બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / cough symptoms in pregnancy harms the woman

હેલ્થ / પ્રેગ્નેન્સીમાં ઉધરસ આવે તો સાવધાન! બાળકને પણ થઇ શકે છે નુકસાન, બચવા ફૉલો કરો આ 5 ટિપ્સ

Bijal Vyas

Last Updated: 03:37 PM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધારે ખાંસી થવા પર પેટ, ફેફસાંમા દુખાવો થવા લાગે છે, તેમાં રાહત મેળવવા માટે અમુક દેશી નુસ્ખાને અજમાવી શકો છો.

  • વાતાવરણમાં બદલાવ સાથે જ તરત પકડાય છે ગળુ
  • શરદી-ખાંસીમાં દવા સાથે કરો આ ઘરેલુ ઉપાય 
  • નાસ લેવાથી કફ છૂટો પડે છે, માથુ હળવુ થાય છે 

પ્રેગ્નેન્સી એક નેચરલ પ્રોસેસ છે, આ દરમિયાન મહિલાઓની બોડી ખૂબ જ સેન્સેટિવ બની જાય છે. ગર્ભમાં રહેલા બાળકને કોઇ પણ રીતની મુશ્કેલી ના થાય તેનું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. વાતાવરણમાં ઠંડક થાય ત્યારે શરદી ખાંસી થવી તે સામાન્ય વાત છે. અત્યારે શિયાળો તો પૂરો થઇ ગયો છે. પરંતુ બદલાતા વાતાવરણમાં ખાંસ હજી લોકોને હેરાન કરી રહી છે. પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધી તકલીફો થઇ જાય છે. મોટાભાગે ખાંસી થાય એટલે ફેફસાં માં દુખાવો થવા લાગે છે. જો પ્રેગ્નેન્સીમાં ખાંસી થાય તો વધારે તકલીફદાયક બને છે. આ દરમિયાન વિશેષ સાવધાની રાખવાની જરુર છે. 

1. નાસ જરુરથી લો
ખાંસી થવા પર નાસ લેવાથી ફાયદો થાય છે. નાસ લેવાથી કફ પીગળીને નીચેની તરફ જતો રહે છે અને જો ખાસી થઇ છે તો કફ મોંઢેથી ગળફો થઇને બહાર આવી જાય છે. ખાંસી, શરદીમાં નાસ લેવાથી ઘણી રાહત મળે છે. 

2. કોગળા કરો
મીઠાવાળા પાણીથી કોગળા(ગાર્ગલ્સ) કરવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એન્ટી-માઇક્રોબિલયલ ગુણ રહેલા છે. તે ગળાની ખરાશને ઓછી કરવાની સાથે ખાંસીમાં પણ આરામ આપે છે, અને ગળામાં આવેલા સોજાને ઓછો કરે છે. 

3. મધ ખાઓ
ખાંસીમાં મધ રામબાણ ઇલાજ છે. મધમાં એન્ટી-ઇફ્લેમેટરી રહેલ છે. તેથી હુંફાળા પાણીમાં એક ચમચી મધ મિક્સ કરીને પીવાથી તરત જ તમે રાહત અનુભવશો. 

4. આદુ પણ ફાયદામંદ 
આદુ પ્રાકૃતિક ઔષધીનું કામ કરે છે. તેમાં એન્ટી-ઇફ્લેમેટરી, એન્ટી બાયોટિક, એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે. આ ખાંસીને ઘટાડવામાં મદદ કરે છે. 

5. ગરમ સૂપ પણ લઇ શકાય 
પાલક, બીટ, ટામેટા વગેરેનો સૂપ તમે પી શકો છો. સૂપ પીવાથી ખાંસીમાં રાહત થશે. જો તમે નોનવેજ ખાઓ છો તો ચિકન સૂપ પણ લઇ શકો છો. તેમાં એન્ટી-ઇફ્લેમેટરી ગુણ રહેલ છે જે ગળાના સોજામાં રાહત આપશે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ