Friday, July 19, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

WC 2019 / કોહલી અને શાસ્ત્રીને ભારત આવતાની સાથે જ આ કાર્યવાહીનો સામનો કરવો પડશે

કોહલી અને શાસ્ત્રીને ભારત આવતાની સાથે જ આ કાર્યવાહીનો સામનો કરવો પડશે

વર્લ્ડ કપ 2019ની સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની હાર થઈ હતી. ભારતની હાર મામલે પ્રશાસક સમિતિ લાલઘુમ થઈ છે. આ મામલે પ્રશાસક સમિતિની ટૂંક સમયમાં બેઠક મળશે અને ટીમ મેનેજમેન્ટ પાસેથી COA કમિટી જવાબ માંગશે. 

ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં મહેન્દ્રસિંહ ધોનીને 7માં નંબરે બેટિંગમાં ઉતારવા મુદ્દે ખુલાસો માંગશે. વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની શરૂઆતમાં જ 3 વિકેટો પડી ગઈ હતી. તેમ છતાં ધોનીને ચોથા ક્રમે બેટિંગમાં ન ઉતારતા 7માં નંબરે બેટિંગમાં ઉતારવામાં આવ્યો હતો. જેને લઈને ક્રિકેટ રસિકો પણ નારાજ થયા હતા અને ધોની સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. 

આપને જણાવી દઇએ કે, વિરાટ કોહલી અને ટીમ રવિવારે મુંબઈ પરત ફરશે. આપને જણાવી દઇએ કે, ભારતને સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રનોથી હારનો સામનો કરવો પડ્યો, ,જ્યારે ગ્રૂપ સ્ટેજમાં ભારતીય ટીમ પહેલા નંબરે હતી. રાયે કહ્યું કે, ભારતનું અભિયાન હમણા જ પૂર્ણ થયું છે. ક્યાં, ક્યારે અને કેવી રીતે જેવા પ્રશ્નોનો હું તમને કોઈ જ જવાબ નહીં આપી શકું.

અંતિમ સિરીઝ સુધી અંબાતી નાયડુ માનવામાં આવતુ હતુ કે નંબર-4 પર અંબાતિ રાયડૂની જગ્યા નક્કી છે. આવામાં તે રેસમાંથી બહાર કઇ રીતે થઇ ગયો? રાયડૂનું નામ રિઝર્વ ખેલાડીમાં પણ હતું, પરંતુ 2 ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયાં છતાં તેને બોલાવવામાં નહીં આવતા અંતે તેણે ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહ્યું હતું. 

ગાવસ્કરે ધોનીની બેટિંગ ઉપર ઉભા કર્યા સવાલ

આઈસીસી વર્લ્ડકપ-2019 સેમીફાઇનલ્સમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલ હાર બાદ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ના બેટિંગ ઓર્ડર અંગેના પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે. ટીમના ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન, લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કર( Sunil Gavaskar) માને છે કે જ્યારે સેમીફાઇનલમાં ભારતે પોતાની પ્રથમ ત્રણ વિકેટ ગુમાવી ત્યારે મહેન્દ્રસિંહ ધોનીને બેટિંગ માટે ઉપર લાવવાની જરૂર હતી.

ઉલ્લેખનીય છે કે, ગાવસ્કર વર્લ્ડ કપમાં પહેલેથી જ ભારતીય ટીમ મેનેજમેન્ટ નીતિઓની ટીકા કરી રહ્યા છે. ગાવસ્કરે હંમેશાં ભારતીય બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કરવાની હિમાયત કરી છે, જે પરિસ્થિતિ સાથે સુસંગત હોવું જોઈએ, પરંતુ 18 રનથી ન્યૂઝીલેન્ડના હાથે મળેલી હારથી તેઓ ગિન્નાયા હતા. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ