બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / CNCD team who caught cattle were attacked by a gang in the presence of police, sticks were thrown at the Makarba, three cows were released and they left.

કાર્યવાહી ક્યારે / ઢોર પકડનાર CNCDની ટીમ પર પોલીસની હાજરીમાં ટોળાનો હુમલો, મકરબામાં ઉડી લાકડીઓ, ત્રણ ગાય છોડાવીને જતા રહ્યા

Vishal Khamar

Last Updated: 05:36 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં મકરબા તેમજ સરખેજમાં AMC ની ઢોર પકડનાર CNCD ની ટીમ પર કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે સરખેજ પોલીસ મથકે 6 લોકો તેમજ મકરબા પોલીસ મથકે 8 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી.

  • અમદાવાદનાં સરખેજમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો
  • સરખેજ પોલીસ મથકે 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ
  • મકરબામાં પણ CNDC ટીમ પર હુમલો, 2 કર્મી ઈજાગ્રસ્ત

ગુજરાતમાં રખડતા ઢોરનાં કારણે થઈ રહેલ મોત બાબતે હાઈકોર્ટેની ફટકાર દ્વારા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. ત્યારે તાજેતરમાં જ હાઈકોર્ટે શહેરી વિકાસ વિભાગ, અમદાવાદ મ્યુનિ. કમિશ્નર અને અમદાવાદ ટ્રાફિક એડિશનલ પોલીસ કમિશ્નરનો ઉઘડો લીધો હતો. જે બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું.  ત્યારે ગત રોજ અમદાવાદનાં સરખેજ વિસ્તરામાં મોડી રાત્રે ઢોર પકડવા ગયેલ ટીમ પર કેટલાક શખ્સો દ્વારા લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જે બાદ સરખેજ પોલીસ મથકે 6 લોકો સામે ફરિયાદ નોંધાવા પામી હતી.

ઢોર પકડવા ગયેલા CNCD વિભાગનાં 2 કર્મીઓ ઈજાગ્રસ્ત
જ્યારે બીજા એક બનાવમાં અમદાવાદનાં મકરબા પ્રાથમિક શાળા પાસે ઢોર પકડવા ગયેલ AMC  ની ટીમ પર હુમલો કરતા CNCD વિભાગનાં 2 કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારે આ સમગ્ર મામલે 8 શખ્શો વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.

થોડા સમય અગાઉ ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર પર હુમલો થયો હતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પર હુમલો થયો હતો. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ટોળાએ હુમલો કરતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે SVP હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. સમગ્ર મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને તેમના ઘરમાં ઘૂસીને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રખડતા ઢોરને લઈ સરકારે જાહેર કરેલ માર્ગદર્શિકા
રાજ્ય સરકારે રખડતા ઢોર અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે.  રાજ્ય સરકાર દ્વારા મનપા તેમજ નપા વિસ્તાર માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી રખડતા ઢોર માલિકો સામે કડક નિર્ણય લીધો છે. જેમાં રાજ્યની દરેક મનપા તેમજ નપા વિસ્તારમાં ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. તેમજ મનપા અને નપાએ પશુઓમાં ટેગ લગાવવાની કામગીરી કરવી પડશે. તેમજ પરમિશન માટે નિશ્ચિત ચાર્જ ભરવો પડશે. તેમજ જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને રજીસ્ટ્રેશન વગરનાં ઢોર જો રસ્તા પર રખડતા પકડાશે તો ઢોરને જપ્ત કરાશે. 

જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ
રાજ્યમાં રખડતા ઢોરને લીધે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા આજે મહાનગર પાલિકા તેમજ નગરપાલિકા હદ વિસ્તારમાં કડક પણે માર્ગદર્શિકાનું પાલન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.  તેમજ માર્ગદર્શિકામાં ઢોર માલિક કેટલા ઢોર રાખી રહ્યા છે. તે અંગેની માહિતી રજૂ કરવાની રહેશે અને રજીસ્ટ્રેશન કરાવવું તેમજ ટેગ લગાવવાનું ફરજીયાત કરાયું છે. તેમજ જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.  હવે રાજ્યમાં માર્ગદર્શિકાનું કેટલું પાલન થાય છે તે હવે જોવાનું રહ્યું. 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ