બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / CM Cabinet meeting: Important discussion today on issues including crop damage survey to Corona alert

ગાંધીનગર / CM કેબિનેટ બેઠક: પાક નુકસાનીના સર્વેથી લઇને કોરોના એલર્ટ સહિતના મુદ્દાઓ પર આજે મહત્વની ચર્ચા

Pravin Joshi

Last Updated: 08:31 AM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે.

  • આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક 
  • બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર કરવામાં આવશે ચર્ચા
  • કોરોનાથી લઈને બજેટ સત્રની કરવામાં આવશે ચર્ચા

આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. જેમાં ખાસ કરીને પાક નુકસાનીના સર્વેથી લઈને કોરોના સુધીના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. સવારે 10 વાગ્યે કેબિનેટ ની બેઠક મળશે.

કોરોનાને લઈને સમિક્ષા

આ બેઠકમાં ખાસ વાયબ્રન્ટ ગુજરાતને લઈને ચર્ચા થશે. તો સાથે સાથે કમોસમી વરસાદમાં નુકસાનીના સર્વેની પણ સમીક્ષા કરવામાં આવશે. તો બીજી તરફ કોરોનાનો કહેર ફરી જોવા મળી રહ્યો છે ત્યાર કેબિનેટની બેઠકમાં કોરોનાને લઈને પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે તેને લઈને પણ સમિક્ષા કરવામાં આવશે. સાથે જ બજેટ સત્રની તૈયારીઓ તથા સત્રની તારીખ નિશ્ચિત થઈ શકે છે.

CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક: PM મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓની થશે  સમીક્ષા, BPL કાર્ડધારકોને મળી શકે છે ખુશખબર | gujarat government cabinet  meeting ...

બજેટ સત્રને લઈને ચર્ચા

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીમાં શરુ થશે. આ વર્ષે વિધાન સભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં શરૂ થવાની સંભાવના છે. આ સાથે ગત વર્ષની તુલનામાં ગુજરાતના બજેટના કદમાં 20 થી 25 ટકા વધારાની શક્યતા છે. ત્યારે કેબિનેટ બેઠકમાં આ બજેટ સત્રને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ