બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / corona is increasing rapidly in delhi patients have been infected need oxygen

મહામારી / સાવચેત રહેજો! અહીં વધતાં જતાં કોરોના કેસોના કારણે વધ્યું ટેન્શન, હોસ્પિટલમાં ઓક્સિજનની માંગ પણ વધી

Dhruv

Last Updated: 08:27 AM, 24 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં વધતા જતા કોરોનાના કેસો વચ્ચે પણ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા સામાન્ય છે. પરંતુ દર્દીઓને ક્યાંક ક્યાંક ઓક્સિજનની જરૂરિયાત વધારે પડે છે.

  • દિલ્હીમાં કોરોના સંક્રમણમાં વધારો છતાં દર્દીઓની સંખ્યા સામાન્ય
  • હોસ્પિટલમાં 19ને ઓક્સિજન સપોર્ટની જરૂર હતી
  • 4 ગંભીર રીતે બીમાર દર્દીઓને વેન્ટિલેટરની જરૂર હતી

દેશની રાજધાની દિલ્હીના આરોગ્ય નિષ્ણાંતોએ કહ્યું કે, દિલ્હીમાં કોરોનાના કેસમાં થોડો વધારો થયો હોવા છતાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા સામાન્ય છે. ઓક્સિજન અને વેન્ટિલેટરની પણ જરૂરિયાત ઓછી છે. તો બીજી બાજુ દિલ્હી સરકારના ડેટા અનુસાર, શહેરમાં 3,705 એક્ટિવ કેસમાંથી શનિવારે ફક્ત 101 કોવિડ -19 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, આનો અર્થ એ થયો કે દિલ્હીની 9,489 હોસ્પિટલના બેડમાંથી લગભગ 99% ખાલી છે. જો કે, તમને જણાવી દઈએ કે, હોસ્પિટલમાં દાખલ 101 દર્દીઓમાંથી માત્ર 29 લોકો જ ICUમાં હતા. 19ને ઓક્સિજન સપોર્ટની જરૂર હતી અને 4 ગંભીર રીતે બીમાર દર્દીઓને વેન્ટિલેટરની જરૂર હતી.

હોસ્પિટલમાં દાખલ 90% થી વધુ ગંભીર તબીબી સ્થિતિ ધરાવતા લોકો સામેલ

વાસ્તવમાં, દિલ્હી સરકારના આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ કરાયેલા 90% થી વધુ લોકો કાં તો વરિષ્ઠ નાગરિકો છે કે જે મોટા ભાગે 75 વર્ષથી વધુ ઉંમરના છે અથવા તો જેમની પહેલેથી જ ગંભીર તબીબી સ્થિતિ રહેલી છે, જેમ કે કેન્સર, ગાંઠ અને ફેફસાં તેમજ કિડનીની સમસ્યાઓ. ગયા ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પણ ઓમિક્રોનની લહેરમાં અમે અગાઉની લહેર કરતાં ઓછાં હોસ્પિટલમાં લોકોને જોયા હતા. આરોગ્ય અધિકારીના જણાવ્યાં અનુસાર, જે દર્દીઓ હોસ્પિટલમાં છે તે એવાં છે કે જેમની સ્વાસ્થ્યની સ્થિતિ કોરોના વગર પણ ગંભીર હતી અને જેઓ સંક્રમણના કારણે મૃત્યુ પામ્યા છે.

રાજધાનીમાં રસીકરણનો દર પણ ઘણો ઊંચો

સફદરજંગ હોસ્પિટલના સામુદાયિક આરોગ્ય વિભાગના વડા ડૉ. જુગલ કિશોરે જણાવ્યું હતું કે, જ્યાં સુધી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઓછી હોય ત્યાં સુધી ગભરાવાની કોઈ વાત નથી. જો કે, તેમણે નિર્દેશ કર્યો છે કે, વરિષ્ઠ નાગરિકો અને નબળા વર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા કોવિડના વર્તનનું પાલન કરવું યોગ્ય હતું. દિલ્હી એવાં તબક્કે પહોંચી ગયું છે કે જ્યાં પર્યાપ્ત સંખ્યામાં લોકો પહેલેથી જ સંક્રમિત છે અને ચોક્કસ સ્તરની એન્ટિબોડીઝ મેળવી ચૂક્યાં છે. જ્યાં રાજધાનીમાં રસીકરણનો દર પણ ઘણો ઊંચો છે.

શનિવારે દિલ્હીમાં 1094 થી વધુ કેસ સામે આવ્યાં

આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, શનિવારે દિલ્હીમાં 1,094 કેસ નોંધાયા હતાં જ્યારે આગલા દિવસે 1,042 કેસ નોંધાયા હતાં. જો કે, સકારાત્મક દર એટલે કે પોઝિટિવિટી રેટમાં કોઈ જ ફેરફાર નથી થયો. તેઓએ કહ્યું હતું કે, સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધારે નથી. છેલ્લાં ત્રણ દિવસથી સંક્રમણના એક હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. તો આ સાથે છેલ્લાં ચોવીસ કલાકમાં સંક્રમણના કારણે બે દર્દીઓના પણ મોત થયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ