બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Class 2 officer suspended in Banaskantha triple talaq case

કાર્યવાહી / બનાસકાંઠામાં ત્રિપલ તલાક મામલે ક્લાસ 2 અધિકારી પર મોટા એક્શન, પીડિતાએ કહ્યું- ન્યાય અધૂરો મળ્યો

Vishnu

Last Updated: 11:29 PM, 27 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં એવી પ્રથમ ઘટના બની હતી કે જ્યારે કોઈ કોર્ટે ત્રિપલ તલાક કેસમાં સજા ફટકારી હોય.

  • બનાસકાંઠામાં ત્રિપલ તલાક મામલે ક્લાસ 2 અધિકારી સસ્પેન્ડ
  • પાણી પૂરવઠા વિભાગના ઉપસચિવે અધિકારીને કર્યા સસ્પેન્ડ
  • દાંતીવાડા નાયબ કાર્યપાલક ઇજનેર S.M. બિહારી સસ્પેન્ડ 

બનાસકાંઠામાં ત્રિપલ તલાક મામલે ક્લાસ 2 અધિકારીને હવે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પાણી પુરવઠા વિભાગના ઉપસચિવે અધિકારી પર કાર્યવાહી કરી છે.કાર્યપાલક ઇજનેર S.M બિહારી પર એક્શન લેવામાં આવતા પીડિતા કહ્યું કે મને ન્યાય અધૂરો મળ્યો આરોપી ડીસમિસ થવો જોઈએ. મહત્વનું છે કે 3 વર્ષ અગાઉ હેબતપુરની પરણીતાને ત્રિપક તલાક આપ્યા હતા. કોર્ટ દ્વારા અગાઉ આરોપીને 1 વર્ષ કેદની સજા ફટકારાઈ હતી. 

ત્રણ વખત તલાક તલાક તલાક કહી કાઢી મૂકી હતી: પીડિતા
આરોપી સરફરાજખાન બિહારી વર્ગ 2નો સિંચાઇ વિભાગનો અધિકારી છે. તેણે સાથે કામ કરતી યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો જે બાદ તેણે પત્નીને ત્રણ વખત તલાક તલાક તલાક કહી કાઢી મૂકી હતી. સમગ્ર મામલો કોર્ટમાં જતા પાલનપુર કોર્ટે આરોપી સરફરાજખાનને એક વર્ષની કેદની સજા સાથે રૂપિયા 5 હજારનો દંડ પણ આરોપીને ફટકારવામાં આવ્યો હતો, જે બાદ આજે ક્લાસ 2 અધિકારી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

શું છે સમગ્ર મામલો?
આ કેસની મળતી માહિતી મુજબ વડગામની યુવતીના લગ્ન હેબતપુરના વતની સરફરાજખાન સાથે થયા હતા.  ઘર સંસારમાં સારી રીતે ચાલ્યા બાદ એક દીકરીની માતાને તરછોડી 3 વખત તલાક કહી, ઓફિસમાં કામ કરતી હિન્દુ યુવતી સાથે સિંચાઇ વિભાગનો અધિકારી સરફરાજખાને લગ્ન કર્યા હતા. પરિવારની દખલગીરી બાદ યુવતી સાથે સંબંધ નહીં રાખે તેવા સમાધાન બાદ મામલો થાળે પડ્યો હતો. 

પીડિતાએ પાલનપુરમાં ત્રિપલ તલાકના કાયદા હેઠળ નોંધાવી હતી
જે બાદ પણ સરફરાજખાને યુવતી સાથે સબંધ બનાવી રાખ્યા હતા. પહેલી પત્નીને માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી. જે બાદ પ્રેમી યુવતીને  એક દીકરાનો જન્મ થયો હતો. પીડિતાએ પાલનપુરમાં ત્રિપલ તલાકના કાયદા હેઠળ નોંધાવી હતી. જેની સુનાવણીમાં પાલનપુર કોર્ટે આરોપીને એક વર્ષની કેદ ફટકારી હતી. જી એડિશનલ કોર્ટમાં ચાલી જતા જજ જી.એસ દરજીએ તમામ બાબતો અને સરકારી વકીલની દલીલોને ધ્યાને લેતા અને કેશની ગંભીરતા જોતા આરોપી સરફરાઝ ખાન બિહારીને એક વર્ષની સજા ફટકારી હતી. પાલનપુરની 2જી એડિશનલ કોર્ટમાં  સમગ્ર મામલે કડક વલણ અપનાવી સરકારી વકીલની રજૂઆતો અને પીડિતાને ધ્યાને રાખી ત્રિપલ તલાક એક્ટ મુજબ સજા ફટકારતા કોર્ટમાં સન્નાટો વ્યાપી ગયો હતો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ