બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Compromise the health of people coming to the beach of Somnath

બેદરકારી / ગટરના પાણીથી પ્રદૂષિત સોમનાથનો દરિયો, લાપરવાહ તંત્રના પાપે સ્વચ્છતા અભિયાનની ઐસી કી તૈસી, જુઓ Video

Malay

Last Updated: 10:54 AM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gir Somnath News: સોમનાથના દરિયા કિનારે આવતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા, દરિયામાં છોડવામાં આવી રહ્યું છે ગટરનું ખૂબ જ પ્રદૂષિત અને દુર્ગંધયુક્ત પાણી

  • સોમનાથના દરિયાકિનારે તંત્રની ગંભીર બેદરકારી 
  • ગટરનું પાણી દરિયામાં વહાવી દેવાતું જોવા મળ્યું
  • સોમનાથના દરિયા કિનારે આવતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા 
  • પ્રદૂષિત પાણી દરિયામાં ભેળવી દેવાતા તંત્રની કામગીરી સામે સવાલ

Gir Somnath News:  એક તરફ સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે. એવામાં બીજી બાજુ ગીર સોમનાથના દરિયામાં ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે. જે અંગે તંત્ર પણ જાણે કે ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઇ રહ્યું છે. આ અંગેનો વીડિયો એક જાગૃત યુવતી દ્વારા શેર કરવામાં આવ્યો છે. પ્રદૂષિત પાણી દરિયામાં ભેળવી દેવાતા તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. 

સોમનાથ દરિયા કિનારે ગંભીર બેદરકારી
પવિત્ર યાત્રાધામ સોમનાથમાં ભગવાન મહાદેવના પ્રથમ જ્યોતિર્લીંગના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે. ભગવાન શિવનું મંદિર દરિયા કિનારે આવેલું હોવાના કારણે તે યાત્રિકોના આકર્ષણનું કેન્દ્ર છે. મંદિરના પરિસરમાંથી જ યાત્રિકો દરિયાને નિહાળી શકે છે. સોમનાથ આવતા યાત્રિકો આ દરિયામાં ન્હાવા પણ જતા હોય છે. નાના બાળકોથી લઈને યુવાનો, વડીલો સુધી આ દરિયામાં ન્હાતા હોય છે. ત્યારે સોમનાથના દરિયામાં ગટરનું પાણી છોડી લોકોના સ્વાસ્થ્ય સાથે રમત થતી હોય તેવું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 

લોકોના સ્વાસ્થ્ય સાથે રમત
આ પાણી દરિયામાં ન્હાતા લોકોને નુકસાન પહોંચાડી શકે છે. યુવતી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ગટરનું ગંદુ, પ્રદૂષિત પાણી સીધું જ દરિયામાં વહાવી દેવાય છે. જેના માટે સુવ્યવસ્થિત માનવ સર્જિત રસ્તો પણ બનાવેલો છે. આ રસ્તા દ્વારા ગટરનું પાણી સરળતાથી દરિયાના પાણી સાથે ભળી જાય છે. 

શું તંત્ર લેશે કોઈ એક્શન?
આ યુવતી દ્વારા યાત્રિકોને દરિયાના પાણીમાં ન ન્હાવાની અપીલ કરવામાં આવી છે. યુવતી દ્વારા જણાવવામાં આવ્યું છે કે દરિયામાં ખૂબ જ પ્રદૂષિત અને દુર્ગંધયુક્ત પાણી ભેળવવામાં આવી રહ્યું છે. જે દરિયામાં ન્હાતા લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું તંત્ર આ વીડિયોના આધારે આની પર કોઇ એક્શન લે છે કે કેમ?

સળગતા સવાલ
- વહીવટી તંત્રએ પ્રદૂષિત પાણી માટે કોઈ વ્યવસ્થા નથી કરી?
- ગટરનું પાણી દરિયામાં કેમ છોડવામાં આવે છે?
- શા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે કરાઈ રહ્યા છે ચેડા?
- તંત્ર દ્વારા ગટરનું પાણી દરિયામાં જતું અટકાવવા કેમ કોઈ કામગીરી ન કરાઈ?
- સોમનાથનું વહીવટી તંત્ર ક્યારે પોતાની જવાબદારી સમજશે?
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ