બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / clashes in kanpur between two groups uproar over closing market

કાનપુરમાં હોબાળો / વિશેષ સમુદાયના લોકો અને પોલીસ વચ્ચે થઈ ઝપાઝપી, પથ્થરમારો થતાં કેટલાય ઘાયલ થયાં

Pravin

Last Updated: 05:37 PM, 3 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના કાનપુરમાં લઘુમતી સમુદાયને પોલીસ સાથે ઘર્ષણ થઈ ગયું હતું, જેમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

  • કાનપુરમાં ભારે હોબાળો
  • એક વિશેષ સમુદાયના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
  • બજાર બંધ કરાવવા નિકળેલા લોકોએ પથ્થરમારો કર્યો

ઉત્તર પ્રદેશના કાનપુરમાં લઘુમતી સમુદાયને પોલીસ સાથે ઘર્ષણ થઈ ગયું હતું, જેમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમાં બે લોકો ઘાયલ પણ થઈ ગયા હતા. હાલમાં પણ ત્યાં સ્થિતિ તણાવભરેલી છે. કાનપુરમાં પરેડ ચોક પાસે આજે નમાઝ બાદ બજાર બંધ કરવા નિકળેલા લઘુમતી સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો હતો. તેમાં બે લોકો ઘાયલ થઈ ગયા હતા. પોલીસે આ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેમણે પોલીસકર્મી પર પથ્થરમારો કર્યો હતો. જે બાદ અહીં સ્થિત તણાવભરેલી હતી.

હકીકતમાં જોઈએ તો, અહીં બજાર બંધ કરાવવાને લઈને બે પક્ષ આમને સામને આવી ગયા હતા, એટલા માટે યતીમખાના ચોક પાસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, આ બજાર બંધ નૂપુર શર્માના નિેવેદનના વિરોધમાં મુસ્લિમ સંગઠનો તરફથી બોલાવામાં આવ્યું હતું. પણ તેમ છતાં બંને પક્ષમાં હિંસક ઝડપ થઈ ગઈ હતી અને બે લોકો ઘાયલ પણ થયા હતા. 

અહીં અસંખ્ય લોકોએ પથ્થરમારો કર્યો હતો, ત્યાર બાદ ઘટના પર પહોંચી પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. કેટલાય રાઉન્ડ હવાઈ ફાયરિંગ કરવામાં આવ્યું અને ઘટનાસ્થળ પર ભારે પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી હતી. 

આજે અહીં પ્રધાનમંત્રી મોદી કાનપુર દેહાત જિલ્લામાં એક કાર્યક્રમમાં સામેલ થવા આવ્યા હતા. ભાજપ નેતા નૂપુર શર્માના નિવેદનના વિરોધમાં આ બજાર બંધ બોલાવી હતી, આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં જોવા મળ્યું હતું કે, લઘુમતી સમુદાયના લોકો બીજા સમુદાય અને પોલીસકર્મીઓ પર કેવી રીતે પથ્થરમારો કરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ