બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ખોરાક અને રેસીપી / coconut is full with vitamins and minerals, know the benefits of Coconut nariyel

SHORT & SIMPLE / ‘સુપરફૂડ’ નાળિયેર છે અનેક ગુણોનો ખજાનો,પાચનશક્તિમાં સુધારો કરશે અને કબજિયાત જેવી સમસ્યા દૂર કરશે

Vaidehi

Last Updated: 07:46 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાળિયેરનું સેવન કરવાથી શરીરમાંની ગરમી ઓછી થાય છે. આ ફળ વિટામિન અને ખનીજતત્વોથી ભરપૂર છે. જાણો નાળિયેરનાં ફાયદા

  • નાળિયેરનું સેવન કરવાથી શરીર રહેશે સ્વસ્થ
  • આ ફળમાં હોય છે ભરપૂર પોષકતત્વો
  • ઊંઘ ન આવતી હોય તો પણ આ ફળ બની શકે છે મદદરૂપ

નાળિયેર એક એવું ફળ છે, જે પૂજામાં મહત્ત્વનું અને શુભ માનવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે ઘણું વધારે ફાયદાકારક છે. વિટામિન અને ખનિજથી ભરપૂર હોવાના કારણે નાળિયેર એક સુપરફૂડ છે, જે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓથી મુક્ત કરવામાં મદદરૂપ છે, તેમાં ઘણાં પોષક તત્ત્વો છે, જે તમારા સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે ફાયદાકારક છે. ચાલો, આપણે જાણીએ કે નાળિયેર કેટલા ફાયદા આપે છે.

  • નાળિયેર ખાવાથી શરીર અથવા પેટમાં વધી રહેલી ગરમી ઓછી થાય છે. જો ઈચ્છો છો તો તમે આ માટે નાળિયેર પાણી અથવા નાળિયેર ક્રશ પણ લઈ શકો છો, જે આશ્ચર્યજનક અસર બતાવશે.
  • તણાવપૂર્ણ જીવનમાં ઊંઘ ન આવવાની સમસ્યા આજકાલ સામાન્ય બની રહી છે. જો તમે પણ અનિદ્રાની સમસ્યાથી પરેશાન છો તો રાતે જમ્યાના અડધા કલાક પછી ચોક્કસ નાળિયેરનો ટુકડો ખાઓ, પછી જુઓ કે તમને કેવી ઊંઘ 
  • આવે છે.
  • ફાઈબરથી ભરપૂર કાચું નાળિયેર તમારી પાચનશક્તિમાં સુધારો કરશે અને કબજિયાત જેવી સમસ્યા દૂર કરશે. તે પેટને યોગ્ય રીતે સાફ કરશે.
  • દરરોજ કાચા નાળિયેરનું સેવન કરવાથી તમારી ભૂખ નિયંત્રણમાં રહેશે અને ચયાપચયમાં સુધારો થશે. તે શરીરની ચરબી વધારવામાં પણ મદદ કરે છે.નાળિયેર સંતૃપ્ત ચરબીથી ભરપૂર છે. તેથી જો તમે દરરોજ એક નાળિયેરનો ટુકડો ખાઓ છો તો તે સારા કોલેસ્ટ્રોલને જાળવશે અને ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરશે. તમારા હૃદયને આનાથી સૌથી મોટો લાભ લેશે.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ