બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM Bhupendra Patel conducted an aerial inspection, took stock of the situation in the affected areas

ફરજ / CM ભૂપેન્દ્ર પટેલે કર્યું હવાઈ નિરીક્ષણ, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિનો મેળવ્યો તાગ

Priyakant

Last Updated: 02:59 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhupendra Patel Aerial Observation News: જૂનાગઢ, ગીર સોમનાથ, માંગરોળ, તાલાલા, માળિયા હાટીના સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે મોટું નુકશાન, સીએમ ભુપેન્દ્ર પટેલે કર્યુ નિરિક્ષણ

  • અતિવૃષ્ટિને લઇ સીએમ ભુપેન્દ્ર પટેલે કર્યુ નિરિક્ષણ
  • હવાઈ નિરીક્ષણ કરી જૂનાગઢ કલેકટર કચેરી પહોંચ્યા
  • અસરગ્રસ્ત વિસ્તારોમાં સી એમ એ કર્યું હવાઈ નિરીક્ષણ
  • અધીકારીઓ અને પદાધીકારીઓ સાથે CMની બેઠક 

રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. આ તરફ જૂનાગઢ, ગીર સોમનાથ, માંગરોળ, તાલાલા, માળિયા હાટીના સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે મોટું નુકશાન થયું છે. આ તરફ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી વરસાદી સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. નોંધનીય છે કે, છેલ્લા 2-3 દિવસમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો છે. 

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારોમાં થયેલ ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલે વેરાવળ, સોમનાથ, માંગરોળ અને ઘેડ સહિતના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી વરસાદી સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. CM ભૂપેન્દ્ર પટેલની સાથે મુખ્ય સચિવ રાજકુમાર તેમજ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ પણ જોડાયા હતા.

જૂનાગઢ જિલ્લામાં સાંબેલાધાર વરસાદને લઈ હવે વરસાદથી પ્રભાવિત વિસ્તારોનું CM ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું હતું. આ તરફ હવે હવાઈ નિરીક્ષણ બાદ ભૂપેન્દ્ર પટેલે જીલ્લા કલેક્ટર કચેરીમાં બેઠક પણ કરી હતી. આ સાથે ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી નુકશાન અંગે ચર્ચા કરી હતી. આજે ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ, ગીર સોમનાથ, માંગરોળ, તાલાલા, માળિયા હાટીના તેમજ હિરણ ડેમના વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ