બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Politics / cm yogi adityanath roadshows global investors summit new target uttar pradesh

ઉત્તરપ્રદેશ / યોગીની ટીમનો સૌથી મોટો માસ્ટર પ્લાન : 17 દેશોમાં કરશે રોડ શો, જાણો શું છે ઉદ્દેશ્ય

Hiren

Last Updated: 09:57 PM, 22 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિઝનેસમાં ખુદને અવલ્લ સાબિત કરી ચૂકેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હવે નવા ટાર્ગેટ તરફ પ્રયાણ કર્યું છે.

  • યોગીની ટીમનો સૌથી મોટો માસ્ટર પ્લાન
  • 17 દેશોમાં કરશે રોડ શો
  • 10 લાખ કરોડનું રોકાણ લાવવાનો ટાર્ગેટ

મુખ્યમંત્રી યોગી 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ લાવવાની મુહિમમાં લાગી ગઇ છે. તેના માટે યોગી સરકાર આગામી વર્ષ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સમિટની શરૂઆત કરશે. ત્રણ દિન થનારી આ સમિટમાં દેશ અને વિદેશના મોટા ઉદ્યોગપતિઓ ભાગ લેશે.

ઉત્તરપ્રદેશ સરકારે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં દેશ અને વિદેશના મોટા ઉદ્યોગપતિઓને લાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. એટલા માટે ઉત્તરપ્રદેશનો ઇન્ડસ્ટ્રી વિભાગ સપ્ટેમબરથી 17 દેશોમાં રોડ શોની શરૂઆત કરશે. ઇન્ડસ્ટ્રી વિભાગના આલા અધિકારીઓએ આ રોડ શોની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

આ દેશોમાં રોડ શોની તૈયારી
જણાવાઇ રહ્યું છે કે વિદેશમાં થનારા રોડ શોની શરૂઆત દુબઈથી કરવામાં આવશે. આ સિવાય યૂનાઇટેડ કિંગડમ(UK), નેધરલેન્ડ્સ, જર્મની, ફ્રાન્સ, જાપાન, સિંગાપુર, સાઉથ કોરિયા, ઇઝરાયલ, ઑસ્ટ્રેલિયા, આસ્ટ્રેલિયા, યૂએઈ, અમેરિકા, કેનેડા, થાઈલેન્ડ, બેલ્જિયમ, સ્વીડન અને રશિયામાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવશે.

યુપીમાં રોકાણના ફાયદા બતાવશે અધિકારી
આ રોડ શોનો ઉદ્દેશ્ય ઉદ્યોગસાહસિકોની પ્રદેશની નીતિઓને માહિતી આપવી અને અહીં રોકાણ માટે અસીમ સંભાવનાઓ અંગે જણાવવાનું રહેશે. રોડ શોની તૈયારીઓ માટે ઇન્ડસ્ટ્રી વિભાગના અધિકારી સતત એવા વિદેશી ઉદ્યોગ સાહસિકોના સંપર્કમાં છે, જે પ્રદેશમાં રોકાણ માટે ઇચ્છુક છે.

દિલ્હી સહિત આ શહેરોમાં પણ રોડ શો કરાવાશે
વિદેશ સિવાય મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરૂ, હૈદરાબાદ અને દિલ્હીમાં પણ રોડ શો આયોજિત કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવે ગત દિવસોમાં આ રોડ શોના આયોજનની સમિક્ષા તરફથી આ પ્રોગ્રામને મંજૂરી આપી દીધી છે.

27 પૉલિસીમાં ફેરફારની તૈયારી
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગામી વર્ષે થનારા ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ લાવવાનું લક્ષ્ય રાખ્યું છે. જણાવી દઇએ યૂપીમાં 2018માં થયેલા ઇન્વેસ્ટર્સ સમિટમાં 4.60 લાખ કરોડ રૂપિયાના એમઓયૂ સાઇન થયા હતા. હવે 10 લાખ કરોડ રૂપિયાના નવા રોકાણ યૂપીમાં લાવવા માટે 27 પૉલિસીમાં પણ કેટલીક પ્રકારના ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

તમામ દેશની ભાષામાં નીતિઓનું અનુવાદ થશે
ઔદ્યોગિક નીતિ સહિત 27 સેક્ટોરલ નીતિઓનું અલગ અલગ ભાષામાં અનુવાદ કરાવવાનો નિર્ણય પણ કર્યો છે, જેથી વિદેશમાં રોડ શો દરમિયાન ત્યાંના રોકાણકારોને તેમની ભાષામાં નીતિઓના પત્ર આપી શકાય. પહેલા તબક્કામાં જર્મન, ફ્રેન્ચ, જાપાની, અંગ્રેજી સહિતની ભાષાઓમાં આ નીતિઓના અનુવાદની તૈયારી કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ