બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / CR Patil offered Lok Sabha seat to Maulesh Ukani

રાજનીતિ / સી આર પાટીલે મૌલેશ ઉકાણીને આપી લોકસભાની ઓફર, સામેથી પણ મળ્યો જવાબ, જાણો કોણ છે આ વ્યક્તિ

Vishal Khamar

Last Updated: 07:16 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી લોકસભાની ચૂંટણી 2024 ને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પાટીડાદ આગેવાન મૌલેશ ઉકાણીને લોકસભા ટિકિટની ઓફર કરતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું હતું. આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં નવા ચહેરાઓને તક મળે તેવી સંભાવનાં છે.

  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની મૌલેશ ઉકાણીને લોકસભાની ઓફર  
  • વિશ્વબંધુ રક્તદાન મહોત્સવમાં પહોંચેલા સી.આર.પાટીલનું નિવેદન 
  • એક ચર્ચા એવી છે કે મૌલેશભાઈને લોકસભામાં લઇ જવાના છે:પાટીલ 
  • મારો રસ્તો દ્વારિકાનો છે, મારે ગાંધીનગર કે દિલ્લી નથી જવું: મૌલેશ ઉકાણી 

 આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણીનાં ભાજપ દ્વારા નવા ચહેરાઓને તક આપવામાં આવે તેવી પુરે પુરી શક્યતાઓ છે. ત્યારે આજે રાજકોટ ખાતે થેલેસેમિયાગ્રસ્ત લોકોને રક્ત પૂરૂ પાડવા રક્તદાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.  વિશ્વબંધુ રક્તદાતા મહોત્સવમાં હાજરી આપી હતી. તેમજ પ્રદેશ પ્રમુખે મૌલેશ ઉકાણીને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આગામી લોકસભાની ચૂંટણીને લઈ ચર્ચા કરી હતી. સી.આર.પાટીલની હાજરીમાં મૌલેશ ઉકાણીની રક્તતુલા પણ કરવામાં આવી હતી. 

મારો રસ્તો દ્વારિકાનો છે, મારે ગાંધીનગર કે દિલ્લી નથી જવું: મૌલેશ ઉકાણી
રાજકોટ ખાતે વિશ્વબંધુ રક્તદાન મહોત્સવમાં પહોંચેલા સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું કે, એક ચર્ચા એવી છે કે મૌલેશભાઈને લોકસભામાં લઈ જવાનાં છે. મૌલેશભાઈ આવતા હોય તો જરૂર લઈ જઈએ. ત્યારે સી.આર.પાટીલનાં લોકસભાનાં નિવેદન મામલે મૌલેશ ઉકાણીએ કહ્યું હતું કે, મારો રસ્તો દ્વારિકાનો છે. મારે ગાંધીનગર કે દિલ્લી જવું નથી. મને ઓફર આપી તે બદલ સી.આર.પાટીલનો આભાર. પરંતું મારૂ કામ લોકસેવાનું છે નહી કે રાજકારણ કરવાાનું. મેં અગાઉ પણ કહ્યું છે કે મારે રાજકારણમાં જવું નથી. 

મૌલેશભાઈ 40 થી વધુ સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે
મૌલેશભાઈનાં પિતા ડાહ્યાભાઈ પટેલે માત્ર 16 હજારનાં રોકાણથી બાન લેબ્સ કંપનીની શરૂઆત કરી હતી.  જે કંપની હાલ કરોડોનું ટર્ન ઓવર ધરાવે છે.  બાન લેબ્સ કંપનીને મૌલેશભાઈએ એક નવા શિખર પર પહોંચાડી છે.  મૌલિકભાઈ ઉદ્યોગમાં જ નહી પણ તેઓ 40 જેટલી સામાજીક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ