બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Commuters confused by two railway stations with the same name in Ahmedabad

જાયે તો જાયે કહાં!. / 'સાબરમતી BG અને જંક્શનમાં લોકો અટવાઇ જાય છે', એક જ નામના બે રેલવે સ્ટેશનથી મુસાફરો મૂંઝવણમાં, ટ્રેન પણ છૂટી જાય

Priyakant

Last Updated: 03:53 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sabarmati Railway Station Latest News: બંને રેલવે સ્ટેશનના નામ સાબરમતી જ હોવાથી મુસાફરોને મુશ્કેલી પડી રહી છે, એક સાબરમતી સ્ટેશનથી સૌરાષ્ટ્રની ટ્રેન દોડે છે જ્યારે બીજા સાબરમતી સ્ટેશનથી રાજસ્થાનની ટ્રેન જાય છે

  • અમદાવાદમાં સાબરમતી નામના બે રેલવે સ્ટેશન
  • રાજસ્થાન અને સૌરાષ્ટ્ર જતા મુસાફરોને મુશ્કેલી
  • રાજસ્થાન જતા મુસાફરો જતા રહે છે સૌરાષ્ટ્રવાળા સ્ટેશને
  • બંને સ્ટેશનનું નામ અલગ કરવા માંગ

Sabarmati Railway Station : અમદાવાદમાં રેલવે તંત્રમાં ગજબનો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં એક જ નામના બે રેલવે સ્ટેશનથી મુસાફરો, રિક્ષા અને ટેક્ષી ચાલકોને મુશ્કેલીમાં મુકાયા છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં સાબરમતી નામના બે રેલવે સ્ટેશન છે. જેમાં એકનું નામ સાબરમતી જંકશન રેલવે સ્ટેશન અને એકનું નામ સાબરમતી બ્રોડગેજ રેલવે સ્ટેશન છે. જોકે આ બંને નામ એક જ હોવાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

અમદાવાદના રેલવે સ્ટેશન પરથી દેશના ખૂણે-ખૂણે જવાનો લાભ મુસાફરોને મળે છે. જોકે તાજેતરમાં અમદાવાદના એવા બે સ્ટેશન કે જેના નામ તો એક જ છે પણ સ્ટેશન બે હોય તેવું સામે આવ્યું છે. વિગતો મુજબ એક સાબરમતી રેલવે સ્ટેશન રાણીપ નજીક આવેલું છે અને એક સાબરમતી રેલવે સ્ટેશન ધર્મનગર પાસે આવેલું છે. પહેલા સ્ટેશનને સાબરમતી JN એટલે કે સાબરમતી જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે તો બીજા રેલવે સ્ટેશનને સાબરમતી BG એટલે કે સાબરમતી બ્રોડગેજ રેલવે સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. 

મુસાફરો થઈ રહ્યા છે પરેશાન
આ તરફ આ બંને રેલવે સ્ટેશનના નામ સાબરમતી જ હોવાથી મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. આ જંકશન અને બ્રોડગેજ રેલવે સ્ટેશનનો ઉલ્લેખ માત્ર ટિકિટ પર જ દર્શાવવામાં આવે છે. આ સાથે આ બંને સ્ટેશને નામ પણ સાબરમતી જ લખ્યું છે. એક મુસાફરે કહ્યું કે, અમારે ભુજ જવાનું છે, મને એમ કે સાબરમતી રેલવે સ્ટેશન એટલે એક જ હશે. અમે કેબના 300 રૂપિયા તો આપ્યા હવે મારે બીજા સ્ટેશને જવા માટે રિક્ષાનું બીજું ભાડું પણ ચૂકવવું પડશે. 

અન્ય એક મુસાફરો કહ્યું કે, અમારે હરિદ્વારથી ગાંધીધામ જવાનું હતું. જેથી અમે સાબરમતી સુધીની ટિકિટ કરી હતી અને સાબરમતીથી બીજી ટ્રેનમાં ગાંધીધામ જવાનું હતું. અમને ધર્મનગરવાળા સ્ટેશને ઉતાર્યા જ્યારે અમારે જવાનું હતું બીજા સાબરમતી સ્ટેશને. અને અહીં કોઈ સુવિધા છે નહીં તો અમારે હવે રિક્ષા કરાવીને જવું પડશે. આ તો અમને કોઈએ કહી દીધું કે, તમારી ટ્રેન અહીં નથી આવતી નહિ તો અમે અહી બેસી રહેત અને અમારી ટ્રેન છૂટી જાત. 

બંને સ્ટેશનના એક જ નામથી હાલાકી 
અમદાવાદમાં 2 સાબરમતી રેલવે સ્ટેશન ને કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. મહત્વનું છે કે, એક સાબરમતી સ્ટેશનથી સૌરાષ્ટ્રની ટ્રેન દોડે છે જ્યારે બીજા સાબરમતી સ્ટેશનથી રાજસ્થાનની ટ્રેન જાય છે. જોકે બંને સ્ટેશન વચ્ચે સ્ટેશનનાં બોર્ડ ઉપર પણ કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. ટિકિટ ઉપર BG (બ્રોડગેજ ) અને જંક્શન લખેલું હોવાથી ટિકિટ પરની ભાષા પર મુસાફરોને અસમંજસ થાય છે. જેને કારણે રાજસ્થાન વાળા મુસાફરો સૌરાષ્ટ્ર વાળા સ્ટેશને જાય છે અને સૌરાષ્ટ્ર વાળા મુસાફરો રાજસ્થાન ના સ્ટેશનને પહોંચી જાય છે.. આ તરફ હવએ બને સ્ટેશનમાંથી એક સ્ટેશનનું નામ અલગ કરવાની લોકો માંગ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ