બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Complaint about giving a 2 month old baby girl in Porbedar

અંધશ્રદ્ધા / પોરબંદરમાં દેશી વૈદ્યે બે માસની માસૂમને આપ્યા ધગધગતા ડામ, બાળકી ખાઈ રહી છે જીવન મરણ વચ્ચે ઝોલા, ઊંટવૈદુંની ધરપકડ

Dinesh

Last Updated: 09:32 PM, 12 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરમાં બે માસની બાળકીને ડામ આપવા મામલે બાળકીના પિતાએ ઉંટવૈદ અને બાળકીની માતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી, ઉંટવૈદ દેવરાજ કટારા નામના શખ્સની પોલીસે કરી ધરપકડ

  • પોરબેદરમાં 2 માસની બાળકીને ડામ આપવા મામલે ફરિયાદ
  • બાળકીના પિતાએ ઉંટવૈદ અને બાળકીની માતા વિરુદ્ધ ફરિયાદ
  • દીકરીને પેટના ભાગ લોખંડના સળિયા વડે ઠામ આપ્યું


આધુનિક સમયમાં આજે પણ અંધશ્રદ્ધાનું અસ્તિત્વ ઘણી જગ્યાએ જોવા મળે છે. અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ છાશવારે સામે આવતા રહે છે.  જેમાં પરિવારજનોના કારણે પોતાના પ્રિયજનોના જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે તો ક્યારે પોતાના દિકરા-દીકરીઓ મોટી બિમારીની લપેટ ઝીલવી પડતી હોય છે. પોરબંદરના બરખલા ગામની એક ઘટના સામે આવી છે કે, જ્યાં બે માસની બાળકી ડામ આપવામાં આવ્યાં છે.

2 માસની બાળકીને ડામ આપ્યા
પોરબંદરના  બરખલા  ગામમાં રહેતી માતાએ પોતાની 2 માસની બાળકીને સાત દિવસ અગાઉ થયેલા શરદી,કપ માટે ડામ અપાવ્યાં છે. નેશ વિસ્તારમાં રહેતા ઉંટવૈદ દેવરાજ કટારાએ 2 માસની દીકરીને ડામ આપ્યા છે, સમગ્ર મામલો આ રીતે છે કે, થોડા દિવસ અગાઉ દીકરીને શરદી અને સામાન્ય કપ થયા હતા જે બાબતે તેની માતાએ ઘેરેલું ઉપચાર કર્યું છતા પણ દીકરીને તબિયત સારી થતાં તેઓએ ડામ આપવા માટે દેવરાજ કટારા નામના શખ્સ પાસે લઈ ગયા હતાં. જેણે દીકરીને પેટના ભાગ લોખંડના સળિયા વડે ઠામ આપ્યું હતું. 

માતા વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ
ડામ આપ્યા પછી બે માસની દીકરીની તબિયત સુધરવાની જગ્યા વધુ ગંભીર થતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી અને તેને પોરબંદર સ્થિત સરકારી ભાવસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં બાળકીની તબિયત નાજુક જણાતા તેને ICU વોર્ડમાં દાખલ કરાઈ હતી. જે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં તે પણ દોડી આવી હતી, જો કે, સમગ્ર બાબતને લઈ પોલીસે આરોપી દેવરાજ કટારાની ધરપકડ કરી છે તેમજ ઉંટવૈદ પાસે લઈ જનાર માતા વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે. બાળકીના પિતાએ ઉંટવૈદ અને બાળકીની માતા વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી છે

આરોપી

અંધશ્રદ્ધાને ક્યારે ડામશો?
ઉલ્લેખનીય છે કે,આજે પણ અંધશ્રદ્ધામાં મગ્ન બનેલા અમુક લોકો પોતાનાં બાળકો બીમાર પડે ત્યારે ડોકટર પાસે લઈ જવાને બદલે ભૂવા કે ઊંટવૈદો પાસે લઈ જાય છે. આજે પણ ઘણાં લોકો ડામ આપવાથી તેમનાં માંદા બાળકો સાજાં થઇ જશે એવી અંધશ્રદ્ધામાં રહે છે. પરંતુ આમાં બાળક વધુ પીડાય છે અને છેલ્લી ઘડીએ મા-બાપ બાળકને લઇને દવાખાને જ પહોંચે છે. અને બાળકને ખોવાનો વારો આવે છે કારણ કે સારવાર મોડી મળે છે અને ઉપરથી ધગધગતા ડામ બાળકીને માંદગીમાંથી ઊભી કરવાને બદલે તેણે વધુ તકલીફ આપે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ