સપોર્ટ સ્ટાફની મદદથી ગ્રાઉન્ડમાંથી બહાર જવું પડ્યું હતું. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનઉ સુપર જાયન્ટ્સને 18 રનથી હરાવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ