બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Contract based recruitment canceled in Maharashtra, will it happen in Gujarat? How much job security is there for employees in contract system?

મહામંથન / મહારાષ્ટ્રમાં કરાર આધારિત ભરતી થઈ રદ, શું ગુજરાતમાં થશે? કોન્ટ્રાક્ટ પ્રથામાં કર્મચારીઓની નોકરીની સલામતી કેટલી?

Vishal Khamar

Last Updated: 09:02 PM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્ર સરકારે વિવિધ વિભાગોમાં કરાર આધારિત ભરતી પ્રક્રિયાને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી કરાર આધારીત ભરતી પ્રક્રિયા બંધ કરવા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે તો કરાર આધારિત ભરતી પ્રક્રિયા રદ્દ કરવાનો નિર્ણય કર્યો પણ શું ગુજરાતમાં સરકાર કરાર આધારીત ભરતી પ્રક્રિયા પર બ્રેક મારશે ખરી?

બે પડોશી રાજ્ય, બંનેમાં ભાજપની સરકાર, એક રાજ્યએ જે નિર્ણય કર્યો તેવો જ નિર્ણય બીજુ રાજ્ય કરે એવી અપેક્ષા. ટૂંકમાં કહેવાયેલી આ વાતનો વિસ્તાર સમજીએ. જે નિર્ણયની ચર્ચા કરવાની છે તે મહારાષ્ટ્ર સરકારે કરેલો છે જ્યાં ભાજપ અને એકનાથ શિંદે જૂથની શિવસેનાની સરકાર છે. વર્તમાન મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર રાજ્યમાં સરકારી નોકરીઓમાં કરાર આધારીત ભરતી રદ કરવાનું નક્કી કર્યુ છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની વાત માનીએ તો છેલ્લા કેટલાક સમયથી શરદ પવાર જ કરાર આધારિત ભરતીનો વિરોધ કરી રહ્યા હતા અને જે તે સમયે વર્ષ 2003માં જયારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCP ગઠબંધનની સરકાર હતી ત્યારે પહેલીવાર મહારાષ્ટ્રમાં શિક્ષણ વિભાગમાં કરાર આધારિત ભરતીનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો.

  • મહારાષ્ટ્ર સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો
  • મહારાષ્ટ્ર સરકારે સરકારી નોકરીઓમાં કરાર આધારીત ભરતી રદ કરી
  • નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી

ગુજરાતમાં 2006 પછી આઉટસોર્સિંગથી ભરતી લગભગ મને-કમને સર્વસ્વીકૃત બની ચુકી છે અને હવે મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને પગલે ગુજરાતમાં એ ચર્ચા થયા વગર નહીં રહે કે રાજ્યમાં કરાર આધારિત ભરતીની પ્રથા ક્યારે બંધ થશે. ગુજરાતમાં આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા કર્મચારીઓનું પારાવાર શોષણ થયું હોય તેવી ઘટનાઓ પણ સામે આવી છે, સમયાંતરે સરકારે આવી કંપનીઓને બ્લેકલીસ્ટ પણ કરી હોય પરંતુ થોડા સમય બાદ પરિસ્થિતિ જૈસે થે જેવી થઈ જાય. અત્યારે તો એ હકીકતનો સામનો કરવો જ પડશે કે રાજ્યમાં કરાર આધારિત કર્મચારીઓના શોષણનો છેડો ક્યારે આવશે તેના વિશે કોઈ સોય ઝાટકીને કહેવા તૈયાર નથી. સરકારને પણ એ પૂછવું રહ્યું કે કરાર આધારિત ભરતી બંધ કરવામાં મુશ્કેલી શું નડે છે?. કોઈ કર્મચારીની આર્થિક સ્થિતિ સદ્ધર થશે તો તેની સામાજિક સ્થિતિ પણ આપોઆપ સદ્ધર થશે.

  • ગુજરાતમાં અનેક સરકારી પદ ઉપર કરાર આધારીત ભરતી
  • ગુજરાત સરકાર કરાર આધારીત ભરતી રદ કરશે કે નહીં તે સવાલ
  • ગુજરાતમાં ઘણાં સમયથી કરાર આધારીત ભરતી રદ થવાની માગ થઈ રહી છે

મહારાષ્ટ્ર સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે.  મહારાષ્ટ્ર સરકારે સરકારી નોકરીઓમાં કરાર આધારીત ભરતી રદ કરી છે.  નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી.  મહારાષ્ટ્રમાં હવે કરાર આધારીત ભરતી નહીં થાય. મહારાષ્ટ્ર સરકારની જેમ ગુજરાતમાં અમલવારી થશે કે નહીં તેની ચર્ચા. ગુજરાતમાં અનેક સરકારી પદ ઉપર કરાર આધારીત ભરતી કરવામાં આવી છે.  ગુજરાત સરકાર કરાર આધારીત ભરતી રદ કરશે કે નહીં તે સવાલ.  ગુજરાતમાં ઘણાં સમયથી કરાર આધારીત ભરતી રદ થવાની માગ થઈ રહી છે.

  • મહારાષ્ટ્ર સરકારે 2003માં પરિપત્ર બહાર પાડ્યો હતો
  • મહારાષ્ટ્રની વર્તમાન સરકારે કરાર આધારિત ભરતીનો GR રદ કર્યો
  • દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તત્કાલિન કોંગ્રેસ-NCPની સરકારનો આ પરિપત્ર હતો

રાજ્યના કરાર આધારીત કર્મીઓની માગ શું છે?

  • સમાન કામ, સમાન વેતનનો લાભ મળે
  • કાયમી કર્મચારીને મળતા તમામ લાભ મળે
  • કારણ વગર ફરજમાંથી બરતરફ ન કરવામાં આવે
  • વર્ગ-4ના કર્મચારીને સુરક્ષા અને સન્માન મળે
  • રજા, બઢતી-બદલી, આરોગ્યની સવલતો મળે
  • જૂની પેન્શન યોજના, LTCના લાભ મળે
  • પગારપંચ, બોનસ, પેશગી લોન જેવી સવલતો મળે
  • આકસ્મિક વીમો મળવો જોઈએ
  • આકસ્મિક સંજોગોમાં મળવાપાત્ર તમામ લાભ મળે
  • સરકાર દ્વારા આયોગ કે નિગમ બને
  • ચોક્કસ સમિતિની રચના કરીને કર્મચારીને કાયમી કરવામાં આવે

મહારાષ્ટ્ર સરકારનો પરિપત્ર શું હતો?
મહારાષ્ટ્ર સરકારે 2003માં પરિપત્ર બહાર પાડ્યો હતો. મહારાષ્ટ્રની વર્તમાન સરકારે કરાર આધારિત ભરતીનો GR રદ કર્યો છે.  દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તત્કાલિન કોંગ્રેસ-NCPની સરકારનો આ પરિપત્ર હતો. મહારાષ્ટ્રમાં 13 માર્ચ 2003ના રોજ કોન્ટ્રાક્ટ ભરતીનો પહેલીવાર નિર્ણય કર્યો હતો.  કોંગ્રેસ અને NCPની સરકારે શિક્ષણ વિભાગમાં કોન્ટ્રાક્ટ પ્રથા શરૂ કરી હતી. 2010માં અશોક ચવ્હાણની સરકારે 6 હજાર કરાર આધારિત ભરતીનો GR બહાર પાડ્યો હતો.  સપ્ટેમ્બર 2021માં ઉદ્ધવ ઠાકરેની સરકારે કરાર આધારિત ભરતીને મંજૂરી આપી હતી.  મહારાષ્ટ્રમાં પોલીસ વિભાગમાં પણ કરાર આધારિત ભરતી થઈ રહી હતી. છેલ્લા ઘણાં સમયથી મહારાષ્ટ્રમાં કરાર આધારિત ભરતી રદ કરવાની માગ હતી.  વર્તમાન સરકારે કરાર આધારિત ભરતી રદ કરવાનો નિર્ણય કર્યો છે. 

  • 2010માં અશોક ચવ્હાણની સરકારે 6 હજાર કરાર આધારિત ભરતીનો GR બહાર પાડ્યો
  • સપ્ટેમ્બર 2021માં ઉદ્ધવ ઠાકરેની સરકારે કરાર આધારિત ભરતીને મંજૂરી આપી
  • મહારાષ્ટ્રમાં પોલીસ વિભાગમાં પણ કરાર આધારિત ભરતી થઈ રહી હતી
  • છેલ્લા ઘણાં સમયથી મહારાષ્ટ્રમાં કરાર આધારિત ભરતી રદ કરવાની માગ
  • વર્તમાન સરકારે કરાર આધારિત ભરતી રદ કરવાનો નિર્ણય કર્યો

નીતિ આયોગનો રિપોર્ટ શું કહે છે?
નિયત સમય માટે નિયત પગારથી કામ કરતા કર્મચારી માટે રિપોર્ટ હતો. રિપોર્ટ પ્રમાણે 2020-21માં આવા કર્મચારીની દેશભરમાં સંખ્યા 77 લાખ હતી. નીતિ આયોગનો અંદાજ છે કે 2029-30 સુધીમાં આવા કર્મચારી 2.35 કરોડ હશે. નીતિ આયોગે આવા કર્મચારીની સામાજિક સુરક્ષા વધારવા ભલામણ કરી હતી.

ગુજરાત સરકારે તાજેતરમાં શું નિર્ણય કર્યો?
રાજ્ય સરકારે તાજેતરમાં કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો હતો.  ફરજ દરમિયાન કરાર આધારિત કર્મચારીનું અવસાન થાય તો ઉચ્ચક 14 લાખની સહાય.  આ લાભ વર્ગ-3 અને 4ના કરાર આધારિત કર્મચારીને મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ