બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Congress raised questions on EVM 'Any machine with a chip can be hacked',

ચૂંટણી 2023 / કોઈ પણ ચિપ હેક થઈ શકે છે: કોંગ્રેસે હાર બાદ EVM પર ઉઠાવ્યા સવાલ, દિગ્ગજ નેતાએ કહ્યું- હું તો 2003થી જ વિરોધ કરું છું

Megha

Last Updated: 09:54 AM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે મધ્યપ્રદેશમાં હાર માટે EVMને જવાબદાર ગણાવતા કહ્યું, ચિપવાળા કોઈપણ મશીનને હેક કરી શકાય છે.

  • ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસના નેતાઓ તરફથી પ્રતિક્રિયાઓ આવવા લાગી 
  • દિગ્વિજય સિંહે મધ્યપ્રદેશમાં હાર માટે ઈવીએમને જવાબદાર ગણાવ્યું 
  • કહ્યું - ચિપવાળી કોઈપણ મશીન હેક થઈ શકે છે

પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે અને પરિણામો જોઇને કોંગ્રેસની ચિંતા વધી ગઈ છે. વિધાનસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ભાજપે સરકાર બનાવી છે અને તેલંગાણામાં કોંગ્રેસ તો મિઝોરમમાં ZPM પાર્ટી સત્તા પર આવી છે. ચૂંટણી હાર્યા બાદ નેતાઓ તરફથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે મધ્યપ્રદેશમાં હાર માટે ઈવીએમને જવાબદાર ગણાવતા કહ્યું, ચિપવાળા કોઈપણ મશીનને હેક કરી શકાય છે.

230 સીટોવાળી મધ્યપ્રદેશ વિધાનસભામાં ભાજપે 163 સીટો જીતી છે જ્યારે કોંગ્રેસ 66 સીટો પર આવી ગઈ છે. ચૂંટણીના પરિણામો પહેલા કોંગ્રેસે મધ્યપ્રદેશમાં જીતનો દાવો કર્યો હતો. એવામાં હાલ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે EVM પર સવાલ ઉઠાવતા એમની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર શેર કરી છે.

કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહએ એક ન્યૂઝ વેબસાઈટનું કટિંગ શેર કરતી વખતે લખ્યું - ચિપવાળી કોઈપણ મશીન હેક થઈ શકે છે. મેં 2003થી ઈવીએમ દ્વારા મતદાનનો વિરોધ કર્યો છે. શું આપણે આપણી ભારતીય લોકશાહીને પ્રોફેશનલ હેકર્સના નિયંત્રણમાંથી બચાવી શકીએ? તેમણે આગળ લખ્યું કે આ એક મૂળભૂત પ્રશ્ન છે જેનો તમામ રાજકીય પક્ષોએ ઉકેલ લાવવો પડશે. માનનીય ચૂંટણી પંચ અને માનનીય સુપ્રીમ કોર્ટ શું આપણા ભારતીય લોકશાહીનું રક્ષણ કરશો?

આ પહેલા પણ પરિણામના આંકડા શેર કરતી વખતે દિગ્વિજય સિંહે લખ્યું, 'પોસ્ટલ બેલેટ દ્વારા કોંગ્રેસને મત આપનારા અને અમારામાં વિશ્વાસ વ્યક્ત કરનારા તમામ મતદારોનો આભાર! ફોટોગ્રાફ્સના ડેટામાં એક પુરાવો છે જે દર્શાવે છે કે પોસ્ટલ બેલેટ દ્વારા, અમે એટલે કે કોંગ્રેસ 199 સીટો પર આગળ છે. જ્યારે આમાંની મોટાભાગની બેઠકો પર અમે ઇવીએમની ગણતરીમાં મતદારોનો સંપૂર્ણ વિશ્વાસ મેળવી શક્યા નથી. એવું પણ કહી શકાય કે જ્યારે સિસ્ટમ જીતે છે ત્યારે જનતા હારે છે. અમને ગર્વ છે કે અમારા કાર્યકરોએ કોંગ્રેસ માટે પૂરા દિલથી કામ કર્યું અને લોકશાહીમાં તેમનો વિશ્વાસ મજબૂત કર્યો.”

જાણો કયા રાજ્યમાં કોંગ્રેસને કેટલી બેઠકો મળી
-છત્તીસગઢમાં જનતાને આપેલાં વચનો, મહાદેવ સટ્ટાબાજીની એપનો મુદ્દો અને હિન્દુત્વ કાર્ડ એ મુખ્ય પરિબળો છે જે ભાજપને પાંચ વર્ષ પછી સત્તામાં લાવ્યા છે. જણાવી દઈએ કે 2000માં રાજ્યની રચના બાદ આ પહેલીવાર છે જ્યારે ભાજપે અહીં 50 સીટોનો આંકડો પાર કર્યો છે.

- મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને લગભગ 48.55 ટકા વોટ મળ્યા, જે કોંગ્રેસ કરતા આઠ ટકા વધુ છે. આ વધારાને કારણે ભાજપે માત્ર 163 બેઠકો જ જીતી નથી પરંતુ રાજ્યના દ્વિ-ધ્રુવીય રાજકારણમાં પણ તેની સ્થિતિ મજબૂત કરી છે.

-રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના વોટિંગ બાદ જે આંકડા સામે આવ્યા છે તે મુજબ ભાજપે 115 સીટો જીતી છે જ્યારે કોંગ્રેસે 69 સીટો પર જીત મેળવી છે. ભારત આદિવાસી પાર્ટી (BAP)ને ત્રણ અને બહુજન સમાજ પાર્ટી (BSP)ને બે બેઠકો મળી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ