બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / cricket bcci dont take asia cup revenue from asian cricket council provides fund

જાણવા જેવુ / એશિયા કપની રકમને BCCI નથી રાખતું પોતાની પાસે, જાણો શું થાય છે આ કરોડો રૂપિયાનું? પૂર્વ ક્રિકેટરે કર્યો ખુલાસો

Bijal Vyas

Last Updated: 10:54 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCI વિશ્વનું સૌથી અમીર ક્રિકેટ બોર્ડ છે. તેમની નેટવર્થ અબજોમાં છે. એક પૂર્વ ક્રિકેટરે કહ્યું કે, એશિયા કપની આવકમાંથી આવેલા પૈસા BCCI પોતે રાખતુ નથી, તે આ પૈસા ACCને આપે છે.

  • એશિયા કપ 2023નો વેન્યુ વિવાદ હવે સમાપ્ત થયો
  • ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ શ્રીલંકામાં જ રમાશે
  • BCCIની નેટવર્થ લગભગ $2 બિલિયન છે

વર્ષ 2023 એશિયા કપનો વેન્યુ વિવાદ હવે સમાપ્ત થઈ ગયો છે. ACCના નિર્ણય મુજબ કેટલીક મેચ પાકિસ્તાનમાં અને કેટલીક શ્રીલંકામાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ શ્રીલંકામાં જ રમાશે. ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય. ભારત અત્યાર સુધીમાં કુલ 7 વખત એશિયા કપ જીત્યું છે. પરંતુ શું તમે જાણો છો કે એશિયા કપના પ્રસારણથી મળેલી કમાણી બીસીસીઆઈ પોતાની પાસે રાખતી નથી. આ વાતનો ખુલાસો પૂર્વ ક્રિકેટરે કર્યો હતો.

જય શાહે કરી મોટી જાહેરાત, હવે આ મોડલ પર રમાશે એશિયા કપ! ભારત- પાકિસ્તાન  મેચના સ્થળ અંગે પણ કર્યો ખુલાસો| BCCI made a big announcement, Jai Shah  also revealed about the venue

પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ તેની યુટ્યુબ ચેનલ પર આ વાતનો ખુલાસો કર્યો છે. તેના વિશે વાત કરતાં તેણે કહ્યું કે, 'આખરે એશિયા કપનો વિવાદ ખતમ થઈ ગયો. તમને એક વાત જણાવી દઈએ કે, એશિયા કપના ઈતિહાસમાં ત્યારથી એશિયા કપ ચાલી રહ્યો છે. તેની આવક બ્રોડકાસ્ટથી આવે છે. આજ સુધી બીસીસીઆઈએ આ માટે એક પણ પૈસો લીધો નથી. BCCI ક્યારેય ACC ના પૈસાને અડતુ નથી.'

આકાશે વધુમાં કહ્યું કે, “દર વખતે જ્યારે બીસીસીઆઈના ભાગનું કઇ હોય છે, તો તે એસીસીને આપે છે. જેથી જે દેશમાં ક્રિકેટનો વિકાસ જરૂરી છે. તે ત્યાં ખર્ચ કરી શકે છે. BCCI એક પણ રૂપિયો લેતું નથી. તેઓ પૈસા માંગતા નથી. તેની પાસે પહેલેથી જ ઘણા પૈસા છે. પરંતુ અન્ય કોઈ દેશ આવું કરતું નથી. શ્રીલંકા હોય, પાકિસ્તાન હોય કે અન્ય કોઈ હોય, તેઓ બધા પોતાના બધા પૈસા પોતાની પાસે રાખે છે.

એશિયા કપ ન રમવાના ભારતના નિર્ણય પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ લાલઘુમ, હવે  પહોંચ્યું ACC | pakistan cricket board statement on jay shah asia cup 2023  india vs pakistan

ઉલ્લેખનીય છે કે BCCI વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. છેલ્લા ઘણા વર્ષોથી, BCCIએ ભારતમાં ક્રિકેટના ક્ષેત્રમાં ઘણું વિસ્તરણ કર્યું છે. એક રિપોર્ટ અનુસાર, BCCIની નેટવર્થ લગભગ $2 બિલિયન છે. જો ભારતીય રૂપિયામાં જોવામાં આવે તો તે લગભગ 16 હજાર કરોડ રૂપિયા છે. BCCIની સૌથી વધુ કમાણી ઈન્ડિયન પ્રીમિયર લીગ દ્વારા થાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ