ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / congress leader ghulam nabi azad was stopped at jammu airport in tuesday

આર્ટિકલ 370 / જમ્મૂ એરપોર્ટ પર રોકવામાં આવ્યા ગુલામ નબી આઝાદ, દિલ્હી પરત મોકલાયા

Published By: Mehul

Last Updated: 08:09 PM, 20 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદને મંગળવારે જમ્મૂ કાશ્મીર પર રોકી દેવાયા. એમને ન તો ઘરે જવા દેવાયા ન જમ્મૂ કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે જવા દેવાયા. રાજ્યસભામાં વિપક્ષે નેતા ગુલામ નબી આઝાદને પાછા દિલ્હી મોકલી દેવાયા.

ADVERTISEMENT

પ્રાપ્ત જાણકારી મુજબ, ગુલામ નબી આઝાદ દિલ્હીથી ફ્લાઇટ લઇને જમ્મૂ કાશ્મીર પહોંચ્યા હતા. બપોરે 2.55 વાગ્યે તંત્રના આદેશ પર એમની એરપોર્ટ પર ધરપકડમાં લેવામાં આવ્યા હતા. ગુલામ નબી આઝાદ જમ્મૂમાં કોંગ્રેસ કાર્યાલય પર આયોજિત પ્રદેશ કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેવા જઇ રહ્યા હતા. જોકે, એમને એરપોર્ટથી બહાર નીકળવા ન દીધા. 

એરપોર્ટ પર રોકવા પર ગુલામ નબી આઝાદે કહ્યું, 'લોકતંત્ર માટે આ યોગ્ય નથી. જો મુખ્યધારાની રાજનૈતિક પાર્ટીઓ પણ મુલાકાત નહીં લે તો કોણ લેશે? જમ્મૂ કાશ્મીરના ત્રણ પૂર્વ મુખ્યમંત્રી પહેલાથી જ નજરબંધ છે અને એક પૂર્વ સીએમને રાજ્યમાં ઘુસવા દેવામાં આવી રહ્યા નથી. આ અસહિષ્ણુતાના સંકેત છે.'

5 ઓગસ્ટે અનુચ્છેદ 370ની ઘણી જોગવાઇને હટાવાયા બાદ અને જમ્મૂ કાશ્મીરના વિભાજન બાદથી ઘણા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી નજરબંધ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Congress Party Ghulam Nabi Azad National News Political News jammu kashmir article 370

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ