બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / cold increase in early november says weather update

ચમકારો / ગરમ કપડા હાથવગા રાખજો: ગુજરાતમાં શિયાળાનો શુભાંરભ, આ જિલ્લામાં સૌથી વધુ ઠંડી પડવાની આગાહી

Kavan

Last Updated: 03:52 PM, 30 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવેમ્બર મહિનાની શરૂઆત અને દિવાળીના તહેવારો આવતા પહેલાં જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યો છે.

  • રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી
  • દિવાળીમાં બેવડી ઋતુનો અહેસાસ થશે
  • રાજ્યમાં ઉત્તરપૂર્વ-પૂર્વના પવન ફૂંકાયા
  • સૌથી વધુ ઠંડી કચ્છ જિલ્લામાં પડશે

ઓક્ટોબરના અંતથી જ આમ તો રાજ્યના કેટલાક શહેરોમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થતો જોવા મળ્યો હતો. ત્યારે ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે મહત્વની જાહેરાત કરી છે. 

હવામાન વિભાગની મોટી આગાહી 

હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે, રાજ્યમાં ઉત્તરપૂર્વ-પૂર્વના પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે માટે દિવાળીના તહેવારો દરમિયાન બેવડી ઋતુનો અહેસાસ થશે. આગામી 2 દિવસ દરમિયાન તાપમાન હજીપણ યથાવત રહેશે તો ત્યારબાદ પવનની દિશા બદલાશે અને લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. 

કચ્છમાં સૌથી વધુ ઠંડી પડવાની વકી 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં શિયાળાની ગુલાબી ઠંડીનો અહેસાસ થવાનો શરૂ થઇ ગયો છે. વહેલી સવારે અને ખાસ કરીને મોડી રાતે રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા 3 દિવસમાં 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતાઓ જણાઇ રહી છે. બેવડી સીઝનનાં કારણે લોકોએ હાલાકીનો સામનો પણ કરવો પડી શકે છે.તો આ વખતેપણ કચ્છમાં સૌથી વધુ ઠંડી પડવાની વકી છે. 

ગુજરાતના આ શહેરોમાં ક્યાં કેટલી ઠંડીનો ચમકારો થઇ શકે

અમદાવાદ- 19 ડિગ્રી
ગાંધીનગર- 19 ડિગ્રી
સુરત- 22 ડિગ્રી
વડોદરા- 21 ડિગ્રી
રાજકોટ- 28 ડિગ્રી
અરવલ્લી- 20 ડિગ્રી
પંચમહાલ-19 ડિગ્રી
પાટણ- 19 ડિગ્રી
સાબરકાંઠા- 18 ડિગ્રી
કચ્છ- 20 ડિગ્રી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ