બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Politics / Corona uncontrollable at festivals: In this state now only 50 people are allowed to marry again

કોવિડ 19 / તહેવારોમાં કોરોના બેકાબૂ : આ રાજ્યમાં હવે લગ્નમાં ફરીથી માત્ર 50 લોકોને છૂટ

Nirav

Last Updated: 04:53 PM, 17 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે જાહેરાત કરી હતી કે લગ્ન સમારોહ માટે 200 લોકોને એકઠા થવાનો મંજૂરીનો હુકમ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. હવે ફક્ત 50 લોકોને જ એકત્રિત થવા માટેની મંજૂરી આપવામાં આવી છે.

  • દિલ્હીમાં ફરી વધ્યો કોરોના પ્રકોપ
  • લગ્ન સમારંભોમાં 200 લોકોની અનુમતિને પછી ખેંચી 50ની કરાઇ 
  • ભીડગ્રસ્ત બજારોને અસ્થાયી રૂપે બંધ કરવાની સરકારની યોજના 

દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેરે ખૂબ જ જોખમી ટ્રેન્ડ અપનાવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 99 લોકોનાં મોત નીપજ્યાં છે. જો આપણે એકલા નવેમ્બર મહિનાની વાત કરીએ, તો પછી દર કલાકે ચાર લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. કોરોનાની કથળેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે લગ્ન સમારોહમાં મળેલ છૂટ પાછી ખેંચી લેવામાં આવી છે.

દિલ્હી સરકારે જાહેર કર્યો નવો આદેશ 

મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે જાહેરાત કરી હતી કે લગ્ન સમારોહ માટે 200 લોકોને મંજૂરી આપવાનો હુકમ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. હવે ફક્ત 50 લોકોને જ એકત્રિત થવા દેવાશે. જ્યારે કોરોનાની સ્થિતિ સામાન્ય થઈ રહી હતી, ત્યારે આ સંખ્યા 50 થી વધારીને 200 કરવામાં આવી હતી, જે આદેશને રદ્દ કરીને હવે 50ની જ અનુમતિ આપવામાં આવી છે. 

બજારો પણ બંધ કરવાની આપ સરકારની યોજના

આ સાથે જ કોરોના નિયમોનું ઉલ્લંઘન અને સામાજિક અંતરનું પાલન ન થવાની સ્થિતિમાં દિલ્હી સરકાર ભીડગ્રસ્ત બજારોને અસ્થાયી રૂપે બંધ કરવાની યોજના બનાવી રહી છે જેને લઈને દિલ્હી સરકાર કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલશે. CM અરવિંદ કેજરીવાલ એ કહ્યું કે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે પથારીની સંખ્યા પૂરતી છે.

CM અરવિંદ કેજરીવાલ એ કહ્યું કે હું કેન્દ્ર સરકારનો આભારી છું, જેમણે તાત્કાલિક દિલ્હીવાસીઓને મદદ માટે 750 ICU બેડ ગોઠવ્યાં. તમામ સરકારો અને એજન્સીઓએ કોરોના વાયરસ ને નિયંત્રિત કરવાના પ્રયત્નો વધારી દીધા છે, પરંતુ લોકો સાવચેતી રાખશે નહીં ત્યાં સુધી આ શક્ય નથી. હું લોકોને તેથી જ માસ્ક પહેરવાની અપીલ કર્યું છું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ