બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / CIL floats maiden tender to import 2.416 MT coal for power sector

લોકોને રાહત / પાવર સેક્ટરને મળશે 'પ્રાણ' ! દેશમાં નહીં સર્જાય વીજળીની તંગી, સરકારે ભર્યું મોટું પગલું

Hiralal

Last Updated: 05:44 PM, 9 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં બની રહેલા ગંભીર વીજ સંકટની વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે.

  • દેશમાં વીજ સમસ્યાની વચ્ચે સારા સમાચાર
  • હવે દેશમાં નહીં સર્જાય વીજળી સંકટ
  • કોલ ઈન્ડીયાએ કોલસાની આયાત માટે જારી કર્યું પહેલું મોટું ટેન્ડર 
  • 2.416 મિલિયન ટન કોલસાની આયાત થશે 

દેશમાં વીજ સંકટને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભરી દીધું છે. કેન્દ્ર સરકાર હસ્તકની કોલ ઈન્ડીયાએ કોલસાની આયાત માટે પહેલું ટેન્ડર બહાર પાડ્યું છે. કોલ ઈન્ડીયાએ ગુરુવારે એક નિવેદન બહાર પાડીને એવું જણાવ્યું કે કંપનીએ  દેશમાં પાવર પ્લાન્ટ્સને ઇંધણનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે 2.416 મિલિયન ટન કોલસાની આયાત માટે  પ્રથમ ટેન્ડર બહાર પાડ્યું છે. દેશમાં વીજળી પેદા કરતા એકમો અને કંપનીઓને પૂરતા પ્રમાણમાં કોલસો મળી રહે તે માટે સરકારે આ મહત્વનું પગલું ભર્યું છે. 

2.416 મિલિયન ટન કોલસો બહારથી મંગાવવામાં આવશે 
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, કોલ ઇન્ડિયા લિમિટેડ (સીઆઇએલ)એ બુધવારે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડિંગ ઇ-ટેન્ડર બહાર પાડ્યું છે, જેમાં 2.416 મિલિયન ટન (એમટી) કોલસાની આયાત માટે બિડ મંગાવવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ આયાત ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળા માટે છે. સીઆઈએલ માટે કોલસાની આયાત એ ખૂબ જ નવું કાર્ય છે, પરંતુ સાત રાજ્યો જેન્કો પાસેથી કુલ 2.41.6 મેટ્રિક ટન કોલસા માટે 19 આઈપીપીની આવ

સરકારે કોલસાની આયાત કરવાનો નિર્દેશ આપ્યો હતો

એપ્રિલમાં, દેશના ઘણા ભાગોમાં કોલસાની અછતને કારણે વીજળી કાપી નાખવામાં આવી હતી, જે પછી સરકારે કોલ ઈન્ડીયાને આગામી 13 મહિના માટે  12 મિલિયન ટન કોલસો આયાત કરવાનો નિર્દેશ આપ્યો હતો. 

કેટલાક રાજ્યોમાં સર્જાયું હતું વીજ સંકટ 
તાજેતરમાં જ દેશના વિવિધ ભાગોમાં વીજળી કાપનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ, ઝારખંડ, ઓડિશા, બિહાર, ઉત્તરાખંડ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને આંધ્રપ્રદેશ મુખ્યત્વે વીજ કટોકટીનો સામનો કરી રહ્યાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ