બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Congress announced the first list of candidates for assembly elections beehive of opposition sprung up

કકળાટ / પેરાશૂટ ઉમેદવાર નહીં ચાલે... નહીં ચાલે: કોંગ્રેસની પહેલી જ યાદી બાદ ભયંકર બબાલ, બે સીટો પર પેંચ ફસાયા "

Kishor

Last Updated: 04:48 PM, 5 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરતાની સાથે જ વિરોધનો મધપૂડો છંછેડાયો છે.

  • કોંગ્રેસમાં ટિકિટ માટે કકળાટ
  • પ્રથમ યાદીમાં જ વિરોધ બહાર આવ્યો
  • માંજલપુર અને ઘાટલોડિયાના ઉમેદવારનો વિરોધ 

વિરોધ અને કોંગ્રેસ એક બીજાના પર્યાય હોય તેમ અવારનવાર કકળાટ કોંગ્રેસનો કેડો મુકતો નથી.  જેને લઇને કોંગ્રેસની લોકપ્રિયતા સામે સવાલો ઊભા થયા છે. તેવામાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગત મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. જે પ્રથમ યાદીમાં જ વિરોધ બહાર આવ્યો છે. ટિકિટ માટે કકળાટ વચ્ચે માંજલપુર અને ઘાટલોડિયાના ઉમેદવારનો વિરોધ કોંગી નેતાઑ અને કાર્યકરોએ કર્યો હતો, જેથી આ વિરોધનું  કોંગ્રેસને ચૂંટણીમાં ખરાબ પરિણામ ભોગવવું પડે તો નવાઈ નહિ!  બીજી તરફ ચૂંટણીમાં કોંગ્રેસને પોતાનો જ કકળાટ નડશે. તેવી પણ લોકોમાં ચર્ચા જાગી છે.

કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી મુકેશ પંચાલે કર્યો વિરોધ 
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે દરેક પાર્ટીએ પોતાની સરકાર બનાવવા મથામણ કરી રહી છે. આ તમામ વચ્ચે ગુજરાત કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી ગઇકાલે જાહેર કરી છે. જેમાં અમૂક ઉમેદવારોનો વિરોધ થઇ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસે અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર અમીબેનને ટિકિટ આપી છે. જેનો કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી મુકેશ પંચાલે વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, ઘાટલોડિયા બેઠક પર છેલ્લા 3 વખતથી હું દાવેદારી કરી રહ્યો છું. આમ છતાં મને ટિકિટ આપવાને બદલે બહારની વ્યક્તિને ટિકિટ આપવામાં આવે છે, જ્યારે વડોદરાની માંજલપુર બેઠક પર કોંગ્રેસે ડૉ.તશ્વીન સિંઘને ટિકિટ આપી છે. જેનો કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ કર્યો છે. કોંગ્રેસના કાર્યકરોએ ઉમેદવાર બદલવા માગ કરી છે. સાથે આયાતી ઉમેદવાર નહીં ચાલેના સૂત્રોચ્ચાર કર્યાં છે.

ગઇકાલે ઉમેદવારોની યાદી જાહેર કરાઇ હતી  
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. જેને લઇને કોંગ્રેસે ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ કરી દઇ ગાંધીનગર દક્ષિણ, ખેરાલુ ,અંજાર, ગાંધીધામ, ડીસા, પોરબંદર, એલિસબ્રિજ, સયાજીગંજ, કડી, હિંમતનગર, ઈડર સહીત 45 વિધાનસભા સીટના 43 ઉમેદવારના નામ જાહેર કર્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ