બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / clean teeth these home remedies will remove yellowness will bring whiteness tooth

ટિપ્સ / પીળા દાંતોને સફેદ કરવા અપનાવો આ 5 ઘરેલુ નુસખા, ચમકવા લાગશે મોતીની જેમ

Bijal Vyas

Last Updated: 10:26 AM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાંત પીળા હોવાથી ઘણી વખત વ્યક્તિ શરમ અનુભવે છે, અનેક પ્રકારની ટૂથ પેસ્ટ યુઝ કર્યા બાદ પણ ફેર નથી પડતો તો આ ઘરેલુ ઉપાય ટ્રાય કરો....

  • પીળા દાંતના કારણે તમે બનો છો શરમના શિકાર 
  • નાળિયેર તેલના ઉપયોગ કરવાથી દાંતનો સડો અટકાવી શકાય છે
  • લીમડાના દાંતણથી દાંતની પીળાશ દૂર કરી શકો છો.

Home Remedies for Teeth Whitening: દાંત પીળા પડવા એ કોઈ મોટી સમસ્યા નથી, પરંતુ આ સમસ્યા કોઇને પણ ગમે ત્યારે થઇ શકે છે. દાંત પીળા થવાના કારણે લોકોનું એકંદર વ્યક્તિત્વ બગડી શકે છે. સફેદ દાંત આપણી સુંદરતા વધારવાનું કામ કરે છે. દાંત આપણી સ્માઇલને વધુ આકર્ષક બનાવે છે, પરંતુ જ્યારે તમારા દાંત પીળા હોય ત્યારે તમે કોઈની સામે ખુલીને હસી પણ શકતા નથી. આવો જાણીએ દાંતના પીળાશને દૂર કરવાના ઘરગથ્થુ ઉપાયો વિશે...

1. નારિયેળ તેલ: એક મીડિયા રિપોર્ટ અનુસાર, નારિયેળ તેલ દાંતની પીળાશ દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. નારિયેળનું તેલ અથવા તલનું તેલ દાંત પર ઘસવાથી દાંતની પીળાશ દૂર થાય છે. નાળિયેર તેલના ઉપયોગ કરવાથી દાંતનો સડો અટકાવી શકાય છે.

Tag | VTV Gujarati

2. બેકિંગ સોડા: બેકિંગ સોડા દાંતની પીળાશ દૂર કરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ માટે બેકિંગ સોડા અને લીંબુના રસના થોડા ટીપાં મિક્સ કરીને પેસ્ટ બનાવો. આંગળીઓને બદલે ટૂથબ્રશની મદદથી દાંત પર લીંબુ અને બેકિંગ સોડાની પેસ્ટ લગાવો અને તેને ટૂથપેસ્ટની જેમ ઘસો અને થોડી સેકંડ પછી મોં સાફ કરો.બેકિંગ સોડાને લાંબા સમય સુધી દાંત પર લગાવવાથી પેઢાને નુકસાન થાય છે.

3. લીંબુ અને નારંગીની છાલ: દાંતને સફેદ અને ચમકદાર બનાવવા માટે લીંબુ અને નારંગીની છાલને ચાવો અથવા દાંત પર ઘસો. આ પ્રક્રિયા તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો. આ દાંતની પીળાશ દૂર કરવામાં મદદ કરશે.

4. લીમડાનું દાંતણ: લીમડાનું દાંતણ દાંત સાફ કરવા માટે એક સારો વિકલ્પ છે. દરરોજ લીમડાના દાંતણનો ઉપયોગ કરવાથી તમારા દાંત એક અઠવાડિયામાં ચમકદાર દેખાવા લાગશે. ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ લોકો લીમડાના દાંતણ કરે છે.

દાંતને લાંબા સમય સુધી સારા રાખવા છે તો આજે આ વસ્તુઓ ખાવાની શરૂ કરી દો, ઘરડી  ઉંમર સુધી ચમકતા રહેશે | If you want to keep your teeth healthy for a long

5. એપલ સાઇડર વિનેગર: એપલ સાઇડર વિનેગર મોંની અંદરના બેક્ટેરિયાને મારવા અને દાંતની પીળાશ દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એપલ સાઇડર વિનેગરને પાણીમાં ભેળવીને પીવાથી દાંતની પીળાશ દૂર થાય છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ