બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / cricket ambati rayudu says shivlal yadav destroyed my career because of his son msk prasad

ક્રિકેટ / 'BCCI અધ્યક્ષે દીકરા માટે મારુ કરિઅર પતાવી દીધું, ગાળો પણ ખાધી', અંબાતી રાયડૂનો સણસણતો આરોપ

Manisha Jogi

Last Updated: 08:29 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાતી રાયડૂએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. રાયડૂએ આરોપ લગાવ્યો છે કે, BCCIના પૂર્વ અધ્યક્ષે તેમના દીકરાનું કરિઅર બનાવવા માટે મારું કરિઅર બરબાદ કરી દીધું.

  • અંબાતી રાયડૂએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો 
  • ‘BCCIના પૂર્વ અધ્યક્ષે તેમના દીકરાનું કરિઅર બનાવવા...
  • ... મારું કરિઅર બરબાદ કરી દીધું’

અંબાતી રાયડૂએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. IPL 2023માં તેઓ ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમ્યા હતા અને ચેમ્પિયન બનીને વિદાય લીધી હતી. હવે તેમના રાજનીતિમાં આવવાની ચર્ચા કરવામાં આવી રહી છે. તેમના આ નિવેદનથી સનસનાટી ફેલાઈ ગઈ છે. રાયડૂએ આરોપ લગાવ્યો છે કે, BCCIના પૂર્વ અધ્યક્ષે તેમના દીકરાનું કરિઅર બનાવવા માટે મારું કરિઅર બરબાદ કરી દીધું. તેમણે પૂર્વ ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ બાબતે પણ નિવેદન આપ્યું છે. 

BCCIએ એક મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે, પૂર્વ ક્રિકેટર અને BCCIના પૂર્વ અધ્યક્ષ શિવલાલ યાદવને કારમે હું લાંબા સમય સુધી ભારતીય ટીમ તરફથી રમી શક્યો નથી. શિવલાલ યાદવે તેમના પુત્રનું કરિઅર બનાવવા માટે મને બરબાદ કરી દીધો. 

પૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડૂએ જણાવ્યું કે, ‘હું જ્યારે નાનો હતો, ત્યારથી હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં રાજનીતિમાં શરૂ થઈ ગઈ હતી. શિવલાલ યાદવના પુત્ર અર્જુન યાદવ ભારતીય ટીમ તરફથી રમી શકે તે માટે મને પરેશાન કરવામાં આવ્યો. હું અર્જુન યાદવ કરતા સારું રમી રહ્યો હતો. આ કારણોસર મને હટાવવાની કોશિશ કરવામાં આવી.’

IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂકેલ અંબાતી રાયડૂ જણાવે છે કે, ‘મેં વર્ષ 2003-04માં ઈન્ડિયા-એ તરફથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. વર્ષ 2004માં સિલેક્શન કમિટી બદલાઈ ગઈ અને શિવલાલ યાદવના નજીકના સંબંધી આ કમિટીમાં શામેલ થઈ ગયા. આ કારણોસર મને તક આપવામાં આવી નહીં. તેમણે 4 વર્ષ સુધી મને કોઈની સાથે વાત કરવા દીધી નહોતી. શિવલાલ યાદવના નાના ભાઈએ મને ગાળો આપી હતી. તેમણે મને માનસિકરૂપે પરેશાન કરવાની કોશિશ કરી હતી.’

અંબાતી રાયડૂ વધુમાં જણાવે છે કે, ‘ટીમના અન્ય સભ્યો મારી સાથે વાત કરતા નહોતા. જે લોકો મારી સાથે વાત કરતા નહોતા તેમને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા. તે સમયે મારી સાથે ખૂબ જ ભેદભાવ કરવામાં આવ્યો. એક ક્રિકેટરે સારું પ્રદર્શન કરવા માટે માનસિકરૂપે પણ સ્વસ્થ હોવું જરૂરી છે. તે સમયે હું ખૂબ જ તણાવમાં હતો. આ કારમોસર મારૈ હૈદરાબાદ છોડીને આંધ્રપ્રદેશ જવું પડ્યું.’

વિવાદ પછી અંબાતી રાયડૂ આંધ્રપ્રદેશની ક્રિકેટ ટીમ તરફથી રમવા લાગ્યા, અહીંયા પણ તેમણે અનેક પરેશાનીનો સામનો કરવો પડ્યો. તે સમયે ટીમના કેપ્ટન એમએસકે પ્રસાદ સાથે તેમનો મતભેદ તઈ ગયો અને તેઓ ફરીથી હૈદરાબાદ આવી ગયા. વર્ષ 2010માં IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયા પછી અંબાતી રાયડૂના કરિઅરનો ગ્રાફ વધતો ગયો.

અંબાતી રાયડૂને વર્ષ 2019માં વર્લ્ડ કપ ટીમમાંથી અંતિમ સમયે બહાર કરી દેવામાં આવ્યા. આ બાબતે તેમણે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું. BCCIના અધિકારીઓએ તેમને વર્લ્ડ કપની તૈયારી કરવા માટે કહ્યું હતું, પરંતુ ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે તે સમયે રાયડૂની જગ્યાએ વિજય શંકરને જગ્યા આપવામાં આવી હતી. ત્યાર પછી રાયડૂએ 3ડી ટ્વિટ કર્યું હતું, જે ચર્ચાનો વિષય બની ગયું હતું.

અંબાતી રાયડૂનું સિલેક્શન ના થતા તેમને ચોથા નંબરે બેટીંગ કરવા માટેનું કહેવામાં આવ્યું હતું. મારી જગ્યાએ અજિંક્યા રહાણે જેવા ખેલાડીને તક આપવામાં આવી હોત તો મને ગુસ્સો ના આવ્યો હોત. પરંતુ મારી જગ્યાએ ઓલરાઉન્ડરની પસંદગી કરવામાં આવી, જેથી મને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ