બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Cough syrup can also prove harmful to the body

હેલ્થ / વહેમમાં ન રહેતા.! કફ સિરપ બાળકોને જ નહીં યુવાનોને પણ કરે છે નુકસાન, સાઈડ ઈફેક્ટ જાણી ધબકારા વધી જશે

Kishor

Last Updated: 11:58 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય દવાના સ્વરૂપમાં ઉપયોગ કરવામાં આવતી આ કફ સીરપ શરીર માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.

  • કફ સીરપના વધુ ઉપયોગથી નુકસાન
  • કફ સીરપના વધુ પડતા ઉપયોગને પગલે શરીરમાં ઘાતક પરિણામ
  • અમુક લોકો ઊંઘ મેળવવા માટે પણ કફ સીરપનું સેવન કરતા હોય છે

કફ સીરપને હાથ વગુ હથિયાર માનીને ઘણા લોકો આડેધડ ઉપયોગ કરતા હોય છે. જ્યારે પણ છાતીમાં દુખાવો કે ઉધરસ થાય ત્યારે મોટાભાગના લોકો કફ સીરપ લેતા હોય છે. પરંતુ સામાન્ય દવાના સ્વરૂપમાં ઉપયોગ કરવામાં આવતી આ કફ સીરપ શરીર માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તેઓ નિષ્ણાતો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. અમુક લોકો ઊંઘ મેળવવા માટે પણ કફ સીરપનું સેવન કરતા હોય છે. પરંતુ તેના વધુ પડતા ઉપયોગને પગલે શરીરમાં ઘાતક પરિણામ ભોગવવાનો વારો આવે છે. ક્યારેક તે જીવલેણ પણ નીવડી શકે છે. આથી તબીબોની સલાહ લઈ અને ત્યારબાદ જ સીરપનો ઉપયોગ કરવો જોઈએ.

મેડન ફાર્માનો કફ સિરપ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનો, તેમાં ભેળસેળ નથી- સરકારે  કંપનીને આપી ક્લિનચીટ I central government give clean cheat to cough syrup  company medan pharma in case of ...


WHOના રિપોર્ટમાં સામે આવ્યું કે...
કફ સીરપમાં ડાયેથિલિન અને ઈથિલિન ગ્લાયકોલ જેવા તત્વો જોવા મળે છે. તેવો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના રિપોર્ટમાં સામે આવ્યું છે. જેને પગલે આ દવાના વધુ પ્રમાણમાં લેવાથી નુકસાન થઈ શકે છે. કફ સીરપની આડ અસરોની વાત કરવામાં આવે તો હૃદયના ધબકારા વધવા, ચક્કર આવવું, ચક્કર આવવું, રતાંધળાપણુ ઉબકા, ઉલટી, ઊંઘમાં મુશ્કેલી, માથાનો દુખાવા સહિત આ રોગો થત્તા હોવાથી હૃદયને પણ વ્યાપક નુકસાન થાય છે.  

કેન્દ્ર સરકારે કફ સિરપનાં નિકાસ માટે બનાવી નવી ગાઈડલાઈન, સરકારી સર્ટિફિકેટ  વગર નહીં થઈ શકે નિકાસ I India made cough syrup will be exported only after  government laboratory ...


તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ

નિષ્ણાતોના મત મુજબ કોઈપણ દવા અથવા સીરપ લેતા પહેલા, તેના પર લખેલી વિગત ખાસ વાંચીને અભ્યાસ કરવો જોઈએ બાદમાં ડૉક્ટરની સલાહ લીધા પછી સીરપ ખરીદવી તથા ઉંમર સમસ્યાને આધિન ખરીદી કરવી યોગ્ય છે.વધુમાં ડૉક્ટરને માત્રા પૂછવા તથા ઉંમર પ્રમાણે ડોઝ અંગે માર્ગદર્શન મેળવવું જોઈએ.જો દવા લેવા છતાં સમસ્યાનો સુધારો ન થાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ