બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Comedian Devraj patel died while shooting a video, CM baghel pays tribute

દુ:ખની ઘડી / 'દિલ સે બુરા લગતા હૈ' ડાયલોગથી ફેમસ થનાર કોમેડિયન દેવરાજ પટેલનું અકસ્માતે મોત, કોમેડી વીડિયો શુટ જ બન્યું નિમિત

Vaidehi

Last Updated: 07:11 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૉમેડી વીડિયો શૂટ કરવા જઈ રહ્યાં હતાં અને ત્યારે જ ટ્રકે ટક્કર મારી દીધી.. દુર્ઘટનામાં ફેમસ કૉમેડિયન દેવરાજનું દુ:ખદ અવસાન થયું છે.

  • ફેમસ કૉમેડિયન દેવરાજ પટેલનું નિધન
  • વીડિયો શૂટિંગ દરમિયાન જ ટ્રકે મારી ટક્કર
  • ઘટનાસ્થળ પર જ નિપજ્યું મોત

છત્તીસગઢનાં ફેમસ કોમેડિયન દેવરાજ પટેલનું રોડ એક્સિડેન્ટમાં મૃત્યુ થયું છે. રાયપુરમાં કૉમેડી વીડિયો શૂટ કરવા જઈ રહ્યાં હતાં જે દરમિયાન ટ્રકે ટક્કર મારી દેતા તેમનું કરુણ મોત થયું હતું. 'દિલ સે બુરા લગતા હૈ' ડાયલોગથી દેશભરમાં પ્રસિદ્ધ એવા દેવરાજ પટેલનાં મૃત્યુ પર મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ પ્રતિક્રિયા આપી હતી.

દેવરાજનાં નિધન પર CM ભૂપેશ પટેલે કર્યું ટ્વીટ
કૉમેડિયન દેવરાજ પટેલનાં અવસાન પર CM ભૂપેશ બઘેલે ટ્વીટ કરતાં કહ્યું કે 'દિલસે બુરા લગતા હૈ'થી કરોડો લોકોની વચ્ચે પોતાનું સ્થાન બનાવનારા, આપણને સૌને હસાવનારા દેવરાજ પટેલ આપણી વચ્ચેથી હવે જતાં રહ્યાં છે. આ અદ્ભૂત પ્રતિભાની ખોટ ઘણી દુ:ખદાયી છે. ઈશ્વર તેમના પરિવાર અને પ્રિયજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. ઓમ્ શાંતિ:'

ઘટનાસ્થળ પર જ મોત
દેવરાજ મૂળ મહાસમુંદ જિલ્લાનાં રહેવાસી હતાં પરંતુ રાયપુર જિલ્લામાં વીડિયોનાં કામથી નિવાસ કરતાં હતાં. સોમવારે પણ તેઓ વીડિયો બનાવવા જ જઈ રહ્યાં હતાં ત્યારે રાયપુર શહેરનાં લાભાંડી વિસ્તારમાં સ્પીડમાં આવતી ટ્રકે તેમને ટક્કર આપી દીધી અને દેવરાજનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું. તેમનો પરિવાર પાલી ગામમાં રહે છે. દેવરાજનાં પિતા ઘનશ્યામ પટેલ ખેતી કરે છે.

ભુવન બામની સાથે વેબ સીરીઝમાં કર્યું છે કામ
યૂટ્યૂબ પર દેવરાજનાં 4 લાખ સબસ્ક્રાઈબર છે. તેમને વીડિયોમાં મિલિયન વ્યૂઝ મળતાં હતાં. તેઓ અલગ-અલગ વિષયો પર કૉમેડી વીડિયોઝ બનાવતાં હતાં. 2021માં દિલ્હીનાં ફેમસ કૉમેડિયન ભુવન બામની સાથે ઢિંઢોરમાં પણ તેઓ કામ કરી ચૂક્યાં છે. એટલું જ નહીં તેમણે છત્તીસગઢ સરકારની ડોક્યૂમેન્ટ્રી ફિલ્મોમાં પણ સતત કામ આપ્યું છે. મુખ્યમંત્રી બઘેલની સાથેનો તેમનો વીડિયો ઘણો વાયરલ થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ