બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / ગુજરાત / સુરત / Coronavirus in Surat isolation covid care center garba

પ્રેરણા / જીત જાયેંગે હમ... સુરતમાં એક એવો પ્રયાસ જે કોરોનાના દર્દીઓને આપી રહ્યો છે વિશ્વાસના શ્વાસ

Gayatri

Last Updated: 08:57 AM, 19 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના નાનાં વરાછા ખાતે શરૂ કરાયેલા કોવિડ આઇસોલેશન સેન્ટરમાં અનોખી રીતે મનોરંજન, ભક્તિ અને હળવાશ રીતે સારવાર આપવામાં આવી છે.

  • દર્દીઓને સારવાર સાથે ગરબાની મોજ કરાવી
  • 15 જેટલા કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ 
  • હનુમાનજી ચાલીસા પાઠની સાથેની આરતી કરવામાં આવી 

સુરતમાં કિરોનાના વધતા કેસો ને લઈ હોસ્પિટલમાં સારવાર માટે બેડની સંખ્યામાં ઘટવા લાગી છે. જેને પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં રાજકીય નેતાઓનો અને સામાજિક સંસ્થા દ્વારા આઇસોલેશન સેન્ટર શરૂ કરાયા છે. જેમાં સુરતના નાનાં વરાછા ખાતે શરૂ કરાયેલા કોવિડ આઇસોલેશન સેન્ટરમાં અનોખી રીતે મનોરંજન, ભક્તિ અને હળવાશ રીતે સારવાર આપવામાં આવી છે.

15 જેટલા કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ 

સુરતમાં જે ગતિએ દિનપ્રતિદિન કોરોનાના કેસો સામે આવી રહયા છે જેને લઈ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડ ની અછત શરૂ થઈ હતી.સાથે આ ડોક્ટરો અને નર્સો પણ સંક્રમિત થતા સ્ટાફની પણ તંગી જોવા વર્તાઈ રહી છે. જેને પગલે હવે સુરતમાં જુદા જુદા વિસ્તારમાં જુદાજુદા રાજકીય આગેવાનો અને સામાજિક સંસ્થાઓ દ્વારા 15 જેટલા કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. અને કોરોના દર્દીઓની સારવાર આપવામાં આવી રહી છે. 

દર્દીઓ માનસિક તણાવ અનુભવે છે

સુરતના નાના વરાછા SMC કોમ્યુનિટી સેન્ટરમાં સ્થાનિક કોરોરેટર અને યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલા આઇસોલેશન અનોખી સારવાર જોવા મળી હતી. આપણે જાણીએ છીએ કે કોરોનાની સારવારમાં દર્દીઓને સૌથી મોટી તકલીફ પરિવારથી દૂર રહી એકલતાને લઈ દર્દીઓ માનસિક તણાવ અનુભવે છે. ત્યારે આ આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓનું વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અત્યારના પ્રવર્તમાન સમયમાં અનોખી સારવાર આપવાનો પ્રયાસ કરાય રહ્યો છે.

દર્દીઓને સારવાર સાથે ગરબાની મોજ કરાવી

સ્થાનીક કોર્પોરેટર મહેશભાઈ અણધણ અને યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા આ આઇસોલેશન સેન્ટરમાં મનોરંજન, ભક્તિ અને દર્દીઓને હળવાશ સાથેની અનોખી સારવાર આપવામાં આવી રહી છે. જી હા હાલ ચૈત્રી નવરાત્રી શરૂ ચાલી રહી છે ત્યારે દર્દીઓને સારવાર સાથે ગરબાની મોજ કરાવી હતી. ગરબે રમતા ખેલૈયાઓ ને જોઈ દર્દીઓ ખુશ થઈ ગયા હતા. કેટલાક દર્દીઓ તો થોડી વાર ગરબે ઘૂમી આનંદ પણ માણ્યો હતો.

હનુમાનજી ચાલીસા પાઠની સાથેની આરતી કરવામાં આવી 

બીજા દિવસે ખાસ મોટી સ્ક્રીન લગાવી હનુમાનજી ચાલીસા પાઠની સાથેની આરતી કરવામાં આવી હતી. અને ભક્તિ મય વાતાવરણનું સર્જન કરાયું હતું. તો દર્દીનો એ હળવા ફૂલ કરવા હસવાનો પણ કાર્યક્રમ કરાયો હતો. હનુમાનજી ની આરતી બાદ આ આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓ માટે હાસ્ય કલાકાર ઘનશ્યામનો ડાયરો પણ રાખવામાં આવ્યો હતો. જેના દ્વારા સારવાર લઈ રહેલા દર્દીઓ પોતાનું દુઃખ અને માંદગી થોડી વાર ભૂલી માનમૂકી હસ્યા હતા.સાથે એકલતા અને માનસિક તણાવ અનુભવતા દર્દીઓ હળવાફૂલ થઈ ગયા હતા.

દર્દી માનસિક રીતે નાસીપાસ થઈ જાય
 
ખરેખર કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સારવાર સાથે માનસિક શક્તિ વધારવાની પણ ખૂબ જરૂર હોય છે.અનેક એવા કિસ્સોમાં તો દર્દી માનસિક રીતે નાસીપાસ થઈ જાય છે જેને લઈ તેનું મૃત્યુ થતું જોવા મળ્યું છે અને કેટલાક કિસ્સોમાં દર્દી ખૂબ વધુ કોરોનામાં સંક્રમિત હોય પરંતુ માનસિક જ્યારે મજબૂત હોય છે ત્યારે તે કોરોના સામે જંગ જીતીને આવે છે. માટે માનસિક મનોબળ ખૂબ મજબૂત હોવું જરૂરી છે જે આ આઇસોલેશન સેન્ટર પર દર્દીઓ ને આપવામાં આવે છે. અને આ પ્રકારની સારવાર અત્યારના પ્રવર્તમાન સ્થિતિમાં ખૂબ જ જરૂરી બની રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ