બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Corporation has taken action against those dumping garbage in Vishwamitri river in Vadodara

કાર્યવાહી / વિશ્વામિત્રી નદીમાં કચરો નાખનારા ચેતી જજો! વડોદરામાં મનપાએ તમામને ફટકાર્યો રૂ. 25 હજારનો દંડ

Malay

Last Updated: 02:28 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં કચરો નાખનારાઓ સામે મનપાએ કરી કાર્યવાહી, તમામ લોકોને મનપાએ 25 હજાર રૂપિયાનો ફટકાર્યો દંડ.

  • વિશ્વમિત્રી નદીમાં કચરો નાખનારાઓ સામે કાર્યવાહી
  • CCTVમાં 25 લોકો નદીમાં કચરો નાખતા નજરે પડ્યા
  • તમામ લોકોને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીમાં કચરો નાખનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. વિશ્વામિત્રી નદીમાં બ્રિજ પરથી કચરો ઠાલવનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તમામને મહાનગરપાલિકાએ એક હજાર લેખે 25 હજારનો દંડ ફટકાર્યો છે. 

નદીમાં કચરો ઠાલતા હોવાની ઉઠી હતી ફરિયાદ
વિશ્વામિત્રી નદી જાણે કે કચરાપેટી હોય તેમ લોકો બ્રિજ ઉપરથી બેફામપણે તેમાં કચરો ઠાલવી રહ્યા હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. જે બાદ વડોદરા મહાનગરપાલિકાની ટીમ એક્ટિવ થઈ ગઈ હતી. વડોદરા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત પાલિકાની ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મનપા દ્વારા કાલાઘોડા બ્રિજ, રાત્રીબજાર બ્રિજ, ભીમનાથ બ્રિજ અને મંગલ પાંડે રોડ પર CCTV કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. 

સીસીટીવી કેમેરાથી રખાઈ રહી હતી નજર
આ CCTVથી નદીમાં કચરો નાખતા લોકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. મનપાએ લગાવેલા CCTV કેમેરામાં 25 લોકો વિશ્વામિત્રી નદીમાં કચરો નાખતા નજરે પડ્યા હતા, જે બાદ તેમના વાહનની નંબર પ્લેટ પરથી આરટીઓમાંથી વાહનમાલિકની માહિતી મેળવીને મનપાની ટીમ તેમના સુધી પહોંચી હતી. 

કચરો નાખતા પકડાયેલા 25 લોકો અપાયો દંડ
જે બાદ પાલિકાની ટીમ દ્વારા વિશ્વામિત્રી નદીમાં કચરો નાખવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. પાલિકાની ટીમે વાહનના નંબરના આધારે 25 લોકોને શોધીને 1 હજાર લેખે 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

જાહેરમાં થૂંકનારા પર રખાઈ રહી છે નજર
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં જાહેરમાં થૂંકનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં જાહેરમાં થૂંકતા લોકોને દંડ ફટકારવા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના CCTVથી વાહનચાલકો પર નજર રાખવામાં આવી રહી છે. લોકોને જાહેરમાં નહીં થૂંકવા અને રોડ પર ગંદકી નહીં કરવા સૂચના આપવામાં આવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ