હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ ગરમીમાં થોડો ઘટાડો થવાની શક્યતાઓ છે તેમજ અમદાવાદમાં 4 દિવસ સુધી યલો અલર્ટ રહેશે
રાજ્યમાં વધી રહ્યો છે સતત ગરમીનો પ્રકોપ
અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયુ
અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ કર્યુ જાહેર
ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી લોકોને તોબા પોકારી રહી છે. આગ ઓકતી ગરમી સામે અમદાવાદવાસીઓ સહિત રાજ્યભરના નાગરિકો ત્રાહીમામ પોકારી ચૂક્યા છે ત્યારે રાજ્યભરમાં ગરમીમાં થોડા દિવસ રાહત મળશે તેવી શક્યતાઓ સામે આવી છે.
3 દિવસ ગરમીમાં થોડો ઘટાડો થવાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ ગરમીમાં થોડો વધારો ઘટાડો થવાની શક્યતાઓ છે તેમજ આગામી 5 દિવસમાં ગરમીમાં ખાસ વધારો કે ઘટાડો નોંધાશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા છે તેમજ રાજ્યના અન્ય શહેરોમાં તાપમાન નીચું જઈ શકે છે જ્યારે અમદાવાદમાં 4 દિવસ સુધી યલો અલર્ટ રહેશે અને અમદાવાદમાં 4 દિવસ સુધી 41 ડિગ્રી તાપમાન રહી શકે છે.
અમદાવાદમાં યલો એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહશે અને આગામી ત્રણ દિવસ તાપમાન સામાન્ય 1 ડિગ્રી વધશે. વર્તમાનમાં અરબ સાગર પવન આવી રહ્યા છે જેનાથી આગામી 4 દિવસ 41 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે, જો કે, આ બધાની વચ્ચે અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદમાં આજે 41 ડિગ્રી તાપમાન
અમદાવાદમાં આજે 41 ડિગ્રી તાપમાન નોંધાવ્યું છે, સતત ચાર દિવસથી 40થી ડીગ્રી વધુ તપામન નોઁધાયું છે. તાપમાન વધતા પાંખી સંખ્યામાં નાગરિકો બહાર નીકળી રહ્યા છે તેમજ બપોરના સમયમાં રોડ રસ્તા પર સુમસામ ભાંસી રહ્યાં છે. અત્રે તમને જણાવી દઈએ કે, લોકોને કામ સિવાય બહાર ન નીકળવા AMCએ અપીલ કરી છે. અમદાવાદમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. રાજકોટમાં 40.2 તેમજ બનાસકાંઠાના ડિસામાં 40.6 તેમજ વડોદરામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ઇમરજન્સી કેસમાં વધારો
આગ ઓકતી ગરમી સામે અમદાવાદવાસીઓ ત્રાહીમામ પોકારી ચૂક્યા છે. અમદાવાદમાં ગરમીના કારણે 13 દિવસમાં 590 લોકો બેભાન થયાની ઘટના સામે આવી હતી જેને કારણે 108 ઇમરજન્સી કેસમાં વધારો થયો છે. માત્ર 2 અઠવાડિયામાં 9557 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. જ્યારે સમગ્ર રાજ્યની વાત કરીએ તો ગરમીના કારણે 13 દિવસમાં 2 હજારથી વધુ લોકો બેભાન થયા હતા. અમદાવાદમાં હીટ સ્ટ્રોકના 6 કેસ, હાઈ ફીવરના 300 કેસ નોંધાયા હતાં. ગરમીના કારણે વોમીટીંગ ડાયેરિયાના 449 કેસ નોંધાયા હતાં. ગરમીમાં બાળકો, વૃદ્ધો અને પ્રેગ્નેન્ટ મહિલાઓને ઘરમાં રહેવાની તબીબોની સલાહ છે.