બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / બિઝનેસ / ગુજરાત / coronavirus vaccine home to house vaccination survey is being done

મોટા સમાચાર / દેશમાં રસીકરણ માટે ઘર-ઘર સર્વે શરુ, ગુજરાત સહિત આ રાજ્યોમાં આજથી શરુ થયો આ સર્વે

Dharmishtha

Last Updated: 08:45 AM, 10 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસની રસી આવવામાં થોડો સમય હજું બાકી છે. પરંતુ સરકારે રસીકરણની દિશામાં એક પગલુ વધુ આગળ વધ્યા છે. હવે દેશમાં ઘરે ઘરે જઈને સર્વે કરવાનું શરુ થઈ ગયું છે.

  • રસીકરણને લઈને રજિસ્ટ્રેશનમાં સાચો ફોન નંબર આપવો
  • સરકારી સૂત્રોના જણાવ્યાનુંસાર આ રાજ્યોમાં સર્વે શરુ
  • સર્વેને 2 ચરણમાં વિભાજિત કરવામાં આવ્યો છે

આ સર્વે અંતર્ગત લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. જેમને રસી આવ્યા બાદ પહેલો ડોઝ આપવમાં  આવશે. આમાં 50 વર્ષ અઠવા તેનાથી વધારે ઉંમરના લોકોનો સમાવેશ થાય છે.

સરકારી સૂત્રોના જણાવ્યાનુંસાર આ રાજ્યોમાં સર્વે શરુ

ગુજરાતમાં 10થી 13 ડિસેમ્બરની વચ્ચે 3 દિવસ માટે સર્વે શરુ થઈ ગયો છે. ત્યારે ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં આવતા અઠવાડિયે સર્વે શરુ કરવામાં આવશે. છત્તીસગઢ, બિહાર અને રાજસ્થાનમાં સર્વે શરુ થઈ ચૂક્યો છે.   આઈસીએમઆરના ડૉ. લોકેશ શર્માએ જણાવ્યું કે રસીકરણના રહેલા ચરણ અંતર્ગત સ્વાસ્થ્ય કર્મચારીઓ અને સુરક્ષા જવાનોને રસી આપવામાં આવવી જોઈએ. આ લોકોનો ડેટા તૈયાર થઈ ચૂક્યો છે.

સર્વેને 2 ચરણમાં વિભાજિત કરવામાં આવ્યો છે

ડો. લોકેશ શર્માએ જણાવ્યું કે ગુજરાતમાં સર્વે ગુરુવારથી શુરુ થઈ રહેલા આ સર્વેને 2 ચરણમાં વિભાજિત કરવામાં આવ્યો છે. એક ચરણમાં વરિષ્ઠ નાગરિકોની ઓળખ કરવામાં આવશે અને બીજા ચરણમાં ડાયબિટીશ, ઉચ્ચ રક્તચાપ જેવા રોગોના દર્દીઓની ઓળખ કરવામાં  આવશે.

જેમને વધારે સંકટ તેમને પહેલા રસી અપાશે

રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્યએ જણાવ્યું કે રસીના ઈમરજન્સી ઉપયોગની પરવાનગી મળવાની છે. જેમાં લગભગ એક અઠવાડીયાનો સમય લાગી શકે છે. આ બાદ રસીનો ઉપયોગ ઈમરજન્સીમાં કરી શકાય છે.  આનો મતલબ એ છે કે જે લોકોને સંક્રમણનો ખતરો વધારે છે. તેમને રસી પહેલા આપવામાં આવશે. સૌથી વધારે ખતરો વૃદ્ધો અને પહેલાથી બિમાર લોકોને છે. એટલા માટે સર્વેના માધ્યમથી આ જાણકારીને એકત્રિત કરવામાં આવી રહી છે.

રસીકરણને લઈને રજિસ્ટ્રેશનમાં સાચો ફોન નંબર આપવો

સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ટીમ ઘરે ઘરે જઈને લોકોની જાણકારી લઈ રહી છે. સાથે તેમના ફોન નંબર અને એડ્રેસ વગેરેના ફોમ ભરી રહી છે. જેના કારણે રસીકરણ શરુ થતા તેમનો સંપર્ક કરી શકાય.  આ માટે લોકોને અપીલ છે કે રસીકરણને લઈને રજિસ્ટ્રેશનમાં સાચો ફોન નંબર આપવો જરુરી છે. તેવામાં ન ફક્ત તેમના સુધી પહોંચવામાં સરળતા રહેશે પરંતુ કોઈ પણ પ્રકારની સમસ્યા થવા પર તેમને સારવાર પણ કરી શકાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ