બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Congress faring very badly in Tripura, Nagaland and Meghalaya assembly election trends

પરિણામ / પૂર્વોત્તરમાં પણ પંજો 'સાફ': નાગાલેન્ડ અને ત્રિપુરામાં તો ખાતું પણ ન ખૂલ્યું, મેઘાલયથી પણ ખરાબ સમાચાર

Malay

Last Updated: 01:36 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણીના વલણોમાં કોંગ્રેસની હાલત ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે. નાગાલેન્ડ-ત્રિપુરામાં તો પાર્ટીનું ખાતું પણ ખુલ્યું નથી.

 

  • ચૂંટણી પરિણામો 2023: પૂર્વોત્તરમાં કોંગ્રેસ ફેલ
  • નાગાલેન્ડ-ત્રિપુરામાં ખાતું પણ નથી ખુલ્યું 
  • મેઘાલયમાં કોંગ્રેસ 6 સીટો પર આગળ

પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી 2023 માટે મતદાન થયું હતું. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ અને નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી. આજે વહેલી સવારથી ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. શરૂઆતી વલણમાં કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. 

ત્રિપુરામાં કોંગ્રેસને ઝટકો
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ વખતે કોંગ્રેસ પૂર્વોત્તરમાં ઘણું સારું પ્રદર્શન કરશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં નિકળેલી ભારત જોડો યાત્રાની અસર જોવા મળશે, પરંતુ એવું થયું નથી. ત્રિપુરાની વાત કરીએ તો વલણોમાં એક તરફ ભાજપ અહીં બીજી વખત બહુમતીની નજીક છે તો બીજી તરફ કોંગ્રેસ અહીં ખાતું પણ ખોલવામાં અસમર્થ છે. ત્રિપુરામાં ભાજપ હાલમાં 30 સીટો પર આગળ છે. 

કોંગ્રેસે વધુ 33 ઉમેદવારની યાદી કરી જાહેર, મેવાણીને વડગામ, ગેનીબેનને વાવથી  ટિકિટ, જુઓ આખુંય લિસ્ટ | Congress announced the sixth list of candidates

નાગાલેન્ડમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ
આ ઉપરાંત નાગાલેન્ડમાં તો કોંગ્રેસની હાલત વધુ ખરાબ છે. અહીં કોંગ્રેસનું ખાતું પણ ખુલે તેવું દેખાતું નથી. નાગાલેન્ડની 60માંથી 55 સીટોના વલણ આવી ચૂક્યા છે. આમાંથી એક પણ સીટ કોંગ્રેસને મળી શકી નથી. મેઘાલયમાં કોંગ્રેસ માત્ર ચાર સીટો પર આગળ છે. શરૂઆતના વલણો જોઈને ખુદ કોંગ્રેસના નેતાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ આંકડાઓને જોતા કહી શકાય કે 2023ની શરૂઆત કોંગ્રેસ માટે નિરાશાજનક રહી છે. ઉલ્લેખનીય છે કે, 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તેથી આ ચૂંટણી વધુ મહત્વની છે. 

નાગાલેન્ડમાં ભાજપે ફરી મારી બાજી 
નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધન 43 સીટો પર આગળ છે અને સત્તાની નજીક જોવા મળી રહ્યું છે. અહીં NPF 3 સીટો પર આગળ છે. અન્ય ઉમેદવારો 08 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. આ વલણો અનુસાર ભારતીય જનતા પાર્ટી ગઠબંધન સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. બીજી તરફ કોંગ્રેસ માટે આ રાજ્યનું ચૂંટણી પરિણામ દુઃસ્વપ્ન સમાન છે. આપને જણાવી દઈએ કે, ગત વખતે પણ તેનું અહીં ખાતુ ખુલ્યું નહોતું. નોંધનીય છે કે, કોંગ્રેસ 2003થી આ રાજ્યોમાં સત્તા વાપસી કરી શકી નથી. 

મેઘાલયમાં કોંગ્રેસની સ્થિતિ
મેઘાલયમાં કોનરોડ સંગમાની NPP હવે સૌથી મોટી પાર્ટી બનતી જોવા મળી રહી છે. NPP હાલના વલણોમાં 24 સીટો પર આગળ ચાલી રહી છે. ટીએમસી હવે અહીં માત્ર 8 સીટો પર આગળ ચાલી રહી છે. તો અન્ય 28 સીટો પર આગળ છે. મેઘાલયમાં ભાજપ 3 અને કોંગ્રેસ 4 સીટો પર આગળ છે. એટલે કે અહીં પણ કોંગ્રેસ સિંગલ ડિજિટમાં જ છે.  મેઘાલયમાં કોંગ્રેસે આ વખતે નવા ચહેરાઓ પર દાવ અજમાવ્યો હતો, સાથે જ રાહુલ ગાંધીએ એક રેલી પણ અહીં કરી હતી. પરંતુ તેની એટલી અસર જનતા પર થતી દેખાઈ રહી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ